________________
૫૮
પ્રવચન ક્રમાંક – ૭૨, ગાથા માંક-૧૦૧ જુદા આત્માને જોવો તે દર્શનની કળા છે. જ્યાં સુધી રાગથી જુદા આત્માને રાગની હાજરીમાં તમે નહિ જોઈ શકો ત્યાં સુધી રાગથી આત્માને જુદો પાડી નહિ શકો. જુદો જે પાડવો છે તે આત્માને પાડવો નથી, જ્ઞાનને પાડવું નથી, જુદો જે પાડવો છે તે રાગને પાડવો છે. રાગ જુદો જો ન હોય તો રાગને જુદો પાડી ન શકાય. સોની સોના ઉપર જ્યારે કામ કરે છે ત્યારે સોનું બચાવી લે છે, પરંતુ સોનામાં જે ભળ્યું છે તેને કાઢવા માટે તેજાબ અને અગ્નિનો ઉપયોગ કરે છે. બધી જ મથામણ સોનામાં જે ભળ્યું છે તેને કાઢવા માટે છે. દાગીનામાં જ્યારે અન્ય દ્રવ્ય ભળેલાં હોય ત્યારે પણ સોની સોનું અને અન્ય દ્રવ્ય તે બન્નેને જુદાં જોઈ શકે છે. તે જુદા જોતો હશે તો જુદા પાડી શકાય.
શાસ્ત્રો એમ કહે છે કે આત્મા અને રાગ અનંત કાળથી જુદાં છે અને સાથે પણ છે. તે માટે બે શબ્દો સમજી લેવા જેવા છે. એક શબ્દ છે સ્વભાવ અને બીજો શબ્દ છે વિભાવ. વિભાવનો બીજો અર્થ છે સંસ્કાર. સ્વભાવ ત્રણે કાળ છે. સ્વભાવ બહારથી આવે નહિ. સ્વભાવ બદલાવી શકાય નહિ. સ્વભાવને ટાળી ન શકાય, એને દૂર પણ કરી શકાય નહિ. સ્વભાવનો નાશ પણ કરી શકાય નહિ. સ્વભાવ અનાદિથી છે. તેની આદિ નથી, તેનો અંત પણ નથી. કયારે ગોળ ગળ્યો ન હતો ? અને કયારે ગોળ ગળ્યો નહિ હોય ? તમે એમ તો નહિ કહી શકો કે “ગોળ સો વર્ષ પહેલાં ગળ્યો ન હતો. આજે ગળ્યો છે અને અમુક વર્ષ પછી કડવો થઈ જશે, ગોળ ત્રણે કાળ ગળ્યો જ છે અને ગળપણ તે તેનો સ્વભાવ છે. સ્વભાવ વગર વસ્તુ રહી શકતી નથી. પોતાના સ્વભાવને ખોવાની, ટાળવાની કે સ્વભાવ રહિત થવાની કોઈ વ્યવસ્થા નથી. કોઈ એવી ઘટના ઘટતી નથી કે સ્વભાવ રહિત થઈ શકાય. તમારા ખ્યાલમાં લાવવા પ્રયત્ન કરજો. સ્વભાવરહિત થઈ શકાય નહિ. તમારો સ્વભાવ જ્ઞાન છે, તો જ્ઞાન રહિત થઈ નહિ શકો. નિગોદમાં હો તો પણ જ્ઞાન રહિત નહિ થઈ શકાય અને ૧૩માં ગુણસ્થાને પણ જ્ઞાન રહિત ન થઈ શકાય. ચોથા ગુણસ્થાને હો કે સિદ્ધ અવસ્થામાં હો, પણ જ્ઞાનરહિત નહિ થઈ શકાય. સિધ્ધ અવસ્થા પ્રાપ્ત કર્યા પછી અનંત અનંત કાળ રહો તો પણ જ્ઞાનરહિત નહિ થઈ શકાય કારણ એ સ્વભાવ છે. સ્વભાવ પ્રાપ્ત કરાતો નથી. તેમાં અનુગ્રહ કે કૃપા કામમાં નહિ આવે. સ્વભાવ તો છે જ, સ્વભાવ હોય જ. સ્વભાવ વગર વસ્તુ કે દ્રવ્ય ન હોય. એ તેનું બંધારણ છે. પ્રત્યેક પદાર્થ સ્વભાવને લઈને ટકે છે અને જીવે છે.
અનંતકાળથી સ્વભાવ છે, સ્વભાવ અનંતકાળ રહેવાનો છે પરંતુ સ્વભાવની સાથે જે આ સંસ્કાર પડે છે તે અનંતકાળ રહે તેમ નથી. ક્રોધ એ સંસ્કાર છે. રાગ સંસ્કાર છે. દ્વેષ સંસ્કાર, હિંસા સંસ્કાર, વાસના સંસ્કાર, કામવાસના એ પણ સંસ્કાર ને અહંકાર એ પણ સંસ્કાર છે. આ સંસ્કાર અનાદિકાળથી છે પણ અનંતકાળ સુધી રહેતા નથી. જ્યાં સુધી તમારી કૃપા હશે ત્યાં સુધી રહેશે. તમે કહેશો કે રહો તો રહે. મહેમાનને તમે રોક્યા છે, મહેમાન તો જવા તૈયાર છે. રાગ દ્વેષને તમે રોકયા છે, તેઓ જવા તૈયાર છે. ક્રોધને તમે રોક્યો છે, ક્રોધ તો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org