________________
મોહના બે કામ (૧) આત્મ વિસ્મરણ કરાવવું (૨) સુખ બહારના પદાર્થોમાં, વિષયોમાં અને સંયોગોમાંથી મળે છે એમ ઠસાવી દેવું. પહેલા સભ્ય સમજ આવશે, તેથી જ્ઞાન સ્વચ્છ થશે, એમાંથી દઢ શ્રદ્ધા થશે પછી પ્રક્રિયામાં ઢળશે. પ્રક્રિયામાં ઢળ્યા પછી અવરોધ કરનાર દર્શન મોહનીય કર્મનો ઉપશમ થશે ત્યારે જે કંઈ અનુભવ થાય તે સમ્યગ્દર્શન છે. સમગ્રપણે જ્ઞાન શેયમાંથી છું પડીને જ્ઞાતામાં કર્યું છે એવી જે અવસ્થા તેને કહેવાય છે શુદ્ધભાવ. આગ્રહ અહંકારને મજબૂત કરે છે ને ખાસ કરીને બીજાઓથી તોડે છે. આત્માની અશુદ્ધ અવસ્થા વર્તમાનની છે. શુદ્ધ થઈ શકવું તે યોગ્યતા છે. સદ્ગુરુ હૃદયથી બોલે છે અને શિષ્ય હૃદયથી સાંભળે છે અને હૃદયમાં તે પરિણામ પામે છે. આત્માનો ઉપયોગ આત્મામાં સ્થિર થવો તેને કહેવાય છે જ્ઞાનભાવ. આત્માનો ઉપયોગ જગતના પદાર્થોમાં જોડાઈ જવો તેને કહેવાય છે મોહભાવ.
મુમુક્ષુ વાચકવર્ગ આ ગ્રંથનું ઊંડાણથી અવગાહન કરે, છએ છ પદોને એના યથાર્થ સ્વરૂપમાં સમજી છઠ્ઠા પદમાં પ્રવર્તે, પૂ. આનંદઘનજી મહારાજે ગાયું છે કે,
કારણ જોગે હો કારજ નિપજે, એમાં કોઈ ન વાદ
પણ કારણ વિણ કારજ સાધીએ રે, એ નિજમત ઉન્માદ. સદ્ગુરુ આજ્ઞા અને જિનદશાના અવલંબને “
સવન-જ્ઞાન-રાત્રિાળ મોક્ષમ:' આ રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગને આરાધી વાચક વૃંદ પરમાનંદ સ્વરૂપ મોક્ષપદને પામે એ જ મંગલભાવના.
આ સંકલન કાર્યમાં અમ છદ્મસ્થતા-મતિમંદતાના કારણે કોઈપણ ક્ષતિ થઈ હોય. વીતરાગદેવના વચન વિરુદ્ધ ને ગુરૂજીના આશય વિરુદ્ધ કંઈપણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડં. વિ.સ. ૨૦૬૯ જેઠ વદ ૧૩ યોગનિષ્ઠ પૂજય આચાર્યદેવશ્રી વિજય તા. ૬/૭/૨૦૧૭ શનિવાર કેશરસૂરીશ્વરજી મહારાજના આજ્ઞાવર્તી પૂ. ગુરુજીનો ૮૩મો જન્મદિન પરમયોગિની પ.પૂ.સાધ્વીજી જ્ઞાનશ્રીજી
મહારાજના અંતેવાસી, પરમવિદૂષી પ.પૂ.સાધ્વી વિનયશ્રીજી મહારાજની ચરણકિં કરી સાધ્વી પ્રિયદર્શનાશ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org