________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૭૯ સામે પડ્યો છે ખરો, પણ કશું કરતો નથી. એ કરતો નથી એવો જે અંતરકરણનો કાળ અને આ બાજુમાં ચૈતન્યની જાગૃતિ થઈ, પાંચ પ્રકૃતિ કામ કરી ન શકે એવી સ્થિતિમાં મૂકાઈ ગયો, એવી અવસ્થામાં નિજ સ્વભાવનો અનુભવ થાય. જરા ધીરજથી સમજજો. આ કશી સાધના, ક્રિયા કે પ્રક્રિયા નથી. કોઈ સાધન નથી. બધી સાધનાઓ શાંત, બધી ક્રિયાઓ શાંત, બધા વમળો શાંત, બધું શાંત. દર્શનમોહનો આખો જથ્થો અક્રિય-શાંત એવો પિરિયડ અને બીજી બાજુમાં સજગતા છે, જાગૃતિ છે. તે વખતે મોહ પણ શાંત. કષાયો પણ શાંત અને વિકારો પણ શાંત, આ બધા શાંત. પરભાવમાં જે જ્ઞાન રોકાયેલું હતું તે ત્યાંથી છૂટું કરીને આખો જ્ઞાનનો જથ્થો સ્વભાવ તરફ વળ્યો. જાણે જગત કે સંસાર છે જ નહિ. અહંકાર છે જ નહિ, શબ્દો છે જ નહિ. માત્ર નિજ સ્વભાવ. આવો જે નિજ સ્વભાવ, તેમાં વર્તવું, તેને પરમકૃપાળુદેવ સમકિત કહે છે. આ એક ઘટના છે.
અંબાલાલભાઈએ ટીપ્પણી લખી છે, આત્મસ્વભાવનો જે અનુભવ,લક્ષ અને પ્રતીત વર્તે છે, તથા વૃત્તિ આત્માના સ્વભાવમાં વહે છે. ત્યાં પરમાર્થે સમક્તિ છે. આથી વધારે ટીપ્પણી અંબાલાલભાઈ લખી શક્યા નથી પણ ટીપ્પણીને આધારભૂત બનાવી શકાય. અહીં મુખ્યત્વે પરમાર્થ સમકિત એટલે નિશ્ચય સમકિતની વાત છે. વૃત્તિ વહે નિજ ભાવમાં અને નિજ સ્વભાવનો અનુભવ આ આંતરિક પ્રક્રિયા છે. દર્શનમોહનો ટોટલ જથ્થો ૭૦ ક્રોડા ક્રોડી સાગરોપમનો હતો તેમાંથી ૬૦ ક્રોડા ક્રોડી સાગરોપમ રદ કરી નાખે છે. આ કર્મગ્રંથની પરિભાષા છે. હવે રહ્યો એક ક્રોડા ક્રોડી સાગરોપમનો જથ્થો, તેમાંથી પણ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઓછો કર્યો અને તે પણ સક્રિય ન રહે. હાજર છે પણ સક્રિય નથી, એકશન નહિ. એ જે અવકાશ થયો તેમાં જે અનુભવ થયો તે નિજ સ્વભાવનો અનુભવ પોતાના નિજ સ્વભાવમાં વર્તે, અનુભવ કરે' એ ધ્યાન. અનંતકાળમાં પોતે આત્મા હોવા છતાં પોતાનો અનુભવ પોતાને થયો નથી અને એવો અનુભવ દર્શન મોહનીય શાંત થતાં થયો. વર્તે નિજ સ્વભાવનો અનુભવ એ ઘટના અંદર ઘટી. ઘટના અંદર ઘટે છે. કઈ ઘટના ? ચિત્ર સ્પષ્ટ કરજો. બુદ્ધિના જે વાંધા સાંધા છે તે કાઢી નાખો ને બુદ્ધિને કહો કે જરા જ. - નિજ સ્વભાવ જે સહજ સ્વભાવ છે તે પોતાના સહજ સ્વભાવનો અનુભવ વર્તે છે. તે અનુભવમાં શબ્દો, શાસ્ત્રો, મંત્રો કંઈ જ નથી, માત્ર નિજ સ્વભાવ. સમજાય તો સમજવા કોશિશ કરજો. સમ્યગ્ દર્શનમાં એનું જે જ્ઞાન છે, તે જ્ઞાનનું શેય નિજસ્વભાવ છે, પર પદાર્થ નથી. હું શું બોલ્યો ? આ ઘટના જ્યારે ઘટે છે ત્યારે તેના જ્ઞાનનું શેય નિજસ્વભાવ છે. કોઈ પૂછે કે શું જાણો છો ? ત્યારે તમે એમ કહો કે ઘણું જાણીએ છીએ, આ ઘણું જાણીએ છીએ એ ઉપાધિ છે. જ્યારે તમે એમ કહો કે અમે નિજ સ્વભાવ સિવાય કંઈ જાણતા નથી, તો સમક્તિ. અત્યારે તો તમે નિજ સ્વભાવ સિવાય ઘણું જાણો છો. અહીં માહિતી, જાણકારી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org