________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૭૭
અનુભવ. (૨) વર્તે નિજ સ્વભાવનો લક્ષ (૩) વર્તે નિજ સ્વભાવની પ્રતીત. (૪) વૃત્તિ વહે નિજ ભાવમાં, તો પરમાર્થે સમક્તિ. આ ચાર કટકા મળીને ગાથા છે. આ ઘટનાની સમાપ્તિમાં ‘વૃત્તિ વહે નિજ ભાવમાં.' લગ્ન પતી ગયા કયારે કહેશો ? હસ્તમેળાપ થાય ત્યારે. વૃત્તિ વહે નિજ ભાવમાં એ હસ્તમેળાપ. પૂછો કયારે મોક્ષ મળશે ? વૃત્તિ વહે નિજ ભાવમાં. ધ્યાન કોને કહેવાય ? તો વૃત્તિ વહે નિજ ભાવમાં. સાધના કોને કહેવાય ? ધર્મ કોને કહેવાય ? સામાયિક કોને કહેવાય ? પરમાર્થ કોને કહેવાય ? તો બધાનો જવાબ એક જ છે કે વૃત્તિ વહે નિજ ભાવમાં. આ મોટામાં મોટી ઘટના છે. વૃત્તિ એટલે અંદરની ધારા, વૃત્તિ એટલે પરિણતિ, વૃત્તિ એટલે ચેતનાની ધારા, વૃત્તિ એટલે રુચિ, વૃત્તિ એટલે તીવ્રતા, વૃત્તિ એટલે જ્ઞાન. વૃત્તિ શબ્દ સાંખ્યદર્શનનો પણ છે. યોગનો પણ શબ્દ છે. ‘યોગશ્ચિત્તવૃત્તિનિોધ: I' ચિત્તવૃત્તિનો નિરોધ તેનું નામ યોગ એમ કહ્યું. પરમકૃપાળુદેવે અહીં આત્માની પરિણતિના અર્થમાં વૃત્તિ શબ્દ મૂકયો છે. વૃત્તિ એટલે જ્ઞાનની ધારા, આંતરિક ધારા, ચેતનાની ધારા.
ભાગવતમાં એક સરળ વાત કરી છે. ભગવાન શ્રીકૃષ્ણની પ્રાપ્તિ રાધાને થઇ. રાધાએ શું કર્યું? જે ધારા હતી તે ઉલટાવી નાખી. ધારા શબ્દ લખી ઉલટાવી નાખજો તો રાધા થશે. ધારાને ઉલટાવાની છે. આ કરવામાં અનંતકાળ ગયો. પરમકૃપાળુદેવે કહ્યું છે ને કે અનંતકાળથી આથડચો, વિના ભાન ભગવાન
સેવ્યા નહિ ગુરુસંતને, મૂકહ્યું નહિ અભિમાન.
જ્ઞાનની ધારા તો છે પણ બહાર તરફ જાય છે, એને અંદર વાળવી છે. તેને વાળવા પ્રચંડ પુરુષાર્થ જોઇશે. કોઈ પૂછે કે તમે સાધના કરો છો એટલે શું કરો છો ? હજારો પ્રકારની સાધના કરતાં હો પણ એટલું જ કહેજો કે બહાર જતી ધારાને અંદરમાં વાળવા માટે મથામણ કરીએ છીએ. કેટલાં વર્ષો થઇ ગયાં પણ ધારા બહાર જ જાય છે.
વારો રે કોઇ પરઘર રમવાનો ઢાળ, પરઘર રમતાં જુઠ્ઠા બોલી થઇ, દે છે ધણીને આળ, વારો રે કોઇ પરઘર રમવાનો ઢાળ. આનંદઘનજીએ સંતોને નોતરું મોકલ્યું કે કોઇ આવોને ! ‘વારો રે કોઇ.' આ પરધર રમવાનો ઢાળ પડી ગયો છે. ઢાળ ગુજરાતી શબ્દ છે. ઢાળ ઉપર સાયકલ ચાલે તો પેડલ ન મારવું પડે, એની મેળે ચાલે, તેમ પરભાવમાં જવું આપણે માટે સડસડાટ છે-મંદિરમાં ઊભા ઊભા પ્રાર્થના કરીએ છીએ કે ‘દર્શનં દેવદેવસ્ય' પણ મનમાં થતું હોય કે શેરનું શું થયું? અરે ! કયાં પહોંચી ગયો ? તકલીફ નથી, એમાં ઢળી શકે છે. આ મારી વૃત્તિને, મારી પરિણતિને પર તરફ જવાની જે ટેવ પડી ગઇ છે તેને કોઇ રોકો. મને મદદની જરૂર છે. યશોવિજયજી મહારાજ જરા જુદા અર્થમાં કહે છે કે ‘જીવ લાગી રહ્યો પરભાવમેં, સહજ સ્વભાવ લખે નહિ અપનો' પોતાનો જે સહજ સ્વભાવ છે તે લક્ષમાં લેતો નથી. બાપ જેમ દીકરાને કહે છે તેમ જ્ઞાની પુરુષ આપણને કહે છે કે અલ્યા ! અમે આટલું કહીએ છીએ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org