________________
૨૭૪
પ્રવચન ક્રમાંક – ૯૮, ગાથા ક્યાંક-૧૨૩-૧૨૪
પ્રવચન ક્રમાંક - ૯૮
ગાથા ક્યાંક - ૧૨૩-૧૨૪ નિગ્રંથ માર્ગ અને સદ્ગુરુનો ઉપકાર
મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ. (૧૨૩) અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર;
આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. (૧૨૪) ટીકા - આત્માનું શુદ્ધપદ છે તે મોક્ષ છે, અને જેથી તે પમાય તે તેનો માર્ગ છે; શ્રી સદ્ગુરુએ કૃપા કરીને નિગ્રંથનો સર્વ માર્ગ સમજાવ્યો.
અહો ! અહો ! કરુણાના અપાર સમુદ્ર સ્વરૂપ, આત્મલક્ષ્મીએ યુક્ત સદ્ગુરુ, આપ પ્રભુએ આ પામર જીવ પર આશ્ચર્યકારક એવો ઉપકાર કર્યો.
ગાથા ૧૨૩ થી ૧૪૨ સુધી પ્રત્યેક ગાથામાં એકેક સિદ્ધાંતનું વર્ણન છે. આ માત્ર ગાથાઓ નથી. દરેક ગાથામાં જૈનદર્શનના પાયાના મૌલિક સિદ્ધાંતમાંથી એક એક સિદ્ધાંતનું વર્ણન છે. ૧૨૩ થી ૧૪૨ ગાથાઓ જો બરાબર સમજવામાં આવે તો પ્રાયઃ પાંચમી કક્ષામાં સિદ્ધાંત બોધ જે પ્રાપ્ત થવો જોઈએ તે થાય. સિદ્ધાંત મૌલિક છે. ઉપદેશ પણ પ્રારંભમાં જરૂરી છે. ઔષધરૂપે છે. આ ઉપદેશબોધ સિદ્ધાંતબોધના અર્થે છે. જ્યાં સુધી વીતરાગ પરમાત્માના મૌલિક સિદ્ધાંતો યથાર્થ સ્વરૂપમાં ન જાણો ત્યાં સુધી સાધનાનો સાચા અર્થમાં પ્રારંભ થઈ શકશે નહિ. બહુ જ ધીરજથી અત્યંત ભક્તિભાવપૂર્વક, અત્યંત તીવ્રતાપૂર્વક સમજવા પુરુષાર્થ કરશો. ગાથા. ૧૨૩ માં શિષ્ય પોતાની જે સમજણ છે તે ચકાસી રહ્યો છે. મોટે ભાગે એવું બનતું હોય છે કે જ્ઞાની પુરુષ કંઈક કહે છે અને શિષ્ય કંઈક બીજું જ સમજે છે. જે જ્ઞાની પુરુષ કહે છે તેવા જ સ્વરૂપમાં, અર્થમાં શિષ્ય સમજે તો ગુરુ શિષ્ય વચ્ચે ટયુનીંગ થાય. નહિ તો થોડા વર્ષો પછી એ ગેરસમજણને આધારે નવી પરંપરા, નવો સંપ્રદાય અને નવો મત સ્થાપિત થાય આ મોટું જોખમ છે.
શાસ્ત્રોનું એમ કહેવું છે કે શ્રવણની પણ એક વિધિ છે, એક કળા છે, એક પદ્ધતિ છે અને પદ્ધતિ એ છે કે ગુરુ બોલે ત્યારે તેના હૃદયમાં એક ભાવ હોય છે. ભાવ અરૂપી શબ્દાતીત હોય છે. એ ભાવને પોતે તો જાણે છે પણ પોતામાં રહેલ ભાવને સામે આવેલા શિષ્યની પાસે પ્રગટ કરવો હોય તો શબ્દોનો ઉપયોગ કરવો પડે છે. જ્યારે શબ્દોનો ઉપયોગ થાય ત્યારે તેની ખૂબી એવી છે કે તેનો તમે ગમે તે અર્થમાં ઉપયોગ કરી શકો. નાનમ મને-૩મથક | શબ્દોના અનેક અર્થ છે પણ એમ કહેવું છે કે સદ્ગુરુના હૃદયમાં જે ભાવ છે તે ભાવને વ્યકત કરવા જે શબ્દો વાપર્યા છે તે શબ્દોને લક્ષમાં લઈ એનાં ભાવોને પકડો. બહુ મોટી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org