________________
૧૭૬
પ્રવચન ક્રમાંક - ૮૫, ગાથા ક્રમાંક-૧૧૧ જવો. કાયમ માટે ફેંસલો થઈ જવો. આ બધાનો આધાર એક માત્ર સમ્ય દર્શન.
આ ગાથાથી સમ્યગ્દર્શનનું મૌલિક સ્વરૂપ વિચારવાનો પ્રારંભ થાય છે. સમ્યગ્દર્શન આપવા લેવાની ચીજ નથી. સમ્યગ્રદર્શન ગાંઠિયાનું પડીકું નથી કે લો તમને આપ્યું. આજે તો તેની જાહેરાત પણ થાય છે કે આટલાને સમક્તિ આપ્યું. બીજા બધા ખેલ કરો પણ આ ખેલ રહેવા દો. સમ્યગ્દર્શન આવું હોઈ શકે નહિ. સમ્યગદર્શનની ઘટના ઘટે ત્યારે હાજર તત્ત્વ સદ્ગુરુ છે. શાસ્ત્રો પણ તે વખતે હાજર નથી. શાસ્ત્રોએ પહેલાં કામ કર્યું. જે આત્માનો અનુભવ તમને થવાનો છે, એ આત્મા કેવો છે તેની માહિતી સશાસ્ત્રો વાંચીને શ્રુત જ્ઞાન દ્વારા તમે માહિતી મેળવી લીધી છે પણ પ્રતીતિ થઈ નથી. સમ્યગદર્શનની ઘટના જ્યારે અંદર ઘટે છે, ત્યારે માત્ર પોતે અનુભવ કરે છે અને સદ્ગુરુ હાજર હોય છે. સદ્ગુરુ કંઈ પણ બોલતા નથી, મૌન છે. સદ્ગુરુ બોલ્યા વગર હાજર રહે છે અને શિષ્ય કહે છે,
અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર,
આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. સમ્યગદર્શન શું છે ? પરમાર્થ શું છે ? નિશ્ચય શું છે ? અથવા તો વાસ્તવિક શું છે? સમ્યગ્દર્શનની અનેક વાતો કર્યા પછી એક નિર્ણય ઉપર આવ્યા કે પરમાર્થથી તો સમકિત આ જ છે, એવો નિર્દેશ કર્યો છે એટલા માટે આને નિશ્ચય સમ્યગ્રદર્શન કર્યું છે.
જૈનદર્શનની પરિભાષામાં એક પરિપાટી છે. જ્યારે કંઈપણ વાત કરે ત્યારે નિશ્ચયનયથી અને વ્યવહારનયથી, પારમાર્થિક અને વ્યવહારિક, એમ બે રીતે વાત કરે. પાણી કેવું છે તો પારમાર્થિક અપેક્ષાએ પાણી શીતળ છે અને શિયાળામાં નહાવા માટે પાણી ગરમ કર્યું હોય તો વ્યવહારિક રીતે પાણી ગરમ છે. પાણી ગરમ દેખાય છે, તે પાણી એકલાનું કામ નથી, તેને અગ્નિનો સંગ થયો છે. આ સંસારમાં તમારા એકલાનું કામ નથી. તમને સંગ થયો, સંસારમાં લપેટાયા. આ સંસાર તમે ગળે બાંધ્યો છે. નાનકડા ઘડામાં કૂતરું પરાણે મોં નાખે પછી કેવી મૂંઝવણ થાય તેને નીકળવા માટે ? તમે મૂંઝાણા તો હશો જ, કારણ કે પરાણે મોઢું નાખ્યું ને ? કાંઠલો કોણ તોડે ? દંડો લઈને કોઈ કાંઠલો તોડવા આવે તો કૂતરું ભાગી જાય, તેમ સદ્ગુરુ માયારૂપી કાંઠલો તોડવા આવે છે. પણ તમે ઊભા રહો તો ને ! તોડવા દો તો તોડે ને ?
આ પરમાર્થ શું છે ? પારમાર્થિક અવસ્થા શું છે? તેની વાત ૧૧૧મી ગાથામાં આવી રહી છે. સમ્યગદર્શનના નિસર્ગ સમ્યગદર્શન, બીજ સમ્યગ્દર્શન, વિગેરે ઘણા પ્રકારો છે. આ ગાથામાં પરમાર્થે સમક્તિ કહ્યું.
વર્તે નિજ સ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત,
વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સમક્તિ. ૧૧૧ આ એક અદ્ભુત ગાથા છે. ઘણાં ઘણાં તથ્યો અને સત્યો આ ગાથામાં ધરબાઈને પડ્યાં છે. આ ગાથામાં ચાર ખંડ છે, ચાર ભાગ છે, ચાર અંશ છે. (૧) વર્તે નિજ સ્વભાવનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org