________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૮૧ મોટું જો જો. ફરક લાગશે તમને. તમારું હાસ્ય હતું, તમારો આનંદ હતો, તમે પ્રસન્ન હતા, ગુલાબના ફૂલ જેવા ખીલેલા હતા. તમે રાત્રે ચંદ્રમા વરસે તેવા શીતળ હતા. અચાનક શું થઈ ગયુ? બસ, સંતાપ. તમને પણ સંતાપ અને બીજાને પણ સંતાપ. સંતાપ એ ઝેરી દવા છે. ઘણીવાર તો ઘરમાં રવિવાર જેવો દિવસ હોય, બહુ પ્રેમથી ભોજન સમારંભ રાખ્યો હોય. દૂધપાક પૂરી બનાવ્યાં હોય, આનંદ હોય. પણ ભોજન કર્યા પહેલાં પ્રોબ્લેમ થઈ જાય અને ચર્ચા કરવા બેસે તો ભોજન પછી કડવું થઈ જાય. એક વખત એવું થયું કે ભોજન તૈયાર કર્યું અને વાતવાતમાં ઝગડો ચાલુ થયો. રસોડું ખુલ્યું હતું અને બધાં અંદર રૂમમાં બેઠાં હતાં. શેરીના કૂતરાઓ આવીને શાંતિથી જમ્યા. લોકોની વાત પૂરી થઈ અને રસોડામાં આવ્યા ત્યાં તપેલાં ખાલી. સંતાપ તમને જ થશે, ઘરમાં શાંતિથી અને પ્રેમથી રહો.
મુમુક્ષુ તો શાંત હોય, આનંદમય હોય. પ્રસન્ન વદનવાળો હોય. તેને જોઈને એમ થાય કે ક્રોધ કરવા જેવો નથી. જગતમાં મોટાં મોટાં યુધ્ધો થયા હોય તો વેરના કારણે થયાં છે. (૨) વેરનું કારણ જ ક્રોધ છે. કોઈ વખત એક માણસને એવો ક્રોધ આવે તો હજારો માણસને સળગાવી દે છે. (૩)ક્રોધ તે દુર્ગતિમાં જવાનો નેશનલ હાઇવે છે અને (૪) છેલ્લે ક્રોધના કારણે તમે સમતાનું સુખ અનુભવી શકતા નથી. આ કંઈ સમજાયું? ખાવાનું સુખ, નાચવાનું સુખ, પહેરવાનું સુખ. આ ૩૧મી ડીસેમ્બર આખી રાત તમે નાચ્યાં, સુખ માણ્યું. આ બધા સુખ કરતાં સમતાનું સુખ સાચું છે. આ સમતાનું સુખ ક્રોધના કારણે તમે માણી શક્તા નથી. મુમુક્ષુ હોય તે ક્ષમાનો ભંડાર હોય. ક્ષમાનો સાગર હોય. પરમકૃપાળુ દેવે એક સુંદર વાક્ય કહ્યું છે કે ક્ષમા એ તો મોક્ષનો દરવાજો છે. તમે વાગ્યું પણ હશે અને કદાચ ઘરમાં બોર્ડ પણ રાખતા હશો અને એવું પણ બને કે બોર્ડ નીચે બેસીને જ ક્રોધ કરતા હો. અલ્યા ! આ શું કરો છો ? આ બોર્ડ નીચે બેસીને સળગી રહ્યા છો અને બીજાને સળગાવી રહ્યા છો.
આપણા જીવનમાં ઉત્કટ સાધના કરવાની છે. ચાર વાતો કરી. દયા, શાંતિ, સમતા, ક્ષમા. અલંકારિક ભાષામાં કહેવું હોય તો સમતા નામની મા છે અને ક્ષમા તેની લાડકી દીકરી છે. જયાં સમતા હોય ત્યાં ક્ષમા હોય અને જયાં ક્ષમા હોય ત્યાં સમાધાન હોય. ક્ષમા હોય ત્યાં શાંતિ અને આહ્લાદ હોય. તમે કલ્પના કરો. આખો દિવસ ક્રોધ કર્યા વગરનો જો જાય તો રાત્રે ઊંઘ પણ સારી આવશે. એકબીજાનાં મોઢાં જોઈ શકશો. નહિ તો એકબીજાનાં મોઢાં જોવા ગમે નહિ. યશોવિજયજી મહારાજે એક અદ્ભુત વાત કરી કે “ખેમા કરતાં ખરચ ન લાગે, ભાંગે કરોડ કલેશ.” એમા એ ગુજરાતીમાં ક્ષમાનું અવતરણ છે. પ્રેમ એટલે ક્ષમા. ક્ષમા કરતાં કયાં પૈસા લાગે છે ? પૂજાનો ચડાવો હોય તો પૈસા દેવા પડે. સારો બોલનારો હોય તો વધવું પણ પડે. ક્ષમા આપવામાં કંઇપણ ખર્ચ કરવું પડતું નથી. પણ સાહેબ ! ખર્ચ નથી પણ લાભ કેટલો બધો થાય ? ભાંગે કરોડ કલેશ. એક કરોડ કલેશને શાંત કરી દે આવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org