________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૮૩
પ્રવચન ક્રમાંક - ૧૧૧
ગાથા ક્રમાંક - ૧૩૮-૨ પારમાર્થિક ગુણો - ત્યાગ, વૈરાગ્ય
દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય
હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. (૧૩૮). મુમુક્ષુ એ આધ્યાત્મિક જગતમાં શ્રેષ્ઠ પાત્ર છે. અહીંથી અધ્યાત્મની શરૂઆત થાય છે અને જીવનની આખી દિશા બદલાઈ જાય છે. સામાન્ય માનવી, મોહથી આધીન માનવી પણ સંસારમાં જીવન જીવે છે અને મુમુક્ષુ પણ સંસારમાં જીવન જીવે છે પરંતુ આ બંનેની જીવનશૈલી જુદી છે. બંનેનાં મૂલ્યાંકન જુદાં છે. સમજણ અને આંતરિક અવસ્થા બંનેની જુદી છે. મુમુક્ષુ એ છે કે જેણે પોતાના જીવનમાં પરમતત્ત્વની ઉપલબ્ધિ પ્રાપ્ત કરવા સમગ્ર જીવન અર્પણ કરવાનો સંકલ્પ કર્યો છે. હવે જીવનમાં તેને બીજું કંઈ જોઈતું નથી. જગતના પદાર્થો કે વસ્તુઓ જોઇતી નથી. જગતની વસ્તુઓ કરતાં વધારે કિંમતી તત્ત્વ ખુદ સ્વયંમાં પડ્યું છે, જેનાથી અમે અજાણ છીએ, જેને અમે ભૂલી ગયા છીએ, ઓળખતાં નથી, જાણતાં નથી અને જે મેળવ્યા પછી બીજું કંઈ મેળવવાનું બાકી રહેતું નથી એવો ખજાનો અમારી પાસે છે. હવે અમને સદ્ગુરુની કૃપાથી ભાન થયું, એ ખજાનો અમારે મેળવવો છે. એ માટેની મથામણ જેના જીવનમાં શરૂ થઈ છે તેને કહેવાય છે મુમુક્ષુ. મુમુક્ષુ મથે છે, પુરુષાર્થ કરે છે, પુરુષાર્થ પણ યોગ્ય દિશામાં થાય છે કારણકે તેને ખજાનાની ખબર પડી ગઈ છે કે તે ખજાનો પોતાની ભીતર છે.
આત્માનો ખજાનો એક વખત જેણે જોયો, જાણ્યો, અનુભવ્યો તેને એમ લાગ્યું કે આજ મેળવવા જેવો છે. યશોવિજયજી મહારાજે કહ્યું..
જો તું આપ સ્વભાવે ખેલે, આશા છોડ ઉદાસી,
સુરનર કિન્નર નાયક સંપત્તિ, તુજ ચરણોકી દાસી. તું તારા સ્વભાવમાં રમ, તારા સ્વભાવમાં સ્થિર થઈ જા, ભાઈ ! કેવી રીતે ? પારકી આશ છોડી, ઉદાસીન બનીને જો તું તારા સ્વભાવમાં હરે, ફરે અને રમે તો સુર નર કિન્નર નાયક સંપત્તિ આ બધું તારા ચરણોમાં આવી વસશે. કારણ? તારે જે જોઈતું હતું તે મળ્યું. નિરપેક્ષ થયો તું ! આવી નિરપેક્ષતાનું બળ જેને પ્રાપ્ત થયું છે અને પોતાનો ખજાનો મેળવવા માટે જેણે પ્રારંભ કર્યો છે એને કહેવાય છે મુમુક્ષુ. મુમુક્ષુને પોતાનાં સાધનો સાથે રાખવા પડે છે. તેની પાસે દયા, શાંતિ, સમતા, ક્ષમા આ મોટામાં મોટી સાધન સામગ્રી છે. ભાતામાં આ બધું લઈ મુમુક્ષુ પરમાત્માની યાત્રા કરવા નીકળ્યો છે. જેમ હિમાલય ચડવા અમુક સાધનો સાથે જોઇએ, તેમ અહીં પણ તમામ સાધનો દયા, શાંતિ, સમતા, ક્ષમા આ બધા સાધનો સાથે લીધાં છે. બીજું પણ એક મહત્ત્વનું સાધન છે સત્ય. એમ કહેવાય છે કે ધર્મરાજા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org