________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૯૫ નોકષાયો એટલે કષાયોનું કારણ. ગુજરાતીમાં સાદી કહેવત છે કે “રોગનું મૂળ ખાંસી અને કજીયાનું મૂળ હસી
અશોધ્યાનqશોવર્ઘ, પ્રજ્ઞાવાવાંશ ભાષા (ભ.ગીતા ૨/૧૧) હે અર્જુન ! જેનો શોક કરવા જેવો નથી એનો શોક કરે છે ને પછી તત્ત્વજ્ઞાનની ડાહી ડાહી વાતો કરે છે? સંસારમાં કયાં શોક કરવા જેવો છે ? મહાપુરુષો કહે છે કે પુદ્ગલનું બંધારણ થાય પછી જેવું તેનું કામ પૂરું થાય તે ક્ષણથી જ વિખરાવાની શરૂઆત થાય છે. કંઈ સમજાયું ? માટીનો ઘડો તૈયાર થયો અને પહેલી વખત પાણી ભર્યું તે જ દિવસથી વિખરાવાની તૈયારી. જન્મ થયો કે મરણની શરૂઆત, એક એક દિવસ ઓછો થતો જાય છે. જગતના બધા પદાર્થો એક દિવસ વિખરાઈ જવાના છે. કેટલા દિવસ તમે શોક કરશો? શોક તમને પજવે છે, ભય પજવે છે.
દેહ અને આત્મા ભિન્ન જણાય તો શું થાય? દેહના સુખથી સુખ થાય એવી જે મિથ્યા માન્યતા હતી તે માન્યતા બદલાઈ જાય છે. આ વાક્ય સમજાયું ? દેહ ને આત્મા ભિન્ન છે તે જાણવાથી પરિવર્તન શું આવે? દેહના સુખમાં સુખ અને દેહના દુઃખમાં દુઃખ મનાતું હતું એ જે મિથ્યા માન્યતા હતી તે ટળી જાય. દેહ પણ રહેશે, સુખ પણ રહેશે અને દુઃખ પણ રહેશે. પણ વિપરીત માન્યતાને કારણે જે જોડાઈ જવાપણું થતું હતું તે ન થાય. આ પરિણામ આવે. આ સમ્યગ્દર્શનની શુદ્ધિ. - પાંચ ઈન્દ્રિયો છે અને પાંચે ઈન્દ્રિયોના વિષયો રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દમાં ભૌતિક સુખો માને છે. આપણું બધું સુખ ઇન્દ્રિયોના વિષયોમાં, સારું સારું જોવું, સારું સારું ખાવું, સારું સારું પહેરવું, ઓઢવું. સારું સારું ભેગું કરવું, સારું સારું સુંઘવું, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ તેનું સુખ, તેમાં આપણું સુખ છે તેમ માનીએ છીએ. જ્યારે સમ્યગદર્શન થાય ત્યારે એમ લાગે છે કે આ ભ્રમણા હતી. આ માન્યતા હતી. સુખ દેહ અને ઇન્દ્રિયોના વિષયોમાં નથી.
આત્માને કર્મથી છોડાવવો એમાં આત્માનું ખરેખરું સુખ છે. આ જુદી વાત સમજી લો. ફાંસીની શિક્ષા થઈ હોય તેવા કેદીને તમે જમવા બોલાવી સુંદર મીઠાઈયુક્ત ભોજન આપો, મીઠાઈ ખવડાવો, તેને સ્વાદ લાગે ખરો ? પણ જો કોઈ તેની ફાંસીની શિક્ષા રદ કરાવે તો બેમાંથી તેને શું ગમશે ? મીઠાઈ ખવરાવનારો કે ફાંસીની સજા રદ કરાવનારો? બેમાંથી શું ગમશે ? આત્મા કર્મમાંથી મુક્ત થાય તેના જેવું બીજું કોઈ સુખ હોઈ શકે નહીં. કર્મ છે તો દુઃખ છે અને દુઃખનું કારણ પોતે કરેલાં અશુભ કર્મો છે. દુઃખ એમ કહે છે કે મારી સાથે લડશો નહિ. મને કાઢવાની મહેનત કરશો નહિ. તે સફળ નહીં થાય. હું તમને છોડીને જવાનો પણ નથી. જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી આ બંદા તમારી સાથે જ રહેશે. જેવા કર્મો ગયાં કે દુઃખ ગયું, જેવા કર્મો ગયાં કે સુખ પણ ગયું. અંતમાં ત્રીજું જે મળે તેને કહેવાય છે આનંદ. આનંદ આપણો સ્વભાવ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org