________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૭૯ પરિણામ મને શું આવશે? શાસ્ત્રો તો એમ કહે છે કે ક્રોધ કરનાર ઉપર ગુસ્સો કરવાને બદલે દયા લાવવી જોઈએ. હું અવળી વાત કરી રહ્યો છું. તમે એમ વિચારો કે ક્રોધી કર્મબંધ કરી રહ્યો છે. ભગવાન મહાવીરને સંગમે છ છ મહિના કષ્ટ આપ્યું છતાં તેઓ ગુસ્સે પણ ન થયા અને ઉશ્કેરાયા પણ નહિ. ધ્યાનની ધારા તૂટે અને સમાધિ ભંગ થાય તે માટે સંગમે છે છે મહિના પોતાની તમામ શકિત વાપરી, અપાય તેટલી અસહ્ય પીડા આપી. આવી અસહ્ય પીડા આપવા છતાં ભગવાનની આંખમાં આંસુ ન આવ્યાં. જયારે સંગમ થાક્યો, હાર્યો અને નિરાશ થયો, એને એમ લાગ્યું કે હવે આમને ચલાયમાન નહીં કરી શકું, જીતી નહિ શકું તેથી તે પાછો ફર્યો ત્યારે પ્રભુની આંખમાં આંસુ આવ્યા કે આ મારી પાસેથી પામવાના બદલે કર્મ બાંધીને ગયો. કલિકાલ સર્વશે સ્તુતિ કરી છે.
कृतापराधेडपि जने, कृपामंथरतारयोः।
इषद्बाष्यायोर्भद्रं, श्रीवीरजिननेत्रयोः।। ભગવાનની આંખનો ખૂણો પાણીથી ભીંજાયો. અપરાધ જેણે કર્યો છે તેના માટે આ કૃપાના સાગર એમ વિચારે છે કે આ જીવ મારી પાસેથી પામવાને બદલે ખાલી હાથે ગયો. તેઓ ઈચ્છે છે કે જીવો પામે. સાક્ષાત્ તીર્થંકર પાસે છ મહિના રહેવા છતાં આ પોતાનો સંસાર વધારીને ગયો, કર્મનો બોજ વધારીને ગયો. આ વિચાર આવતા તેમની આંખો અશ્રુભીની થઈ. આ ક્ષમાની પરાકાષ્ટ છે. તમને થશે કે આવી ક્ષમા હોય ? હોય. આવી ક્ષમા પ્રાપ્ત કરવાની છે. ભૂલ કરનાર પરતંત્ર અને પરાધીન છે. સ્વાધીન નથી. એ કર્મને વશ છે. આવેશમાં તણાયેલો છે, ઘેરાયેલો છે અને મારે શા માટે આવું બોલવું કે કરવું તેવું તેને ભાન નથી. તે અવિચારમાં જીવે છે.
પરમકૃપાળુદેવે કહ્યું છે કે અવિચાર તે સૌથી મોટો દોષ છે. અવિચારને લઈને ક્રોધ થાય છે. જો તેને ખબર હોય, વિચાર થાય કે સદવસ્તુ તો આત્મા છે. આત્માને સાચવવા જેવો છે. ક્રોધ કરવાથી મારો આત્મા મલિન થશે અને દુષિત થશે તેવી તેને ખબર હોત તો ક્રોધ ન કરત. તેને ભલે ખબર નથી, પણ મને ખબર છે તેથી મારે ક્રોધની પ્રતિક્રિયા આપવી નથી, એટલે સામે ક્રોધ કરવો નથી. મને ખબર છે કે મારે મારા આત્માને મલિન થવા દેવો નથી. આવો વિચાર કરતાં જે જીવન જીવે છે તેને એક સમાધાન પ્રાપ્ત થાય છે. જ્ઞાની પુરુષોએ કહ્યું કે રોજના જીવનમાં આવો વિચાર કરીને સાધકે પોતાનામાં ક્ષમાભાવને દઢ કરવો અને જાગૃત એટલા બધા રહેવું કે ક્રોધ ન આવે, વર્ષો સુધી તપ કર્યું હોય અને ક્ષમાનો ભાવ રાખ્યો હોય પણ આવેશમાં કયારેક જો આવી જવાય તો વરસોથી બાંધેલી પાળ કયારે તૂટી જશે તે કહી શકાય નહિ અને આપણને મોટું નુકસાન થાય.
બીજી વાત એ પણ છે કે આપણી પાસે ક્ષમાના સંસ્કાર ઘણા ઓછા છે. ક્રોધના સંસ્કાર ઘણા બળવાન છે. વારંવાર ક્રોધ કર્યો છે પણ વારંવાર ક્ષમા નથી આપી. વળી ક્ષમા આપવાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org