________________
28
મનુષ્યભવમાં કઇ રીતે ટાળી શકાય? મોક્ષપદ ઉપર સદ્ગુરુ દ્વારા સમાધાન થવા છતાં મોક્ષપ્રાપ્તિના ઉપાય વિષે પોતાની મૂંઝવણના સમાધાન અર્થે સદ્ગુરુ પાસે યાચના કરે છે.
પ્રશ્ન - ૨
આ જગતમાં ઘણાં દર્શનો છે અને તેમાં આત્મતત્ત્વ તથા મોક્ષ વિષે જુદા જુદા અભિપ્રાય, માન્યતા અને ઉપાયો બતાવેલ હોઇ શિષ્યની મતિ મૂંઝાઇ જાય છે. દરેકમાં મોક્ષનો ઉપાય ભિન્ન ભિન્ન પ્રકારે બતાવતા હોઇ શિષ્યને મોક્ષનો કોઇ અવિરોધ ઉપાય છે જ નહિ એમ લાગવાથી કયો મત સાચો અને તે વિવેકપૂર્વક કેમ નક્કી કરવું ? એવી શંકા શિષ્ય સમાધાનાર્થે સદ્ગુરુ સમક્ષ મૂકે છે.
પ્રશ્ન - 3
જગતમાં બ્રાહ્મણાદિ જાતિ તથા વિવિધ સંપ્રદાયો આદિના ભિન્ન ભિન્ન વેષ વિષે અનેક મતમતાંતર તથા ભેદ પ્રવર્તતા હોઇ મોક્ષનો ઉપાય કઇ જાતિ અને વેષમાં પ્રાપ્ત થાય છે એ વિષે શિષ્ય નિશ્ચય કરી શકતો નથી. ભિન્ન ભિન્ન મત, પંથ અને સંપ્રદાયો મોક્ષનો ઉપાય પોત પોતાની રીતે સાચો ઠેરવવા મથે છે અને એ મોટો દોષ છે. પરસ્પર વિરોધી વાતોથી મૂંઝાયેલ શિષ્ય મોક્ષનો અવિરોધ ઉપાય સમજવા સદ્ગુરુ પાસે અભિલાષા સેવે છે.
પ્રશ્ન - ૪
તેથી એમ લાગે છે કે મોક્ષનો કોઇ એક યથાતથ્ય ઉપાય હોય એમ જણાતું નથી. તો પછી આત્માનાં અસ્તિત્વાદિ પાંચ પદનું જ્ઞાન પણ ઉપકારક થઇ શકે નહીં, અર્થાત્ જે પદને અર્થે જાણવા જોઇએ તે પદનો ઉપાય પ્રાપ્ત થવો અશક્ય દેખાય છે.
પ્રશ્ન - ૫
અસ્તિત્વ, નિત્યત્વ,
શિષ્ય કહે છે, હે ગુરુદેવ ! આપે આત્માના પાંચ પદની કર્મકર્તૃત્વ, કર્મફળભોકતૃત્વ તથા મોક્ષત્વની શંકાઓનું સચોટ સમાધાન કરવાથી હવે મારા અંતરમાં શંકારહિત દઢ પ્રતીતિ થઇ છે. સુશિષ્યની જિજ્ઞાસાની પ્રબળતા તેમજ અંતરમાં ઊછળી રહેલાં ઉલ્લાસિત પરિણામોથી આનંદિત શિષ્ય સદ્ગુરુને કહે છે કે જો મોક્ષનો ઉપાય સમજીશ, તો મારા સદ્ભાગ્યનો ઉદય થયો છે એમ માનીશ.’
Jain Education International
For Personal & Private Use Only
-
www.jainelibrary.org