________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૪૫
પ્રવચન ક્રમાંક - ૧૦૭
ગાથા ક્રમાંક - ૧૩૬ ઉપાદાનની મુખ્યતા અને નિમિત્તની અનિવાર્યતા
ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત;
પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. (૧૩૬). ટીકા - સદ્ગુરુ આજ્ઞા આદિ તે આત્મસાધનનાં નિમિત્ત કારણ છે, અને આત્માનાં શાનદર્શનાદિ ઉપાદાન કારણ છે, એમ શાસ્ત્રમાં કહ્યું છે; તેથી ઉપાદાનનું નામ લઈ જે કોઈ તે નિમિત્તને તજશે તે સિદ્ધપણાને નહીં પામે, અને ભ્રાંતિમાં વર્યા કરશે, કેમ કે સાચા નિમિત્તના નિષેધાર્થે તે ઉપાદાનની વ્યાખ્યા શાસ્ત્રમાં કહી નથી, પણ ઉપાદાન અજાગ્રત રાખવાથી તારું સાચા નિમિત્ત મળ્યા છતાં કામ નહીં થાય, માટે સાચાં નિમિત્ત મળે તે નિમિત્તને અવલંબીને ઉપાદાન સન્મુખ કરવું, અને પુરુષાર્થરહિત ન થવું; એવો શાસ્ત્રકારે કહેલી તે વ્યાખ્યાનો પરમાર્થ છે. (૧૩૬)
અનેક સિદ્ધાંતો આ ધરતી ઉપર છે. કર્મવાદનો સિદ્ધાંત, અનેકાંતનો સિદ્ધાંત, અહિંસાવાદનો સિદ્ધાંત, ગુણસ્થાનક, માર્ગણાસ્થાનક, વર્ગણાસ્થાનક વિગેરેના સિદ્ધાંતો છે, તેમ એક કાર્યકારણવાદનો પણ સિદ્ધાંત છે. આ સિદ્ધાંત સાધકે સમજવો પડશે અને એમાંની ગેરસમજણ દૂર કરવી પડશે. વાસ્તવિક સમજ કેળવવી પડશે. જગતમાં કાર્યો થાય છે અને આ જગતનો જે વિકાસ, પ્રગતિ, ઉત્થાન અને આવિર્ભાવ છે તે કાર્યમાં દેખાય છે. અસંખ્ય પ્રકારનાં કાર્યો જગતમાં થઈ રહ્યાં છે. જ્યાં જ્યાં કાર્યો થાય છે તે કાર્ય થવા માટે તેનાં કારણો પણ જોઈએ. એટલે ત્યાં સિદ્ધાંત એ આવ્યો કે કોઇપણ કાર્ય કારણ વગર થાય નહિ.
કાર્ય કરવું હોય તો કારણની જરૂર. જેણે કાર્ય કરવું હોય તેણે જાણવું પડે કે આ કાર્ય કરવામાં ક્યા કારણો અનુકૂળ છે? રસોઈ કરવી હોય તો સાધનો જુદાં. વેપાર કરવો છે તો સાધનો જુદાં. અહીં સિદ્ધત્વ પ્રગટ કરવું છે તો તેના સાધનો પણ જુદાં. એવાં ક્યા કારણો છે કે જેનાથી સિદ્ધત્વ પ્રગટ થાય ? આ ઘટના કોનામાં ઘટે ? અને કેવી રીતે ઘટે ? એને કાર્યકારણવાદનો સિદ્ધાંત કહે છે. દેવચંદ્રજી મહારાજે ગાથા આપી છે કે
જે જે કારણ કે હનું રે, સામગ્રી સંયોગ,
મળતાં કારજ નિપજે રે, કર્તા તણે પ્રયોગ. જે જે કાર્ય હોય, તેનું જે જે કારણ હોય એવા કારણની સામગ્રી પ્રાપ્ત જો થાય તો કાર્ય નીપજે. કયારે? કર્તા પ્રયોગ કરે ત્યારે. ત્રણ શબ્દો સમજી લો. કર્તા, કારણ અને કાર્ય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org