________________
૩૮૨
પ્રવચન ક્રમાંક - ૧૧૦, ગાથા ક્રમાંક-૧૩૮-૧ ક્ષમા મુમુક્ષુમાં મૂર્તિમંત હોય. મુમુક્ષુ એટલે ક્ષમાન સાગર, ક્ષમાની મૂર્તિ. મુમુક્ષુ એટલે ક્ષમાના અમૃતનું પાન કરનાર અસ્તિત્વ. એને જોતાં આપણને સમાધાન થાય, સમતા થાય, સમભાવ થાય. છેલ્લી વાત, ક્ષમા જે આપી શકે છે તે શૂરવીર કહેવાય. બહાદૂર કહેવાય. ક્રોધ કરવો તે બહાદૂરીનું કામ નથી. પણ ક્ષમા આપવી તે બહાદૂરીની વાત છે. ક્ષમા જે આપે તેને શાસ્ત્રો મુમુક્ષુ કહે છે.
ગાથાની ચર્ચા આગળ કરવાની છે. વિલેપાર્લા સત્સંગ મંડળ માટે આનંદના દિવસો છે. નવપદજીનાં વધામણાં કરવાનાં છે. બધા સંતોને આમંત્રણ આપેલ છે. અમે તો એ જ રાહ જોઈ રહ્યા છીએ. શ્રીમદ્જીના પરિવારના બધા જ મહાપુરુષો એક સ્ટેજ ઉપર બેસે, હસતાં હસતાં વાતો કરે અને પ્રેમનો સાગર જીવનમાં અનુભવે. નવપદજીનાં વધામણાં એક અદ્ભુત સાધના છે. આ નવપદ છે તે સિદ્ધમંત્ર છે. સિદ્ધ કરવાની જરૂર નથી. આ નવપદમાં સાધ્ય, સાધક અને સાધન ત્રણે છે. અરિહંત અને સિદ્ધ આ બે પદ સાધ્ય છે, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ ત્રણ સાધક છે અને સમ્યગૂ દર્શન, સમ્યમ્ જ્ઞાન, સમ્યક્ ચારિત્ર અને સમ્ય તપ એ ચાર સાધન છે. નવપદનું ધ્યાન કરતાં શ્રીપાળ તન્મય થયા. આપણે ત્યાં એ પ્રસંગ આવી રહ્યો છે. અમે એવી ભાવના કરીએ છીએ કે શ્રીપાળ રાજાની જેમ તમે પણ તન્મય થાવ અને આત્મઅનુભૂતિ કરો.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org