________________
૩૮૪
પ્રવચન ક્રમાંક - ૧૧૧, ગાથા ક્યાંક-૧૩૮-૨ યુધિષ્ઠિરનો રથ જમીનથી ચાર આંગળ ઊંચો ચાલે. કોઇએ પૂછ્યું કેમ? તેનું કારણ ધર્મરાજા સત્યનિષ્ઠ છે. આ સત્યનો પ્રભાવ છે. મહાભારતનું પ્રચંડ યુધ્ધ જયારે ચાલુ થયુ ત્યારે દ્રોણાચાર્ય ઘણા બળમાં આવ્યા અને પોતાના સામર્થ્યથી યુધ્ધની શરૂઆત કરી. હાહાકાર મચી ગયો. કોઇએ કહ્યું કે અશ્વત્થામા મરાયો છે. એવું જો કોઈ તેમને કહે તો તેમનું બળ ઓછું થઈ જાય. અશ્વત્થામા મરાયો એ વાત તેમના કાને આવી. પણ તેઓ કહે કે આ વાત જો ધર્મરાજા કહે તો જ સાચી માનું. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે એમ કહ્યું કે ધરતી ભાર સહન કરે છે અને આકાશને ટકવા માટે એક પણ થાંભલો નથી પણ સત્યના બળથી ટકે છે. સૂર્ય પ્રકાશ આપે છે, સત્યના બળથી. ચંદ્ર શીતળતા આપે છે સત્યના બળથી અને વરસાદ વરસે છે સત્યના બળથી. આ સત્યની પ્રતિષ્ઠા, સામર્થ્ય અને ઐશ્વર્ય છે. આવું છે સત્ય. શરીરમાં બે પરિબળો કામ કરે છે.
अमृतं चैव मृत्युश्च, द्वयं देहे प्रतिष्ठितम् ।
मोहादापद्यते मृत्यु:, सत्येनापद्यतेऽमृतम् ।। અમૃત તત્ત્વ અને મૃત્યુ આ બંને મનુષ્ય દેહમાં જ રહેલાં છે. મૃત્યુ એટલે સંસાર અને અમૃત તત્ત્વ એટલે આત્મ અનુભૂતિ. સંસારનો વિકાસ પણ આ દેહમાં થઈ શકે છે અને આત્માની અનુભૂતિ પણ આ દેહમાં થઈ શકે છે. મોહથી સંસારની વૃધ્ધિ થાય છે અને સત્યથી અમૃતની પ્રાપ્તિ થાય છે. એવી અમૃતની ઉપલબ્ધિ સત્ય દ્વારા થાય છે.
આ સત્યનું વર્ણન બે ભાગમાં કરવામાં આવ્યું છે. એક પારમાર્થિક સત્ય અને બીજું વ્યવહારિક સત્ય. જેવું જોયું, જાણ્યું, દેખાયું અને જેવી હકીકત બની તેવી જ બીજાને જણાવવી તે વ્યવહારિક સત્ય છે. તે મહત્ત્વનું છે પણ તે મૌલિક નથી. મૌલિક છે પારમાર્થિક સત્ય. પરમકૃપાળુ દેવે કહ્યું કે સાચામાં સાચી વસ્તુ જો કોઈ હોય તો આત્મા છે, પરમાત્મા છે. સાચામાં સાચી વસ્તુ કોઈ હોય તો ધર્મ છે. જ્ઞાની પુરુષોએ કહેલા તત્ત્વના સિધ્ધાંતો છે અને એ સિધ્ધાંતો જેમ છે તેમ સ્વીકારવા, માનવા અને અનુભવવા તે પારમાર્થિક સત્ય છે. જરા સમજવા કોશિશ કરજો. જયાં સુધી આત્મનિર્ણય ન થાય, હું આત્મા છું એવું લક્ષ્ય ન થાય ત્યાં સુધી જે કંઈ બોલ્યા તે ખોટું છે, સાચું નથી. અરે ! પારમાર્થિક સત્યના આધારે જ વ્યવહારિક સત્યની યાત્રા થાય છે. એટલા માટે શાસ્ત્રમાં કહ્યું છે કે મિથ્યાત્વી હોય તેનું બધું મિથ્યા-અસત્ય અને સમ્યગ્દર્શન જેમને પ્રાપ્ત થયું છે તેમનું બધું તે સમ્યક, સત્ય. સમ્યમ્ દષ્ટિ સવળો થયો છે અને મિથ્યાત્વી અવળો પડ્યો છે. અવળો હોવાનાં કારણે તે જે કંઈ બોલે, કરે તે સત્ય નથી. સમ્યગ્દષ્ટિ આત્મા જે કરે છે તે સત્ય છે. વ્યવહારથી જે સત્ય છે તે પણ જીવનમાં આવશ્યક છે, જરૂરી છે અને મહત્ત્વનું છે. પરંતુ પારમાર્થિક સત્ય વગર વ્યવહારિક સત્યનું બહુ મહત્ત્વ નથી. એટલા માટે ઉપનિષદમાં કહ્યું કે ઋતંભરા પ્રજ્ઞા, ઋત એટલે પરમ સત્ય, જે અતીન્દ્રિય છે, બુદ્ધિથી અગમ્ય છે અને મનની પેલે પાર છે,જે ઈન્દ્રિયોની મર્યાદામાં આવતું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org