________________
૩૭૮
પ્રવચન ક્રમાંક - ૧૧૦, ગાથા ક્યાંક-૧૩૮-૧ ક્રોધરૂપી જે અગ્નિ – જે દાવાનળ, તેને શાંત કરવા માટે, તેને ઠારવા માટે, તેને શમાવવા માટે, ઉપશમાવી દેવા માટે જેને આવો ભાવ ઉત્પન્ન થાય છે કે મારે મારા ક્રોધને શાંત કરવો છે, તેને એકમાત્ર ક્ષમારૂપી નદીમાં સ્નાન કરવું પડે. આપણા બાથરૂમમાં આવી વ્યવસ્થા નથી, ત્યાં કોઈ સાધન નથી કે તેમાંથી ક્ષમા વરસે. શાવરમાંથી પાણી વરસે, ક્ષમા ન વરસે. કારણ હોય તો પણ ક્રોધ ન કરે, કોઈ કહે તો પણ તપી ન જાય, આવું હોય તો કહેવાય કે નિરંતર ક્ષમારૂપી નદી અંદર વહે છે. કયારેક ક્યારેક મિચ્છામિ દુક્કડમ્ આપવું એવું નહિ પણ નિરંતર ક્ષમામાં જ રહેજો અને છેલ્લે બહુ સારી વાત કરી કે આ નદી સંયમ નામના બગીચામાં વહે છે. એ સંયમ નામનો બગીચો તારા આત્મામાં છે. ક્રોધરૂપી જે દાવાનળ છે તેને ઠારવા તારે નિરંતર ક્ષમા નામની નદીમાં સ્નાન કરવું. આવી અવસ્થાને કહેવાય ક્ષમા.
ક્ષમા તમને શાંતિ આપશે. બીજાના હૃદયનું પરિવર્તન કરશે. બીજાને સમાધાન આપશે. બીજાને તમે દુઃખ નહિ આપી શકો. એવી અવસ્થા જીવનમાં પ્રાપ્ત થશે. ક્રોધ કરીએ ત્યારે બીજાને નુકસાન થાય કે ન થાય પણ પોતાને તો જરૂર નુકસાન થાય છે. શાત્રે એક વાત કરી છે કે અગ્નિ જે લાકડાં કે કોલસામાંથી ઉત્પન્ન થાય છે, પહેલા તેને જ બાળે છે તેમ ક્રોધ જેનામાં ઉત્પન્ન થયો તેને પ્રથમ બાળ્યા વગર રહે નહીં, બીજાને બાળે કે ન પણ બાળે, બીજો કદાચ સમજુ અને શાણો હોય, ગજસુકુમાર જેવો હોય, ખંધક મુનિ જેવો હોય, પરદેશી રાજા જેવો હોય, ભગવાન મહાવીર જેવો હોય તો તમે ગમે તેટલો ક્રોધ કરો પણ તેઓ ઉત્તેજિત ન થાય. તેઓ તો બચી ગયા, પણ કરનાર નહિ બચી શકે. ક્રોધરૂપી અગ્નિ જેમાંથી પ્રગટ થાય છે તેને જ બાળે છે અને તાપતાપ: ગ્રોથ: ઘોથો વૈરચ ારમ્ ! સંતાપ ઉત્પન્ન કરનાર પણ ક્રોધ છે ને વૈરનું કારણ પણ ક્રોધ છે. જ્ઞાની પુરુષે કહ્યું કે ક્ષમા આપવા હૃદયની ઉદારતા જોઈએ. ક્ષમા આપવા માટે દિલ વિશાળ જોઈએ, સહિષ્ણુતા અને ખમી ખાવાની તૈયારી પણ જોઈએ અને દિલમાં દયાનો ભાવ પણ જોઈએ.
છેલ્લી વાત સમજી લો, બીજો માણસ જે કંઈપણ કરે છે તેને ભાન નથી કે હું શું કરી રહ્યો છું. ઇશુ ક્રાઈસ્ટને ક્રોસ ઉપર ચડાવવામાં આવ્યા. હાથમાં, માથામાં અને છાતી ઉપર ખીલા ઠોકવામાં આવ્યા ત્યારે તેઓ એક વાક્ય બોલ્યા, હે પ્રભુ આ લોકો શું કરી રહ્યા છે તેનો તેમને ખ્યાલ નથી પણ તું તેમને માફ કરજે. ક્ષમા આપજે. વાત કરવી અને સાંભળવી એ સહેલું છે. એમાં તો કંઈ કરવાનું નથી. પરંતુ અહીં તો પ્રેકટીકલ ખીલા માર્યા છતાં માફ કરવાનું કહે. રાજસેવકો ખંધક મુનિની ચામડી ઉતારવા આવ્યા છે અને બંધક મુનિ એમ કહે છે કે તપ કરવાના કારણે અને સાધનાને કારણે મારી ચામડી કઠણ થઈ ગઈ છે. તમે કહો કે હું કઈ રીતે ઊભો રહું જેથી ચામડી ઉતારતા તમારા હાથને પીડા ન થાય. આ બધી પરાકાષ્ટાની વાત છે. આ કલ્પિત કથા નથી પણ ઘટેલી ઘટના છે.
બીજો જે કરે છે તે કર્મથી અને અજ્ઞાનથી ઘેરાયેલો છે. સમજણ નથી તેને કે આ ક્રોધનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org