________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૮૫ નથી અને શબ્દોથી પકડાતું નથી, એવું જે પારમાર્થિક પરમ સત્ય, તેને ધારણ કરનાર બુધ્ધિને પ્રજ્ઞા કહે છે. પ્રજ્ઞા સત્યને, પારમાર્થિક સત્યને ધારણ કરી શકે છે. આ પારમાર્થિક સત્યના આધાર ઉપર સત્યની ઇમારત ચણી શકાય છે.
વ્યવહારિક સત્યનો અર્થ એ છે કે જયારે જે પ્રકારની પરિસ્થિતિ હોય તેને કશું જ કર્યા વગર અર્થાત્ પોતાના આગ્રહો, માન્યતાઓ કશું ઉમેર્યા વગર જેમ છે તેમ સ્વીકારવું. શાસ્ત્રમાં કહ્યું છે કે માણસ અસત્ય બોલે છે તેનાં ચાર કારણો છે. કોહો વા, લોહા વા, ભયા વા અને હાસા વા. આ માગધી ભાષાનાં મધુર શબ્દો છે. ચાર કારણો એવાં છે જેનાથી માણસ અસત્ય જુઠું બોલે છે, તેમાં ક્રોધ પહેલું કારણ છે. ક્રોધમાં માણસ આવે ત્યારે સાચી વાત કરતો નથી અને જુઠી વાત કરી બેસે છે. ક્રોધના આવેશમાં માણસને ભાન રહેતું નથી. વિવેક રહેતો નથી. સમજણ રહેતી નથી અને ક્રોધમાં આવેલો માણસ વસ્તુસ્થિતિ એવી છે તેવી કહેતો નથી. જેવું છે તેવું ન કહેવું અને જેવું નથી તેવું કહેવું. આ ભૂલ માણસ ક્રોધમાં આવીને કરે છે. ક્રોધ એ અસત્ય બોલવાનું મુખ્ય કારણ છે. ખરેખર તો જેણે સાધના કરવી છે તેણે ક્રોધને શાંત કરવો પડશે. ક્રોધ અને અસત્ય બંનેને સંબંધ છે. ક્રોધના કારણે અસત્ય બોલે છે, આક્ષેપો મૂકે છે. ન ગમતી વાતો કરે છે, સામી વ્યકિત ઉપર કાદવ પણ ઉછાળે છે. આ બધું ક્રોધના કારણે થાય છે. જેને ક્રોધ ઊપર કાબૂ નથી તે સત્યની સાધના કરી શકતો નથી. ' લોહ વા એટલે લોભથી. લોભ હોય ત્યાં પણ અસત્ય બોલાય છે. માણસ વસ્તુને મેળવવા સાચાને ખોટું અને ખોટાને સાચું ઠરાવે છે. લોભના કારણે અસત્ય બોલે છે, અસત્યની મદદથી લોભની વૃત્તિ સંતુષ્ટ થાય છે. એટલા માટે મહત્ત્વની વાત કરી છે કે જેણે સત્યની સાધના કરવી છે તેણે લોભ ઉપર કાબૂ મેળવવો પડશે. આજે બે શબ્દો પ્રચલિત બન્યા છે. ભ્રષ્ટાચાર અને કૌભાંડ. રોજ પેપરમાં ભ્રષ્ટાચારની વાત જાણવા મળે છે. એક રાજકારણીને કોઈએ કહ્યું કે તમારા દીકરાએ બહું જ ખોટું કર્યું. પેલો કહે શું કર્યું? તો કહે કે પાંચ હજારનો ગોટાળો કર્યો. તેઓ કહે કે એ વાત તદ્દન ખોટી છે. મારો દીકરો આવું ન કરે અને કરે તો પાંચ કરોડનો કરે, પાંચ હજારનો ન કરે. કારણ કે તે ઘણો સમર્થ અને શકિતશાળી છે. કોણ કરાવે છે આ બધું ? આપણે જુઠું બોલવું ન હોય તો પણ એક દબાણ, એક પ્રેસર લોભના કારણે આવે છે કે માણસ અસત્ય બોલે છે. સત્ય બોલવાની સાધના સરળ છે. ન થાય તેવી નથી પણ ક્રોધ અને લોભ હશે તો સત્ય નહિ બોલાય. આખો વ્યાપાર અને વ્યવહાર લોભના કારણે અસત્ય બની ગયો છે. ધંધાના ક્ષેત્રમાં, માલના ક્ષેત્રમાં લોભ જ કામ કરતો હોય છે. તેના કારણે અસત્ય આચરે છે અને બોલે છે. મુમુક્ષુ આવું ન કરે. એ લાખો રૂપિયા જતા કરે, એ કહેશે કે લાખો રૂપિયા અસત્ય બોલીને મળતા હોય તો મારે નથી જોઇતા. આવા નિર્ણય અને હિંમત સાથે જીવે છે તે મુમુક્ષુ છે. હજી તે પરિપૂર્ણ બન્યો નથી. પૂર્ણ સમજણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org