________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૪૭
ક્ષમતા જેનામાં હોય તે કારણની ઘટના. આ ચારે ભેગાં થાય ત્યારે એક કાર્ય થાય. અને એક સિદ્ધાંત એ પણ છે કે ઉપાદાન કારણ જે કાર્ય પહેલાં પણ હાજર હોય, કાર્ય થતી વખતે પણ હાજર હોય અને કાર્ય થયા પછી પણ હાજર હોય. ત્રણે કાળ હાજર હોય. એક દૃષ્ટાંતથી સમજીએ. ઘડો બનાવવો હોય તો માટી ઘડો બનાવતાં પહેલાં પણ હાજર, બનાવતી વખતે પણ હાજર અને ઘડો બની ગયા પછી પણ ઘડામાં માટી હાજર. ઘડામાં માટી મોજુદ છે. ઘડો લેવા જાવ ત્યારે તમે કહો કે માટી તું રાખી લે અને મને ઘડો આપ. તો શું આપશે? તો ઉપાદાન કારણ (માટી) પહેલાં હોય, પ્રયોગ કરતી વખતે પણ હોય અને પછી પણ હોય. ત્રણે કાળ હાજર રહે. આવું જે કારણ તે ઉપાદાન કારણ. માટી ઉપાદાન કારણ છે. બીજું ઉદાહરણ વૃક્ષ બીજમાંથી થાય છે. તો બીજને ઉપાદાન કારણ કહેવાય. વૃક્ષ પહેલાં બીજ હતું. જ્યારે વૃક્ષ ખીલી રહ્યું છે ત્યારે પણ બીજ છે અને વૃક્ષ સંપૂર્ણ ખીલી ઊઠશે ત્યારે પણ તેમાં બીજ તો છે જ. સતત બીજની હાજરી છે. ઘી બનશે દૂધમાંથી. ઘી પહેલાં પણ દૂધ હતું. ઘી થાય તે પહેલા પણ દહીંરૂપે દૂધ હતું અને ઘી થયા પછી પણ દૂધ હશે પરંતુ ઘી રૂપે. ઉપાદાન કારણ તેને કહેવાય જે કાર્ય પહેલાં, કાર્ય થતી વખતે અને કાર્ય થયા પછી પણ એટલે ત્રણે કાળ હાજર હોય. એવું જે કારણ તે ઉપાદાન કારણ.અહીં એમ કહ્યું કે ઉપાદાન તો આત્મા છે અને તે સંપૂર્ણ દ્રવ્ય, સંપૂર્ણ એકમ છે. તેમાં કશું ખૂટતું નથી. આત્મ દ્રવ્ય એક સંપૂર્ણ એકમ છે, જેમ કે ઉદ્યોગ કરવો હોય તો જમીન ખરીદવાથી માંડી સાધન સામગ્રી ફીટીંગ કરી ઉત્પાદન થાય ત્યાં સુધીની બધી તૈયારી હોવી જોઇએ. આત્મા સંપૂર્ણ એકમ છે અને તેમાં સિદ્ધત્વ ભરેલું છે. આ સંપૂર્ણ એકમ એવો જે આત્મા તે ઉપાદાન. અને ઉપાદાનમાં જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર છે તે કારણ. માટે સૂત્ર એવું આવ્યું કે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર એ મોક્ષમાર્ગ છે. પરંતુ આ લાવવું કયાંથી ? કયાં સમ્યગદર્શન મળશે, કયાં સમ્યગ્ જ્ઞાન અને કયાં સમ્યક્ ચારિત્ર્ય મળશે? તો જ્ઞાની કહે છે કે આત્મા સંપૂર્ણ છે, આત્માનો સ્વભાવ છે જ્ઞાન દર્શન ચારિત્ર. એ તને આત્મામાંથી જ મળશે. આ ઉપાદાન કારણ છે. મોક્ષ મેળવવા માટે તમારે બહાર જવું પડે તેમ નથી. કંઇ ખ્યાલમાં આવે છે ? શું ખરી પરિસ્થિતિ છે તે? જેને મોક્ષ મેળવવો તેને બહાર જવું પડતું નથી. બધી સામગ્રી અંદર છે. ો મે સાસો અપ્પા, બાળ-સળ-સંત્રુઓ । सेसा मे बाहिराभावा, सव्वे संजोग लक्खणा ॥
-
અહં જો વહુ શુદ્ધો । હું એક છું, શુદ્ધ છું, જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ છું. આ મૂડી ઉપર મોક્ષની પ્રાપ્તિ કરવાની છે. જુઓ ! સિદ્ધત્વ એ તમારી સત્તા, આત્મા એ તમે અને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર તે આત્માનો સ્વભાવ. આ બધું ઘરમાં જ છે, કયાં બહાર જવું પડે તેમ છે ? તો ફાંફાં શાના મારો છો ? કે મોક્ષ કયાં મળશે ? મોક્ષ મેળવવા કયાં જવાનું છે ? તારી મિલ્કત તારી પાસે જ છે. ‘જે સમજે તે થાય’ પણ સમજે તો ને ? એ સમજતો નથી માટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org