________________
૨૪૦
પ્રવચન ક્રમાંક - ૯૩, ગાથા ક્રમાંક-૧૧૭-૧૧૮ દ્રવ્યમાં રહેલ સંપત્તિ, ગુણો સંપૂર્ણપણે ખીલી જાય તેના માટે શબ્દ છે આવિર્ભાવ. બીજ છે અને બીજમાંથી ઘેઘૂર વડલો બને છે. નાના બાળકમાંથી ૨૫ વર્ષનો યુવાન થાય છે. તેમ આત્મામાં જે કાંઈ છૂપાઈને રહ્યું છે તે કાયમ માટે પૂરેપૂરું પ્રગટ થઈ જાય તેવી અવસ્થા તેનું નામ મોક્ષ.
મોક્ષ તો સ્વભાવ છે, આપણી અવસ્થા છે. મોક્ષમાં શું થાય છે? તમારી અસ્મિતા, તમારું ગૌરવ, તમારો વૈભવ પૂરેપૂરો ખીલી ઊઠે છે. જેમ ગુલાબના છોડ ઉપર ગુલાબ પૂરેપૂરું ખીલી ઊઠે તે છોડનું સૌદર્ય ઓર હોય છે, તેમ તમે પણ પૂરેપૂરા ખીલી ઊઠો, એ તમારા અનંત સૌંદર્યને મોક્ષ કહે છે. આ સોંદર્ય માટે બ્યુટી પાલર્ટની જરૂર નથી. આ તો આત્માનું સૌંદર્ય છે. આવું સૌદર્ય બીજે કયાંય નથી, એવી એક અવસ્થા તમારામાં કાયમ છે અને તેને શાસ્ત્રીય પરિભાષામાં પરંપારિણામિક ભાવ કહે છે. ભાવ પાંચ પ્રકારના છે. ક્ષયોપશમ ભાવ, ઉપશમ ભાવ, ક્ષાયિકભાવ, ઔદયિક ભાવ અને પારિણામિકભાવ. પહેલાંના ચાર ભાવોમાં કર્મ નિમિત્ત છે. જ્યારે એક પારિણામિક ભાવ સ્વતંત્ર છે. તેને કોઈ નિમિત્ત નથી. દ્રવ્યનો આ ભાવ નિગોદથી માંડી મોક્ષ સુધી જીવ સાથે સતત રહે છે. આપણે ચૌદ રાજલોકમાં બધે ફર્યા છીએ. કોઈ જગ્યા આ જીવે છોડી નથી. રાઈનો દાણો મૂકી શકાય તેટલી જગ્યા પણ આ જીવે છોડી નથી. આટલું પરિભ્રમણ કરવા છતાં આપણી જે મૂડી છે, જે અનંત ખજાનો છે તે આપણી સાથે જ રહ્યો છે. ગાંઠીયાનું પડીકુ સાઈકલ ઉપર મૂક્યું હોય તેમાંથી ઘેર જતાં વેરાઈ જાય તેવું અહીં થતું નથી. આ અદ્ભુત તત્ત્વ છે, તેને કહેવાય છે, પરંપારિણામિક ભાવ.
આત્મતત્ત્વમાં રહેલી તમામ સંપત્તિ પૂરેપૂરી ખીલી જાય. જ્ઞાન ખીલતું ખીલતું અનંતજ્ઞાન થાય છે, દર્શન પણ ખીલતું ખીલતું અનંત દર્શન થાય છે. આનંદ અંશે અંશે છે તે પણ પૂર્ણ આનંદ આપણને પ્રાપ્ત થાય છે અને અવ્યાબાધ અવસ્થા એટલે વ્યાબાધા ન થાય એવી અવસ્થા પ્રાપ્ત થાય છે. તમે તમારા સોહામણા સંસારમાં ગમે તેટલું વસાવશો, લોકોને આશ્ચર્ય પણ પમાડશો પરંતુ એક દિવસ આ બધું મૂકીને તમારે જવાનું છે. આત્માની સંપત્તિ એવી છે જે તમારી સાથે કાયમ રહી છે પણ તમે મનમાં લેતા નથી. તમારું આત્મતત્ત્વ છે તેનું અનેક પ્રકારથી શાસ્ત્રમાં વર્ણન કરેલ છે તેનું અત્યંત સંક્ષેપમાં અને પરિપૂર્ણ વર્ણન ૧૧૭મી ગાથામાં છે.
શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ;
બીજું કહીએ કેટલું ? કર વિચાર તો પામ. આ પાંચ શબ્દો – શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યધન, સ્વયંજ્યોતિ અને સુખધામ, આત્મ સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરે છે. આત્મામાં એ સમગ્ર વૈભવ છૂપાઈને રહ્યો છે. અમને તો થાય છે કે આપણા હાથમાં, આપણી સત્તા તળે, આપણું પોતાનું, કદીપણ બહારથી મેળવવું ન પડે તેવું ધન આપણી પાસે છે એને લક્ષમાં ન લેતાં આ દુનિયાનો વૈભવ મેળવવા પાછળ આ જીવ મોહના કારણે ગાંડો ઘેલો થાય છે, બધી રીતે જે પરિપૂર્ણ અવસ્થા છે, એવી પરિપૂર્ણ અવસ્થાનું વર્ણન કરવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org