________________
૩૭૬
પ્રવચન ક્રમાંક - ૧૧૦, ગાથા ક્યાંક-૧૩૮-૧ વિયા, વેદિયા, તેદિયા’ વનસ્પતિને દુઃખ આપ્યું, તેની સંવેદના થાય તેવું એક હૈયું છે અને જયારે બીજો લાખો જીવોની કતલ કરે છતાં કંઈ ન થાય તેવું પણ એક હૈયું છે. એ કઠોરતાના કારણે જગતમાં વ્યાકુળતા છે, મૂંઝવણ છે. વાતાવરણ ડહોળાયેલું છે, એટલા માટે ધર્મશાસ્ત્રો એમ કહે છે કે જીવને પ્રારંભ જો કરવો હશે તો હૃદયથી કરવો પડશે. બુદ્ધિથી નહિ, હૃદયને મુલાયમ, ભીનું અને કોમળ બનાવવું પડશે. આર્ટ્સ બનાવવું પડશે. જેમ માખણ પીગળી જાય તેમ બીજાનું દુઃખ જોઈને તેનું હૈયું પીગળી જાય, આવી અવસ્થા જેનામાં આવી છે તે એક અદ્દભુત પાત્ર છે અને જેનામાં આવી અવસ્થા આવી નથી તે પણ એક પાત્ર છે, તે વિરોધ કરે છે, ટીકા કરે છે અને તે કઠોર છે.
બીજો દુર્ગુણ અશાંતિ - કઠોર માણસ જીવનમાં કયારેય શાંતિ અનુભવી શકતો નથી. તે અશાંતિ જ કરે. કોઈ બોલ્યું તો ઊભરો આવ્યો. કોઈને સુખી જોયાં તો ઊભરો આવ્યો. કોઈની સંપત્તિ જોઈ ઊભરો આવ્યો. કોઈને મારી હાલતમાં જોયાં તો ઊભરો આવ્યો. આ બધા ઊભરા છે અને ઊભરો આપણને અશાંત કરે છે. આપણે મૂળમાં અશાંત નથી, પણ આપણે અશાંત બનીએ છીએ. પાણી તો પાણી જ છે. પાણી નિર્મળ છે પણ તે પાણીમાં પથ્થર નાખો અથવા ઢોર અંદર ઊતરે તો ડહોળાઈ જાય. ડહોળાયેલું પાણી પી ન શકાય. જેનું ચિત્ત ડહોળાયેલું છે એવું અશાંત મન, અશાંત ચિત્ત ધ્યાન કરી શકતું નથી. સમાધિમાં જઈ શકતું નથી, મંત્રજાપ કરી શકતું નથી. તત્ત્વ વિચાર કરી શકતું નથી. સાધના કે સ્વાધ્યાય કરી શકતું નથી. એ પ્રસન્ન રહી શકતો નથી અને પ્રકૃતિ સાથે તાલ પણ મેળવી શકતો નથી. બગીચામાં બેઠો છે પણ ખબર નથી કે હું કયાં બેઠો છું ? કોયલ ટહુકે છે, મોર નૃત્ય કરે છે પણ ધ્યાન નથી. કારણ? તે અંદરથી ડહોળાયેલો છે. આવો માણસ સાધના કરી શકતો નથી. આ અશાંત હોવું તે આપણી ભૂમિકા નથી. આપણી અવસ્થા નથી. એટલા માટે મહર્ષિ વ્યાસે બહુ તાત્વિક સૂત્ર આપ્યું કે ‘શાંતી ત: સુરમ્ તમે ભલે ગણત્રી કરાવો કે દશ રૂમનો ફલેટ મારી પાસે છે અને કરોડો રૂપિયાની મારી સંપત્તિ છે. શરીર તંદુરસ્ત છે. બહોળું મારું કુટુંબ છે. આ બધું હોવા છતાં અંદર બળતરા છે. શું કરશો તે પૈસાને? શું કરશો તે મહેલો અને સંપત્તિને? આવી બળતરા જેના અંદરમાં હશે તે સુખ ભોગવી નહિ શકે. ધર્મની સાધના કરવી તે સુખી માણસનું કામ છે. તમને ભ્રમણા છે કે ધર્મ તો દુઃખી હોય તે કરે. ખરેખર ધર્મ સુખી લોકો માટે છે કે સુખી લોકો દુઃખી ન થાય. સુખ ત્યાં છે, જયાં અશાંતિ ન હોય. અશાંતિના કારણે લોકો વ્યગ્ર બને છે, તેથી અશાંતિ દોષ છે.
ત્રીજો દોષ છે વિષમભાવ. વિષમભાવ તે મોટામાં મોટો દોષ છે. કંઢોમાં અટવાઈ જવું તે. ઉપનિષદ્ધાં કહ્યું છે કે કંદોને સહન કરવા, તેનું નામ તપ. તો સહનમા દ્વન્દ્ર એટલે પરસ્પર વિરોધી પરિબળો. આવા દ્વન્દ્રોની વચ્ચે પણ ચિત્તની સમતુલા રહે છે. વેપારી માલ આપે ત્યારે દાંડી વચ્ચે રહેવી જોઈએ. પલાં સરખાં રહેવા જોઈએ. ચિત્તની દાંડી વચ્ચોવચ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org