________________
૧૭૮
પ્રવચન ક્રમાંક – ૮૫, ગાથા ક્રમાંક-૧૧૧ તું કેમ લક્ષમાં લેતો નથી. શું લક્ષમાં લેવાનું ? “સહજ સ્વભાવ'. ચૈતન્યનો સ્વભાવ સહજ છે. આત્માનું સ્વરૂપ સહજ છે, ઘાટ ઘડવાના નથી. મોરના પીંછા રંગવાના નથી તેમ આત્માનો સ્વભાવ ઘડવાનો નથી. “લખે નહિ અપનો સહજ સ્વભાવને તું લક્ષમાં કેમ લેતો નથી? આવું કેમ થયું ? “પડીયો મોહ કે દાવમેં ' મોહના દાવમાં, કુંડાળામાં આવી ગયો છે. આ વૃત્તિ આજે કુંડાળામાં છે. આ જે આત્માની પરિણતિ, રુચિ, જ્ઞાનની ધારા વહે તો છે પણ પરભાવમાં.
પરભાવમાં વહેતી પોતાની જ્ઞાનની ધારાને નિજ ભાવ તરફ વાળવી. એ વળી ગયેલી અવસ્થાને પરમાર્થે સમકિત કહે છે. આમાં સાથે કશું રાખશો નહિ, કયો માર્ગ તમારો? કયું શાસ્ત્ર તમારું? ક્યા કપડાં પહેરો છો ? અને કયો વેશ પહેરો છો ? જાતિ વેશનો ભેદ નહિ. કોઈ વળગાડ જ નહીં. હવે નવો શબ્દ નીકળ્યો છે વાળા. આ વાળા ને વાડા છોડવા પડશે. “વૃત્તિ વહે નિજ ભાવમાં આ સૌથી મોટી આધ્યાત્મિક ઘટના છે. જ્ઞાનની ધારા જે સતત પરભાવમાં વહી રહી છે, તેને ઊલટી કરીએ. કબીરજીએ કહ્યું, “ઊલટ ચલો, પહોંચ ગયે ! દેખતે રહે વો રહ ગયે.' આ ઊલટ ચલો એટલે જે વૃત્તિ પરભાવમાં જાય છે તેને ઊલટાવો. પ્રચંડ પુરુષાર્થ ઉલટાવવામાં જોઈએ. એક સાધુ મહારાજને પૂછ્યું કે દીક્ષા લીધાને કેટલાં વર્ષ થયાં ? તો કહે છત્રીસ વર્ષ થયાં. છત્રીસ વર્ષમાં શું કર્યું ? પંચિંદિય સંવરણો ચાલુ છે. તમે સમજ્યા કંઈ ? પાંચે ઈન્દ્રિયોને વિષય તરફ જતી રોકવી આ કામ છત્રીશ વર્ષથી ચાલુ છે પરંતુ હજુ સંવરણો થયું નથી. શંકરાચાર્યજીએ કહ્યું, વરિ ગત : તામવિજા: ઉંમર ગઈ પછી કામવિકાર કેવો ? એક એંશી વર્ષનો માણસ તેના ગુરુને કહેતો હતો કે મારા માથામાં એકલી સ્ત્રીઓ જ ભરી છે. એશી વર્ષની ઉંમરે તું આવી વાત કરે છે ? ભગવાન જ્યારે ભજીશ ? હજુ ઈન્દ્રિયો, વિષયો તરફ!' પંચિંદિય સંવરણો’ હજુ પહોચ્યા નથી. તારી વૃત્તિને અંદર વાળ.
“વૃત્તિ વહે નિજ ભાવમાં' આ કઈ રીતે થાય ? શું પ્રક્રિયા છે એની ? શું રીત અને પદ્ધતિ છે ? તેના માટે આપણે થોડા સૂત્રો જોઈએ.
પહેલું સૂત્ર – “વર્તે નિજ સ્વભાવનો અનુભવ' ઇન પ્રેઝન્ટ વર્તમાનકાળ છે, ભૂતકાળ નથી. વર્તે-વહે છે. વર્તમાનમાં અનુભવ કરી રહ્યો છે. શેનો ? નિજ સ્વભાવનો. તે માટે (૧) યથાપ્રવૃત્તિકરણ' એટલે તીવ્ર વૈરાગ્યનો પરિણામ, આ પહેલી ઘટના. (૨) અપૂર્વકરણ એટલે ગ્રંથિ સુધી આવીને ગ્રંથિને ભેદવા પુરુષાર્થ કરે અને ગ્રંથિભેદ પછી (૩) અનિવૃત્તિકરણમાં
જ્યારે દાખલ થાય ત્યારે વચમાં અંતરકરણની પ્રક્રિયા થાય, પછી અંતરકરણમાં પ્રવેશ કરે ત્યારે દર્શનમોહનીય અને અનંતાનુબંધીના ચાર કષાય આ પંચક એટલે પાંચે પાંચ પ્રકૃતિનો બિલકુલ ઉપશમ થઈ ગયો હોય, એક પણ દલિક કામ કરતું ન હોય. દલિકો સત્તામાં પડ્યા છે પણ તે સક્રિય નથી. કશું કરતાં નથી. એવો પ્રચંડ પુરુષાર્થ થયો કે દર્શનમોહનીયનો આખો જથ્થો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org