________________
22
સ્પષ્ટ કર્યું છે. કથાઓ, દૃષ્ટાંતો કહીને ગહન તત્ત્વજ્ઞાનને બોઝીલ ન બનાવતાં માખણ મિશ્રી સમ બનાવ્યું છે. આમેય ગુરુની ભાષા ને પ્રવચનશૈલી પ્રસાદગુણ સંપન્ન હોવાથી અર્થગહન ગ્રંથોનું રહસ્ય મુમુક્ષુઓ સહજમાં પામી શકે છે. આપણે તેના અંશોનું આચમન કરીએ.
મોક્ષમાર્ગમાં અવરોધ કરનાર પરિબળ ત્રણ, (૧) અહંકાર (૨) આસક્તિ અને (૩) પોતાની માન્યતાનો જડતાપૂર્વકનો આગ્રહ.
મારો કહેલ શબ્દ એ પરમ સત્ છે એવો જે દાવો કરે છે તે સત્યથી હજારો માઇલ દૂર છે.
જેને બાદ કરી શકાય તેને કહેવાય છે વિભાવ. જેને બાદ ન કરી શકાય તેને કહેવાય છે સ્વભાવ.
‘સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી છે' આ જૈનદર્શનનો સામ્યવાદ છે. તે સાધનાનો પાયો છે.
કર્મો જોરદાર તો છે પણ તારા જેટલા તો નહીં જ. તું જે દિવસે નિર્ણય કરીશ તે દિવસે કર્મોનો ભુક્કો તું બોલાવી દઇશ.
ભાન થવું તેને કહેવાય છે જાગરણ, તેને કહેવાય છે અપ્રમત અવસ્થા. ધર્મના તમામ સાધનો દેહાધ્યાસ દૂર કરવા માટે છે પરંતુ આપણા બધા ઉપાયો દેહાધ્યાસ મજબૂત કરવા માટેના છે.
સાંભળવું અને શ્રવણ કરવું એ બે વચ્ચે ફરક છે. સાંભળવામાં કાનની મુખ્યતા અને શ્રવણ કરવામાં હૃદયની મુખ્યતા છે.
આત્મબીજનું ખીલવું તેનું નામ સાધના અને ખીલતા ખીલતાં પૂરેપૂરું ખીલી જાય ત્યારે બને પરમાત્મા.
આપણે જ્ઞાનીની બુદ્ધિ સુધી પહોંચીએ છીએ પણ હૃદય સુધી પહોંચી શકતા નથી. જે હૃદય સુધી પહોંચ્યો તે શિષ્ય.
દાસભાવનો મુખ્યભાવ નમ્રતા, નમ્રતાનો મુખ્યભાવ વંદન અને વંદનનો મુખ્યભાવ તન, મન અને ધનથી સદ્ગુરુની સેવા છે.
જેની પાસે પ્રેમ હોય, ક્રુણા હોય, જે નિષ્પક્ષપાતી હોય, કદાગ્રહ અને હઠાગ્રહથી જે મુક્ત હોય અને સત્યને સમર્પિત હોય તે સરળ છે.
આત્માની ભ્રાંતિનું ભાન જયાં થાય તે સત્સંગ. ભાન જે કરાવે અને મટાડે તેને
કહેવાય સદ્ગુરુ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org