________________
૧૯૪
પ્રવચન ક્રમાંક - ૮૭, ગાથા ક્રમાંક-૧૧૨ વાત એ પણ છે કે દર્શનમોહનીયનો ગઢ તૂટયા પછી મોહરાજાને બહુ ગુસ્સો આવે છે. હવે આને ગમે તેમ કરીને પજવું. અહીંથી ચારિત્ર મોહનીયનું કામ ચાલુ થાય છે.
સાધનામાં ચાર મુખ્ય અવસ્થાઓ છે. સમ્યગ્રદર્શન, દેશવિરતિ, સર્વ વિરતિ અને ચોથી વીતરાગ અવસ્થા. અનંતાનુબંધી સમ્યગ્દર્શનમાં બાધક, અપ્રત્યાખ્યાની દેશ વિરતિમાં બાધક, પ્રત્યાખ્યાની સર્વ વિરતિમાં બાધક અને સંજવલન યથાખ્યાત ચારિત્રમાં બાધક છે. મને લાગે છે કે આ કર્મગ્રંથના પુસ્તકો ખોલ્યાં નહિ હોય. રોજમેળ ખાતાવાહીમાંથી નવરા થાઓ તો આ પુસ્તકો ખોલો ને ? મૃત્યુ આવતા પહેલાં જૈનદર્શનનો મૌલિક ખજાનો જાણી તો લ્યો. ભીતરમાં શું શું થાય છે? કેવી કેવી ઘટનાઓ ઘટે છે ? જેમ જેમ આત્માનો અનુભવ થાય છે તેમ તેમ કર્મની નિર્જરા થાય છે.
નવ તત્ત્વોમાં ત્રણ તત્ત્વો, એક છે આસ્રવ એટલે કર્મોનું આવવું આ કામ ચાલુ છે અને બીજા બે તત્ત્વો છે સંવર અને નિર્જરા. આવતાં કર્મોને રોકવા તે સંવર અને સત્તામાં જે કર્મો પડ્યાં છે તેને ખતમ કરવા તે નિર્જરા. તમને શું લાગે છે? થોડાં વચનામૃતના વચનો વાંચવાથી મોક્ષના દરવાજા ફટાક દઈને ખૂલી જતા હશે ? પરમકૃપાળુદેવ ના પાડે છે. એમણે કર્મો કેવી રીતે જશે, તેનું વર્ણન કરેલ છે. જેમ જેમ કર્મ નિર્જરા થાય તેમ તેમ સમક્તિ નિર્મળ થતું જાય છે. વાસણને માંજો તો વાસણ ઉજળું થાય, વધારે માંજો તો વાસણ ચકચકિત થાય . તેવી રીતે આત્મસ્થિરતા થતી જાય તેમ તેમ કર્મ નિર્જરા થતી જાય. જેમ જેમ કર્મ નિર્જરા થતી જાય તેમ તેમ સમ્યગ્દર્શન વધુ નિર્મળ થતું જાય અને જેમ જેમ તે નિર્મળ થાય તેમ તેમ સ્થિરતા સ્વરૂપમાં વધતી જાય. જેમ સ્થિરતા વધે તેમ નિર્જરા થતી જાય. આ ચક્ર સમજાય છે ? તમે સહેલો રસ્તો પસંદ કર્યો. હે ભગવાન ! કૃપા કરી અમને મોક્ષ આપો. ભગવાન કૃપણ નથી પરંતુ એમ તો કહેજે કે દીકરા ! હું મૂડી આપીશ પણ તારે વેપાર તો કરવો પડશે ને ? તું ખોઈ નાખીશ તો શું કામનું ?
સમ્યગ્દર્શન થયા પછી જે જે ઘટનાઓ ઘટે છે, તેનું વર્ણન કરે છે. હાસ્ય, રતિ, અરતિ, શોક એટલે વિષાદ અને ભય એટલે બીકવાળું માનસ, અને જુગુપ્સા એટલે અણગમો આ બધા જે નોકષાયો છે, તેઓનો ઉદય થાય છે. કયારેક હર્ષ, કયારેક શોક, કયારેક રતિ-સુખ તો વળી કયારેક અરતિ દુઃખ, કયારેક દુગંછા, કયારેક ભય, કયારેક ચિંતા આ નાના નાના બનાવો ચિત્તને વિક્ષિપ્ત કરે છે. સમજી લો આ વાત! આપણે ભય તળે જીવીએ છીએ. કયારેક શોક પણ થાય છે. શોક કરવા માટે પણ હજારો કારણો છે. મહાભારતમાં કહ્યું છે કે
જસ્થાનનિ સહમણિ, હર્ષસ્થાનનિ તને વં' હર્ષના પ્રસંગો ઓછા હોય છે પણ શોકના પ્રસંગો વધારે હોય છે. આપણું ચિત્ત ડહોળાયેલું જ હોય છે, કયારેક શોકથી, કયારેક ભયથી, કયારેક હર્ષથી, કયારેક વિજાતીય આકર્ષણથી, કયારેક અણગમાથી અને કયારેક તિરસ્કારથી. આખા દિવસમાં આપણા મનમાં અને હૃદયમાં તોફાન ચાલતું હોય છે, હવે આમાં ધ્યાન અને સમાધિ લાગે કયાંથી ? સ્થિરતા આવે કયાંથી ? તમે ટકશો કેવી રીતે ? આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org