________________
૩૮૦
પ્રવચન ક્રમાંક - ૧૧૦, ગાથા ક્યાંક-૧૩૮-૧ સાધના માનવદેહમાં જ થાય. પશુઓ કોઈને ક્ષમા આપે ? પશુઓ એકબીજાને ક્ષમા આપે તે શક્ય નથી. ક્ષમા આપવાની સાધના માનવો જ કરી શકે, કારણ કે ક્ષમા આપવાની ક્ષમતા મનુષ્યમાં છે. પરંતુ તેની પાસે ક્રોધના સંસ્કાર પડેલા છે. વારંવાર ક્રોધ કરવાથી સંસ્કાર દૃઢ થઈ જાય છે. આજે ક્રોધ કરવા માટે કોઇને ઉપદેશ આપવો પડતો નથી. કોઈ શાસ્ત્ર ધરતી ઉપર એવું નથી કે જે શીખવે કે ક્રોધ કેમ કરવો? પરંતુ ક્ષમા આપવાની વાત શીખવે છે. ક્રોધના સંસ્કારને કારણે સામે કોઈ વ્યકિત આપણને દુઃખ થાય તેવો વ્યવહાર કરે તો આપો આપ એ સંસ્કાર જાગૃત થતાં આપણે પણ તેની સામે આવેશમાં આવીએ છીએ.
ક્રોધને વશ રાખવાના બે ઉપાયો છે. એક ઉપાય એ કે અંદર અકળાયા સિવાય મૌન રાખવું. ઘણા લોકો મૌન તો રાખે છે પણ અંદર ધૂવાંકૂવાં રહે છે. બોલતા નથી પણ બોલી નાખું તેમ થયા કરે છે અથવા અબોલા લે છે. પરંતુ અકળાયા વગર મૌન રાખવું એક ઉપાય. જાગૃતિપૂર્વક અંદરમાં દ્રષ્ટાભાવ રાખવો. અંદરમાં ક્રોધનો ભાવ જાગૃત થયો છે, તેને તમે ક્રોધમાં ભળ્યા સિવાય જુઓ. આનું નામ દ્રષ્ટાભાવ. દ્રષ્ટા શું કરે? જે ખોટા ભાવ થયા હોય તે યાદ કરે અને તે ફરીથી ન થાય તેની જાગૃતિ રાખે અને રોજ રોજ પોતાના કષાયો ઘટે તે માટે પૂરો આગ્રહ રાખે. પોતાના મનને પ્રેમથી સમજાવે અને બીજી વખત ન થાય તેની કાળજી રાખે. - છેલ્લે, દરેકમાં તમે આત્માને જોશો, તો જરૂર ક્ષમા રહેશે. કારણકે તમે દેહને જોતા નથી અને એ તમે જો ભૂલી શકો તો મોટું અમૃત પ્રાપ્ત કર્યું કહેવાય. કયારેક ઘીની તપેલી ગરમ હોય અને આપણી આંગળી દાઝી જાય તો ગુસ્સામાં આવી ઘીની તપેલીને ઊંધી વાળતા નથી. આપણને ખબર છે કે આ ઘી કિંમતી ચીજ છે. કોઈ બીજો આપણને દઝાડે તો પણ દાઝવું નથી એવો નિર્ણય લઈ જીવનમાં પ્રયોગ કરો. ક્રોધથી કોઈ બોલતું હોય તો તે લાચાર છે, અજ્ઞાની છે. આમ વિચારી જે ઉત્તેજિત થતો નથી, એવી અવસ્થા જે જાળવી રાખે છે તેને કહેવાય છે ક્ષમા. ક્ષમાનો ભાવ જો જીવનમાં હોય તો શાંતિની ધારા, સમતાની ધારા સરળ થશે. નહિ તો કયાંક ધારા તૂટી જશે. સમતાની ધારા અને ક્ષમાની ધારા ન તૂટે એની જાગૃતિ પોતે રાખે. આવી રીતે જે જીવે છે અને ક્ષમા આપે છે તેને કશું ખોવાનું નથી. જે ક્ષમા આપે છે તે પ્રેમનું અમૃત મેળવે છે. તે નિર્વેરભાવને સિધ્ધ કરે છે. જે ક્ષમા આપે છે, તેના અંતરમાં દ્વેષ થતો નથી. જે ક્ષમા આપે છે તે ઉત્તેજિત થતો નથી. જે ક્ષમા આપે છે તેમાં વેરની આગ ભભૂકતી નથી. ફરીથી શ્લોક યાદ કરીએ...
तत्रोतापक: क्रोध: क्रोधो वैरस्य कारणम् ।
તર્વતની છોધ:, દ્રોધ: શમસુવાળા || (૪/૬) ચાર બાબતો છે. (૧) ક્રોધ કરનારને જ સૌથી પહેલા સંતાપ થાય. તમે અભ્યાસ કરજો કે ક્રોધ નથી આવ્યો ત્યારે અરિસામાં તમારું મોઢું જોઈ લેજો અને જયારે ક્રોધ આવે ત્યારે દર્પણમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org