________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૫૭
કરી, તત્ત્વની પ્રાપ્તિ કરવી તે છે. બુદ્ધિ આટાપાટાના ખેલ કરવા માટે નથી. કોઇને વેતરવા માટે નથી. બુદ્ધિ તો ઘણા ખેલ કરે છે અને આપણે જે દુઃખી થયા છીએ તે બુદ્ધિના ખેલને કારણે થયા છીએ. એ બુદ્ધિને તત્ત્વવિચાર, તત્ત્વજ્ઞાન અને તત્ત્વનિર્ણય તરફ વાળવી છે. વ્યવહારમાં ઓછી બુદ્ધિ ચાલશે પણ પરમાર્થમાં ઓછી બુદ્ધિ નહિ ચાલે. તમારી માન્યતા જુદી છે કે વ્યવહારમાં ઉચ્ચ કક્ષાની બુદ્ધિમત્તા જોઇએ, અને પરમાર્થમાં ઉપલો માળ ખાલી હોય તો ચાલે, આ માન્યતામાંથી બહાર આવજો. ઉપલો માળ ખાલી નહિ ચાલે, તીવ્રતમ બુદ્ધિમત્તા જોઇશે. હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું
सूक्ष्मबुद्धया सदा ज्ञेयो, धर्मो धर्मार्थिभिर्नरैः । अन्यथा धर्मबुद्धयैव, तद्विघात: प्रसज्यते ॥
જેને અધ્યાત્મની અને પરમાર્થની સાધના કરવી છે તેણે સ્થૂળ બુધ્ધિથી નહિ, પણ સૂક્ષ્મ બુદ્ધિથી તત્ત્વ જાણવું પડશે. બુદ્ધિને સૂક્ષ્મ કરવી પડશે. ઝીણામાં ઝીણી વસ્તુ પકડવી હોય તો મોટો સાણસો કામમાં ન આવે પણ ત્યાં ઝીણું સાધન જોઇએ. જગતમાં ઝીણામાં ઝીણો તો આત્મા છે. તેને પકડવા સ્થૂલ નહિ પણ સૂક્ષ્મ બુદ્ધિ જોઇએ. એવી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા તમે પરમાર્થને જાણો, વિચારો, સમજો અને પરમાર્થનો નિર્ણય કરો. ‘આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત, જેથી કેવળ પામિયે મોક્ષપંથ એ રીત’ફરીથી આ ગાથાનો ઉચ્ચાર કરીએ અને ઉચ્ચાર વખતે ખ્યાલમાં રાખીએ કે કયા કયા શબ્દો કયાંથી છૂટા પાડવા. ‘આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત' આટલો ભાગ જોઇએ. જૈનદર્શનના સારરૂપનિચોડરૂપ આ ગાથા છે. આના ઉપર આખું જૈનદર્શન ઊભું છે. આ ગાથામાં હજારો શાસ્ત્રો સમાયાં છે. વાત મોક્ષની છે. પરંતુ મોક્ષ થાય કોનો ? કેવી રીતે થાય ? શું કરવાથી થાય ? અને તે કરવા માટે શું કરવું પડે ? આ મદ્દાઓ સમગ્ર જૈનદર્શનના પાયામાં છે. સાધનાની વાત જ્યારે કરીએ છીએ ત્યારે આત્મા વિષે જે ભ્રમણાઓ છે, તેની વાત કૃપાળુદેવ કરે છે.
સર્વાભાસ – સર્વપ્રકારનાં જે આભાસો છે એનાથી રહિત. સ્થૂળ પણ આભાસો અને પર્યાયાર્થિક નયથી આત્મામાં વર્તમાન અવસ્થામાં જે કંઇપણ દેખાય છે તે પણ આભાસ. એ બધા આભાસોથી અને ભ્રમણાઓથી આત્માને જુદો પાડવો પડશે. પર્યાયાર્થિક નયથી આત્મામાં વર્તમાનમાં જે વિભાવો વિકારો દેખાય છે, રાગદ્વેષ દેખાય છે, કષાયો દેખાય છે અથવા વિપરીત ભાવો દેખાય છે, તે દેખાતા હોવા છતાં, અંદર હાજર હોવા છતાં, આત્મામાં ઘટતા હોવા છતાં, આત્મામાં વેદાતા હોવા છતાં, અને આત્માના ક્ષેત્ર ઉપર આ ફૂલતા ફાલતા હોવા છતાં, તે બધાથી આત્મા જુદો છે. તેની હાજરી હોવા છતાં આત્મા તેનાથી જુદો છે. સમજવા પ્રયત્ન કરજો. જે વખતે રાગ અંદર દેખાય છે, આસક્તિ છે, રાગનો ભાવ છે, રાગની તીવ્રતા છે, રાગનો વિકાર ઊઠે છે તે વખતે પણ રાગથી આત્મા જુદો છે તેમ જ્ઞાની પુરુષ કહે છે. જે વખતે રાગ દેખાય તે વખતે રાગથી આત્મા જુદો છે, તું રાગને જોવે છે પણ તું રાગથી જુદો આત્મા છે, તેને કેમ નથી જોતો ? જે વખતે રાગ છે તે વખતે રાગની હાજરીમાં, રાગથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org