________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૭૭ રહે તેનું નામ સમતુલા. આપણે આ બાજુ પણ ઢળીએ અને બીજી બાજુ પણ ઢળીએ છીએ તેથી અસ્વસ્થ બનીએ છીએ. શાસ્ત્રમાં કહ્યું છે કે ક્રોધ કરવાનો પ્રસંગ હોય છતાં પણ ક્રોધ ન કરે. શક્તિશાળી અને બળવાન હોય છતાં ઝગડો ન કરે, જવાબ આપી શકે તેવા સામર્થ્યવાળો હોવા છતાં પોતે ગમ ખાઈ જાય. આવી સમતુલા રહે તો છ મહિનાના ઉપવાસનું ફળ તેને મળે. આ ગણિત સમજી લેજો. અહીં લાલચની વાત નથી કે વધુ પડતું બોલવાની વાત નથી. ક્રોધનો પ્રસંગ છે, નિમિત્ત છે અને વકીલ પણ બચાવ કરી શકે કે તમે ક્રોધ કર્યો તે કરવા જેવો હતો, તમે ગુનેગાર નથી. આવો ક્રોધ કરવાનો પ્રસંગ હોય છતાં ક્રોધ ન કરે તેને છ મહિનાના ઉપવાસનું ફળ મળે. આને કહેવાય છે સમતા.
“વદે ચક્રી તથાપિ ન મળે માન જો.” છ ખંડનો માલિક ચક્રવર્તી પોતાના મંત્રીઓ અને પોતાના ચરણમાં રહેલાં મહારાજાઓ સાથે મુનિનાં દર્શન કરવા જાય છે. મુનિ જંગલમાં એક વૃક્ષ નીચે નગ્ન અવસ્થામાં ધરતી ઉપર બેઠા છે, પોતાના સ્વરૂપમાં લીન છે. પોતાના સ્વભાવની રમણતામાં છે. પોતામાં કરેલા છે અને તે વખતે છ ખંડનો માલિક વંદન કરી કહે છે કે હું હસ્તિનાપુરનો સ્વામી છું. હે મુનિરાજ ! અમે અમારી સંપત્તિ સાથે આપને વંદન કરીએ છીએ. આવું સાંભળવા છતાં તેમના રૂંવાડે હલચલ થતી નથી. “વદે ચક્રી તથાપિ ન મળે માન જો.” ચક્રવર્તી વંદન કરે છતાં અહંકારનો ઊભરો ન આવે, આનું નામ સમતા. આ સમતા સાધારણ નથી. આવી સમતા જેનામાં હોય તેને ચોથો ગુણ ક્ષમા પ્રાપ્ત થાય.
દયા, શાંતિ અને સમતા ત્રણ બાબત વિચારી. હવે ચોથી બાબત ક્ષમા શરૂ થાય છે. મહાભારતનું એક વાક્ય છે. ક્ષમા ડાં રે યી, કુનઃશિરિષ્યતિા આ યુધ્ધની ભાષા. મહર્ષિ વ્યાસ બોલ્યા છે કે જેના હાથમાં ક્ષમા રૂપી ખડગ છે, તલવાર છે તેને ક્રોધરૂપી દુર્જન શું કરવાનો હતો? દ્વેષરૂપી દુર્જને શું કરવાનો હતો ? વેરભાવ રૂપી દુર્જન શું કરવાનો છે ? અહીં તો કહેવું છે કે ક્ષમારૂપી ખડગ જેની પાસે છે તેને ક્રોધ, વેરભાવ ન આવે, દ્વેષ ન આવે, તેનું ચિત્ત પરમ શાંત અવસ્થામાં હોય. કદાચ સમતા ધારણ કરે અને નિમિત્ત મળતાં આત્મામાં ખળભળાટ થાય. આ સ્પષ્ટતા કરવી જરૂરી છે. હું તમને સહેલો રસ્તો નથી બતાવતો. તમારામાં ખળભળાટ થાય અને કોઈ પૂછે કે આમ કેમ થયું ? તમે કહેવાના કે શું કરીએ? નિમિત્ત તેવું હતું. આવો બચાવ કરવાની વાત નથી. પણ નિમિત્ત મળતાં ક્રોધાદિ ભાવોનો ઉદય થાય, પોતે પ્રમાદમાં છે, અજ્ઞાનતામાં છે અને ગાફેલ છે તે વખતે અંદર જે ઘટના ઘટે છે એને કહેવાય છે ક્રોધ. ક્રોધ એમને એમ થતો નથી, નિમિત્ત મળતા ક્રોધાદિ ઉદયમાં આવે, તે વખતે જાગૃત રહે અને ક્રોધને શમાવે, શાંત કરે તેને કહેવાય છે ક્ષમા. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રમાં એક ગાથા કહી.
क्रोधवह्नस्तदह्नाय, शमनाय शुभात्मभिः । श्रयणीया क्षमैकैव, संयमारामसारणी: ।। (४/११)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org