________________
૧૯૬
પ્રવચન ક્રમાંક - ૮૭, ગાથા ક્રમાંક-૧૧૨ અબ મોહે આનંદ અભુત આયા, કિયા કરાયા કચ્છ ભી નહીં, સહેજે પિયાજી કો પાય, અબ મોહે આનંદ અભુત આયા ! દુઃખ પણ ગયું અને સુખ પણ ગયું. રહ્યો આનંદ. અખો કહે છે “અબ મોહે અદ્ભુત આનંદ આયા'. અખાને પૂછ્યું કે તે શું કર્યું ? તો કહે “કિયા કરાયા કછુ ભી નહીં, સહજ પિયાજી કો પાયા' સમ્યગ્દર્શન થતાં એમ થાય છે કે આત્માનું સુખ આત્માને કર્મથી છોડાવવામાં મળે છે. કર્મથી છૂટવું હોય તો કષાયોને દૂર કરવા પડે અને કષાયો દૂર કરવા હોય તો નિજ સ્વભાવમાં ઠરવું પડે. નિજ સ્વરૂપમાં કરવું હોય તો સમ્યગદર્શન પ્રાપ્ત કરવું પડે. સમ્યગ્દર્શન આવે તો “વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સમક્તિ” આ શબ્દોમાં ખજાનો છે અને તમામ પ્રકારના કષાયો ઘટતા જાય, અનંતાનુબંધી જાય એટલે સમ્યગ્દર્શન, અપ્રત્યાખ્યાની જાય એટલે દેશવિરતિ. દેશવિરતિ એટલે શ્રાવકનાં ૧૨ વ્રતોનું પાલન. આ સાધના છે. શ્રાવકની પણ નિશ્ચિત સાધના છે. તેને દેશ ચારિત્ર પણ કહે છે. સમ્યગદર્શન થયું એટલે બધી છૂટછાટો મળી ગઈ તેવો ભ્રમ કરશો નહિ. સમ્યગ્દર્શન થયા પછી દેશ વિરતિ બાકી અને દેશ વિરતિ પછી સર્વ વિરતિ બાકી. સર્વ વિરતિ પછી અપ્રમત્ત અવસ્થા બાકી, અપ્રમત્ત અવસ્થા પછી ક્ષપકશ્રેણી બાકી, તેમાં મોહનો ક્ષય કરી વીતરાગ અવસ્થા પ્રાપ્ત કરવાની બાકી. પછી પલાઠીવાળી નિરાંતે બેસી શકાશે. અપ્રત્યાખ્યાનીનું જૂથ જેણે દૂર કર્યું તે સાચો શ્રાવક અને પ્રત્યાખ્યાનીનું જૂથ જેણે દૂર કર્યું તે સાચો સાધુ. ભગવાન મહાવીરે ગાથા આપી છે :
न वि मुंडिओण समणो, न ओंकारेण बंभणो ।
न मुणी रणवासेण, कुसचीरेण न तावसो ॥ ભગવાને એમ કહ્યું છે કે મસ્તક મુંડાવાથી શ્રમણ થવાતું નથી. ૐ કાર બોલવાથી બ્રાહ્મણ થવાતું નથી, અરણ્યવાસથી કોઈ મુનિ થતો નથી અને કુશ વસ્ત્ર પહેરવાથી કોઈ તાપસ થતો નથી. તો કઈ રીતે થવાય ?
સમય સમો દારૂ, વંમરે વંમો .
नाणेण य मुणी होइ, तवेण होइ तावसो ॥ સમતા પ્રાપ્ત કરે તો શ્રમણ કહેવાય. સાધુનું લક્ષણ સમતા, શ્રમણનું લક્ષણ સમતા, તપ જપ ઓછાં હોય તો ચાલશે પણ સમતા ન હોય તો ન ચાલે. સમતા તેનું ભૂષણ. બ્રહ્મચર્યથી બ્રાહ્મણ, જ્ઞાનથી મુનિ અને તપથી તાપસ થાય છે. ઇચ્છાઓનો વિરોધ કરે તે તપસ્વી કહેવાય છે. આવી આંતરિક અવસ્થા સાધક જ્યારે પ્રાપ્ત કરતો જાય ત્યારે ચારિત્ર ગુણ વિશેષ શુદ્ધ થાય. પછી સંજવલન કષાય રહ્યો. એ આવે પણ તુરત દૂર થાય. પાણી વચ્ચે લીટી કરી તો મટતા કેટલી વાર લાગે ? તુરત જ મળી જાય તેમ આ ક્રોધ શાંત થતાં વાર નહિ. કોઈનો ક્રોધ એવો હોય છે કે મરણ પર્યત દૂર થતો નથી. ઓલાને મારા મરણ વખતે હાજર કરશો નહિ, મને ક્રોધ ચઢશે તો મારું મોત બગડી જશે. અલ્યા, તારું મોત તું બગાડે છે કે ઓલો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org