________________
૩૪૬
પ્રવચન ક્રમાંક - ૧૦૭, ગાથા માંક-૧૩૬ જગતમાં જેટલાં કાર્યો છે, તે બધાનું કારણ ભિન્ન ભિન્ન છે. ઘડો કરવો હોય તો માટી જોઇએ. રોટલી કરવી હોય તો લોટ જોઈએ, કપડાં વણવા માટે રૂ જોઇએ અને વૃક્ષ માટે બીજ જોઈએ. આમ અસંખ્ય કાર્યો છે અને તેનાં કારણો પણ અસંખ્ય જુદાં જુદાં છે. તો જે જે કારણ જેનું હોય તેના માટે સામગ્રીનો સંયોગ થવો જોઈએ.
સાધકે મોટું કામ કરવું પડશે. જો તેને સિદ્ધત્વ પ્રાપ્ત કરવું હશે તો સિદ્ધત્વ પ્રાપ્ત કરાવનાર સામગ્રી એકત્રિત કરવી પડે. સાધનો મેળવવા પડે. એ સાધનોનું સેવન કરવું પડે. બહુ ઠંડી લાગે તો લાકડાં શોધીને તેને પ્રગટાવીએ છીએ. લાકડા જોઈએ, અગ્નિ જોઈએ અને પ્રગટાવનાર પણ જોઈએ. એ પ્રગટાવ્યા પછી ઠંડી દૂર થાય અને ગરમી પ્રાપ્ત થાય. લગભગ બધો ખ્યાલ હોય છે કે કયા કારણ માટે ક્યા સાધનો જોઈએ. પરંતુ એક ખ્યાલ નથી કે સિદ્ધત્વ પ્રગટાવવા કયા કારણો જરૂરી છે? આ પાયાની વાત છે. એ કોઈને ખ્યાલ નથી આવતો કે કઈ રીતે સિદ્ધત્વ પ્રાપ્ત થાય ? દેવચંદ્રજી મહારાજે કહ્યું કે કાર્ય થયું નથી તેવું લાગતું હોય તો એમ સમજી લેજો કે તેને જરૂરી કારણો મળ્યાં નથી. કારણો મળે એક વાત, કર્તા પ્રયોગ કરે તે બીજી વાત અને આ બંનેનો મેળ હોય તો અવશ્ય કાર્ય થાય તે ત્રીજી વાત. જે કાર્ય કરવું છે તેને અનુકૂળ સામગ્રી મળે અને કર્તા પુરુષાર્થ કરે તો કાર્ય થાય. હવે કાર્ય થયું નથી એવું લાગતું હોય તો સ્પષ્ટપણે સમજી લેજો કે અનુકૂળ સામગ્રી મેળવી નથી અને જો સામગ્રી મળી હોય તો કર્તાએ પ્રયોગ-પુરુષાર્થ કર્યો નથી. પંચમકાળ અને કળિયુગની વાત છોડો. મોક્ષ તો ગમે ત્યારે મળી શકે, પરંતુ સામગ્રી જોઈએ અને સામગ્રી છે તો તેને જાણવી પણ જોઇએ ને ? અને જાણી હોય તો મેળવવી પણ પડે અને કર્તાએ પ્રયોગ પણ કરવો જોઇએ ને ? આ તો કર્તા પ્રયોગ કરે નહિ, સામગ્રી મેળવે નહિ, કઈ સામગ્રી છે તે જાણે નહિ અને કહેશે કે કાર્ય થયું નહિ. આ તો વાસ્તવિક્તા નથી પણ બકવાસ છે. ફરી ગાથા તરફ જઈએ.
જે જે કારણ જે હનું રે, સામગ્રી સંયોગ,
મળતાં કારજ નિપજે રે, કર્તા તણે પ્રયોગ. આવો સિદ્ધાંત જો સ્પષ્ટ હોય તો ઉપરની ગાથામાં કહ્યું કે “સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય' આ સિદ્ધાંતની વાત કરી. પરંતુ આ એમને એમ ન થાય. તેના માટે કર્તાનો પ્રયોગ જોઈએ. કર્તા એટલે કરનાર, મોક્ષની સાધના કરનાર. તેનો પ્રયોગ જોઈએ. તેનો પુરુષાર્થ જોઈએ અને તે પુરુષાર્થ કરે ત્યારે તેને બે અનુકૂળ કારણ જોઈએ. એક ઉપાદાન કારણ અને બીજું નિમિત્ત કારણ. આ શબ્દો સમજી લેજો. ચાર શબ્દો છે. (૧) ઉપાદાન, (૨) ઉપાદાન કારણ, (૩) નિમિત્ત અને (૪) નિમિત્ત કારણ. ઉપાદાન એટલે મૂળભૂત દ્રવ્ય. ઉપાદાન કારણ એટલે ઉપાદાનમાં રહેલી જુદી જુદી શક્તિઓ. નિમિત્ત એટલે આ શકિતઓ જેની હાજરીમાં પ્રગટ થાય તેવું કારણ, અને નિમિત્ત કારણ એટલે એ કારણ પ્રગટ કરે તેવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org