________________
૫૬
પ્રવચન ક્રમાંક – ૭૨, ગાથા ક્રમાંક-૧૦૧
પ્રવચન ક્રમાંક - ૭૨
ગાથા કમાંક - ૧૦૧
આત્માનું સ્વરૂપ
આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત;
જેથી કેવળ પામિયે, મોક્ષપંથ તે રીત. (૧૦૧) “સતુ” એટલે “અવિનાશી', અને “ચૈતન્યમય' એટલે “સર્વ ભાવને પ્રકાશવારૂપ સ્વભાવમય' “અન્ય સર્વ વિભાવ અને દેહાદિ સંયોગના આભાસથી રહિત એવો”, “કેવળ' એટલે “શુદ્ધ આત્મા’ પામીએ તેમ પ્રવર્તાય તે મોક્ષમાર્ગ છે. (૧૦૧)
અહીં આ ગાથાથી મહત્ત્વનો વળાંક આવે છે. અત્યાર સુધી દાર્શનિક ચર્ચા થઈ, તત્ત્વજ્ઞાનની ચર્ચા થઇ, પદાર્થ વિજ્ઞાનની, અધ્યાત્મ પદાર્થ વિજ્ઞાનની ચર્ચા થઈ. આંતરિક તત્ત્વની વાત કરી જેમ કે આત્મા છે, નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, કર્મનો ભોક્તા છે, મોક્ષ છે વિગેરે આ પારમાર્થિક દાર્શનિક ચર્ચા થઈ. હવે ૧૦૧ ગાથાથી જે ચર્ચાનો પ્રારંભ થાય છે તે સમગ્ર જૈનદર્શનની સાધના છે. સમગ્ર જૈનદર્શનના વિવિધ અંગોને સંકલિત કરીને એક કેન્દ્ર ઉપર સમગ્ર સાધનાને પ્રગટ કરવી એવો અલૌકિક દૃષ્ટિકોણ આ ગાથાઓમાં જણાવેલ છે.
આ ૧૦૧થી ૧૪૨ સુધીની ગાથાઓમાં અલગ અલગ દૃષ્ટિકોણથી વાત કરી છે. સાધક કેવી સાધના કરે, તેને કયા કયા પ્રત્યાઘાતો થાય છે? કેવી કેવી ભ્રમણાઓ થાય છે ? આટલું બધું સાંભળ્યા પછી પણ કેવી કેવી મિથ્યા માન્યતા હોય છે? કેવા આગ્રહો હોય છે ? કેવા હઠાગ્રહો હોય છે અને સાધનની બાબતમાં કેટલાં જુદાં જુદા મતભેદો હોય છે, અને એ બધાને કારણે સાધક કેવો અટવાતો જાય છે? તેને વૈરાગ્ય પ્રાપ્ત થયો, તેણે સંસાર છોડ્યો, પદાર્થોને અનિત્ય જાણ્યા, સંસારનો ત્યાગ કરી મુનિપણાનો સ્વીકાર કર્યો. આ બધું કરવા છતાં, આગ્રહ તેમાંથી ગયો નથી. મત અને માન્યતા ગઈ નથી, એ અટકાવે છે, અવરોધ કરે છે, પ્રતિબંધ કરે છે અને તેના કારણે સાધક અટકે છે. મોક્ષ મેળવવો સહેલો નથી તેમ કઠિન પણ નથી. મોક્ષ મેળવવો સહેલો છે પણ માન્યતાઓ છોડવી કઠિન છે. તેના જ કારણે માનવ જુદી જુદી માન્યતા અને અભિપ્રાયને કારણે એ સાધક ન રહેતાં અટવાઈ જાય છે.
બહુ શાંતિથી, ધીરજથી, હવેની બે ગાથાઓ અત્યંત તન્મયતાપૂર્વક સમજવા પ્રયત્ન કરજો. જેટલા ઊંડાણમાં જવાય, જેટલી ડૂબકી મારી શકાય, જેટલું તન્મય થવાય, જેટલું તરૂપ થવાય, જેટલી ગહનતા અને એકાગ્રતામાં જવાય તેટલો માનસિક અથાગ પુરુષાર્થ કરજો. આખી ગાથાનો એક એક શબ્દ સમજવા પ્રયત્ન કરજો. તમે ઘણા બુદ્ધિશાળી છો, મોટા ઉદ્યોગપતિ છો અને કરોડો રૂપિયાની હેરફેર કરનારાઓ છો. તમારામાં બુદ્ધિ ઓછી નથી પણ એ સમગ્ર બુદ્ધિ આ એક જ કામ માટે વાપરજો. આચાર્યોએ કહ્યું છે કે બુદ્ધિનું ફળ તત્ત્વ વિચારણા છે. તત્ત્વનિશ્ચય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org