________________
આચમન
પૂ. સાધ્વીજી શ્રી પ્રિયદર્શનાશ્રીજી મહારાજ
ૐ અર્હ નમઃ શ્રી મણિ-બુદ્ધિ-મુક્તિ-કમલ-કેશર-ચંદ્ર-પ્રભવચંદ્રસૂરિસદ્ગુરુભ્યો નમઃ
અનંત કરુણાના સાગર, પરમ તારક, દેવાધિદેવ, વીતરાગ પરમાત્મા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ તથા પરાર્થરસિક, કરુણાનિધિ પ. પૂ. ગુરુજીની પરમકૃપા અમારા સર્વે ઉપર નિરંતર વરસી રહી છે, જેના પરિણામે શ્રીમતી ભારતીબેન એન. મહેતા પૂ. ગુરુજીના આત્મસિદ્ધિશાસ્ત્રનાં બધા જ પ્રવચનોની શબ્દશઃ હસ્તલિખિત નકલો તૈયાર કરી શકયાં. તેઓ તથા અમારા સાધ્વી શ્રી દિવ્યદર્શિતાશ્રીજીના સહિયારા પુરુષાર્થથી બે ભાગની જેમ આ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ભાગ ત્રીજાનું એક શ્રેષ્ઠ સર્જન - સંકલન મુમુક્ષુ જગત સમક્ષ મૂકાઇ રહ્યું છે એનો અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ.
આ ત્રીજા ભાગમાં છઠ્ઠું પદ તથા શિષ્યબોધબીજ કથનની ૯૨ થી ૧૪૨ ગાથાનું વિવેચન છે. મુમુક્ષુઓએ મુખ્યપણે તો છ પદોનો સર્વાંગીણ બોધ પ્રાપ્ત કરવાનો છે ને તે પ્રાપ્ત કરી છઠ્ઠા પદમાં પ્રવર્તવાનું છે. તેમાં જો પ્રવર્તે તો જ સાચા અર્થમાં આત્મસિદ્ધિ આત્મસાત થાય ને મુમુક્ષુ પાંચમાં પદમાં સ્થિત થઇ શકે. તે માટે પૂ. ગુરુજીએ છ પદના સર્વાંગીણ બોધ માટે તથા છ પદમાં સમાયેલા છ દર્શનો, નિશ્ચયનય ને વ્યવહારનય, દ્રવ્યાર્થિકનય ને પર્યાયાર્થિક નય, ઉપાદાન અને નિમિત્ત કારણ આવા ગૂઢ તત્ત્વોને સમજવા માટે ગૂઢ ચાવીઓ, કળો જે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં સમાઇ છે તેને સમજાવવા, ગૂઢ રહસ્યોને સુપાચ્ય બનાવવા તીર્થંકરદેવો, ગણધર ભગવંતો, મહર્ષિઓ, મનીષીઓ, તત્ત્વચિંતકો, ભકતો, કવિઓ; ભગવાન મહાવીર, ભગવાન બુદ્ધ, શ્રી ગૌતમસ્વામીજી, શ્રી સુધર્માસ્વામીજી, શ્રી કુંદકુદાચાર્યજી, ઉમાસ્વાતિ, મહારાજ પૂજયપાદ સ્વામી પૂ. હરિભદ્રસૂરી મ., પૂ. હેમચંદ્રસૂરી મ., પૂ.જ્ઞાનવિમલસૂરી, પૂ. ઉદયરત્ન મ., ઉપા. યશોવિજયજી મ., આનંદઘનજી મ. શ્રી ચિદાનંદજી, શ્રી દેવચંદ્રજી મ., મહર્ષિ પતંજલિ, ગોરખ, મછીંદર-દાદુ-સુંદરદાસ, અષ્ટાવક્રજી, જનકવિદેહી, તુલસીદાસજી, સુરદાસજી, નરસિંહ મહેતા, અખો, કબીર, દાસ રણછોડ, ગંગાસતી, મીરા આદિ અનેકનાં આર્ષવિધાનો-શ્લોકો, પદો, મંતવ્યો, ઉદાહરણો આપીને તત્ત્વને વિશદ રીતે
Jain Education International
For Personal & Private Use Only
21
www.jainelibrary.org