________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૯૭ બગાડે છે ? આ વેરભાવ છે. - સાધક જેમ જેમ વિશેષ શુદ્ધ થતો જાય તેમ શુદ્ધ થતાં થતાં ચારિત્રનો ઉદય થાય છે. સવારે સૂર્ય આકાશમાં ઊગે અને સાંજે ચંદ્ર આકાશમાં ઊગે, તેમ સાધકના જીવનમાં ચારિત્રનો ઉદય થાય. ચારિત્રનો સૂર્ય જીવનમાં ઊગે અને એ ઉદય થયા પછી વીતરાગ પદમાં સ્થિર થઈ જાય. શરૂઆત કરી હતી સમ્યગ્દર્શનથી અને પૂર્ણતા થાય વીતરાગ અવસ્થામાં. હવે પૂછો કે અમારે સાધના કયાં સુધી કરવાની ? જીવીએ ત્યાં સુધી ? વીતરાગ અવસ્થા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સતત સાધના કરવી પડશે. નહિ તો વચમાં યાત્રા અધૂરી રહેશે. સાધક સાધનાનો પ્રારંભ જ્યારે કરે છે ત્યારે તેની અવસ્થા બદલાઈ જાય છે. સમ્યગ્દર્શનથી પ્રારંભ થયો અને વીતરાગ અવસ્થા સુધી પહોંચ્યો તે દિવસે સાધનાની સમાપ્તિ. હવે તેને આગળ કંઈપણ કરવાનું રહેતું નથી. જે કરવાનું હતું તે બધું જ કર્યું. આવી વીતરાગ અવસ્થા સાધકે પ્રાપ્ત કરવાની છે.
(૧) આત્માનો અનુભવ જ્યારે થાય ત્યારે સહજ રીતે એની બાહ્ય પ્રવૃત્તિ ઓછી થાય. આરંભ અને પરિગ્રહની પ્રવૃત્તિ ઓછી થાય. તેની દોડધામ ઓછી થાય. કારણ કે આત્માનો અનુભવ થયો છે. (૨) વાત એ કે જેટલી તેનામાં ક્ષમતા હોય, સામર્થ્ય હોય, શક્તિ હોય તે વાપરી પોતાના સ્વરૂપમાં સ્થિર રહેવાનો પુરુષાર્થ કરે. એ સ્થિર થવાનો પુરુષાર્થ તેનું નામ ધ્યાન. એ ધ્યાનમાં રહે. જૈનદર્શનને નિચોવો અને કોઈ એક શબ્દ આવે તો ધ્યાન શબ્દ આવશે. જ્યારે પૂછશો કે શું કરવું અમારે ? તો કહે કે ધ્યાન કરો. સામાયિક એ ધ્યાન છે. પ્રતિક્રમણ અને દેવવંદન ધ્યાન છે. હાથમાં માળા લઈને ગણવી એ પણ ધ્યાન છે. આ બધી અલગ અલગ પ્રકારે ધ્યાનની પદ્ધતિઓ છે. જો ધ્યાનમાં ન રહી શકાય તો સ્વાધ્યાયમાં પુરુષાર્થ કરવો. કાં તો ધ્યાનમાં રહો અથવા તો સ્વાધ્યાયમાં રહો. ધ્યાનમાં ન ટકી શકે તો સ્વાધ્યાયમાં અને સ્વાધ્યાયમાં ન રહી શકે તો પાછા ધ્યાનમાં. એમ આત્માની સ્થિરતા જેમ જેમ થતી જાય તેમ તેમ જથ્થાબંધ કર્મો તેનાં ખપતાં જાય. તમને શું લાગે છે ? કંઈક કરવાની વાત આવે એટલે તમે ઢીલા થઈ જાઓ છો. વગર કર્યું કંઈ જ મળતું નથી.
છેલ્લી વાત, ભાગવતમાં શુકદેવજીએ એક અદ્ભુત વાત કરી છે. એક સરસવનો દાણો, જેટલો ટાઇમ ગાયના શીંગડા ઉપર રહે તેટલો ટાઇમ સાધકનું મન સ્થિર રહે તો ધન્યવાદ આપવા જેવા છે. જેટલા અંશમાં સ્વરૂપમાં સ્થિર થવાય છે તેટલા અંશે ધ્યાન થાય છે. જો ધ્યાનમાં ટકી ન શકાય તો સ્વાધ્યાય કરવો. સ્વાધ્યાય પછી ફરી ધ્યાન. આ બે વચ્ચે અદલાબદલી, પરંતુ ત્રીજી વાત નહિ. જેમ જેમ ધ્યાન વધે તેમ તેમ આત્માનું બળ વધે અને જેમ જેમ બળ વધે તેમ તેમ સ્થિરતા વધે. આમ વૃત્તિ આત્મામાં સ્થિર થતી જાય. ૪૮ મિનિટ અખંડપણે વૃત્તિ આત્મામાં સ્થિર જો રહે તો કેવળજ્ઞાન થયા વગર રહે નહિ.
આમ એક બાજુ બળ વધારતો જાય, સ્વરૂપમાં ઠરતો જાય. સ્વરૂપમાં સ્થિર થાય આ બાજુમાં કર્મોનો ક્ષય થતો જાય, વિભાવમાંથી સ્વભાવમાં આવતો જાય. સ્વભાવમાં આવ્યા પછી વિભાવમાં જવાનું ન રહે અને આત્મામાં સ્થિરતા થાય, એને જ્ઞાની પુરુષોએ યથાખ્યાત ચારિત્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org