________________
૩૮૬
પ્રવચન ક્રમાંક - ૧૧૧, ગાથા ક્રમાંક-૧૩૮-૨ એને પ્રાપ્ત થઈ નથી પણ એક વાત જરૂર મનમાં છે કે અસત્યથી મને દુનિયાની સંપત્તિ મળતી હોય તો પણ મારે જોઇતી નથી. સત્યને ખોઈને મારે કંઈ જ ન ખપે. જયારે આપણને તો થોડું પણ મળતું હોય અને સત્યને ખોવું પડે તો વાંધો નથી. પ્રબળ લોભના કારણે માણસ અસત્ય બોલે છે. ત્રીજું કારણ ભયા વા - ભયથી પણ માણસ જુઠું બોલે છે. માણસ ઉપર મૃત્યુનો ભય, અપયશનો ભય એમ જાતજાતના ભય હોય છે. એ ભયના કારણે અસત્ય બોલે છે. તો ક્રોધ, લોભ અને ભયથી પણ માણસ જુઠું બોલે છે.
ચોથી વાત હાસા વા ... માણસ હસવામાં પણ જુઠું બોલે છે. એ ગંભીરતાની ઊણપ છે. ન કહેવાનું એ કહી બેસે છે. લગ્નનાં ગીતો આના ઉપર રચાયેલા છે. તેમાં વાસ્તવિકતા હોતી નથી પણ હસાવવાના માટે અસત્ય બોલે છે. મઝાક કરે છે. લોકો ગાય છે અને સાંભળવાવાળા ડોલે છે પણ એમને ખબર નથી પડી કે આ લોકો ગપ્પાં મારે છે.
આ ચાર કારણો જે દૂર કરે અને નિર્ણય કરે કે મારે અસત્ય બોલવું નથી, તો તેને વ્યવહારિક સત્યના પાલનથી પારમાર્થિક સત્ય તરફ જવાની ભૂમિકા ઊભી થાય. પારમાર્થિક સત્ય એટલે જ્ઞાની પુરુષે કહ્યું છે તે રીતે અતીન્દ્રિય તત્ત્વનો સંપૂર્ણ સ્વીકાર. ક્રોધથી, ભયથી, હાસ્યથી અને લોભથી જે જુઠું ન બોલે તે વ્યવહારિક સત્ય છે. બંને સત્યો મુમુક્ષુના જીવનમાં હોય. મુમુક્ષુ સત્યનિષ્ઠ છે. એટલા માટે ગાંધીજી કહેતા હતા કે સત્ય અને અહિંસાના ભોગે મને સ્વતંત્રતા મળતી હોય અને રાજય મળતું હોય તો પણ મારે જોઈતું નથી. હું અસત્ય અને હિંસામાં રાજી નથી. સત્ય અને પ્રેમની નિષ્ઠા જેના જીવનમાં છે તે મુમુક્ષુ છે. આવો મુમુક્ષુ શુધ્ધ આચરણ કરે છે, સાચું બોલે છે, સાચું વિચારે છે, સાચી વાત કરે છે અને સાચી સમજણ આપે છે. કોઈને ખોટા માર્ગે દોરતો નથી. આવા કામો કદી પણ કરતો નથી તેથી તે સત્યનિષ્ઠ છે. - આ પાંચ મુદ્દાઓ વ્યવહારિક છે અને છેલ્લા બે મુદ્દા પારમાર્થિક છે. જેને મુમુક્ષતા પ્રાપ્ત થઈ છે તેની સામે એક લક્ષ આવ્યું છે, એક ઉદ્દેશ આવ્યો છે. તેને કોઈ હિસાબે આંતરિક અનુભૂતિ કરવી છે. તે અનુભૂતિમાં જે જે બાધક તત્ત્વો છે તેને છોડવા તૈયાર છે. શાસ્ત્રોએ કહ્યું કે પારમાર્થિક અનુભૂતિમાં જે બાધક બનતા હોય, અવરોધરૂપ થતા હોય એવા જે પદાર્થો અને સંયોગો છોડવા તેને કહેવાય છે ત્યાગ. ત્યાગ એટલે છોડવું, પણ શું છોડવું તે આપણને સમજણ નથી. પારમાર્થિક અનુભવ કરવા જતાં જે પરિબળો અવરોધ કરતાં હોય, બાધક બનતાં હોય તેને છોડવાની તૈયારી તે ત્યાગની ભાવના છે. શું બાધક છે ? આખો સંસાર બાધક છે. જગતના પદાર્થો અને વસ્તુઓ બાધક છે. તેના કારણે વિકલ્પો થાય છે, વિભાવો થાય છે, તેના કારણે ચિત્ત ડહોળાય છે, તેના કારણે કર્મબંધ થાય છે, તેના કારણે વ્યાકુળતા થાય છે. પારમાર્થિક અનુભૂતિ કરવા માટે જે કંઈપણ વચમાં આવતું હોય તે છોડવા માટેનું સાહસ તે ત્યાગ. ત્યાગ કહેવા કરતાં આત્માથી ભિન્ન જે કંઈપણ છે તે પદાર્થોની સાથે પોતાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org