________________
૧૧૨
પ્રવચન ક્રમાંક – ૭૮, ગાથા ક્યાંક-૧૦૪-૧૦૫
પ્રવચન ક્રમાંક - ૭૮
ગાથા ક્રમાંક - ૧૦૪-૧૦૫ કષાયનાશનો ઉપાય
કર્મબંધ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ;
પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ ? (૧૦૪) ક્રોધાદિ ભાવથી કર્મબંધ થાય છે, અને ક્ષમાદિક ભાવથી તે હણાય છે; અર્થાતુ ક્ષમા રાખવાથી ક્રોધ રોકી શકાય છે, સરળતાથી માયા રોકી શકાય છે, સંતોષથી લોભ રોકી શકાય છે, એમ રતિ, અરતિ આદિના પ્રતિપક્ષથી તે તે દોષો રોકી શકાય છે, તે જ કર્મબંધનો નિરોધ છે; અને તે જ તેની નિવૃત્તિ છે, વળી સર્વને આ વાતનો પ્રત્યક્ષ અનુભવ છે, અથવા સર્વને પ્રત્યક્ષ અનુભવ થઈ શકે એવું છે, ક્રોધાદિ રોકયાં રોકાય છે, અને જે કર્મબંધને રોકે છે, તે અકર્મદશાનો માર્ગ છે. એ માર્ગ પરલોકે નહીં, પણ અત્રે અનુભવમાં આવે છે, તો તેમાં સંદેહ શો કરવો ? (૧૦૪)
આધ્યાત્મિક જગતમાં, સમગ્ર સાધના જગતમાં એક મહત્ત્વનો પ્રશ્ન છે, જેનો પ્રારંભ આ ગાથાથી થાય છે. તમે શાસ્ત્રો જાણો, વાંચો, તત્ત્વચર્ચા કરો, તત્ત્વનિર્ણય કરો, વિવિધ પ્રકારનાં અનુષ્ઠાનો કરો, ધર્મસાધના કરો, યોગ કરો, ધ્યાન કરો, ભક્તિ કરો, વૈરાગ્ય ધારણ કરો. છેવટે શું જોઈએ છે આપણને ? આ બધું કરવાનું શા માટે આપણને કહેવામાં આવે છે ? સુખેથી જીવન જીવીએ છીએ. ખાવું, પીવું, પહેરવું. ઓઢવું, ગાવું, મોજમઝા કરવી, તો આ જીવનમાં તમે શા માટે અવરોધો ઊભા કરો છો ? અમને જીવવા દો ને ? ઉત્તરાધ્યયન સૂત્રમાં આ ગાથા છે
इत्था गया इमे कामा, कालिया जे अणागया।
___ को जाणइ परे लोके, अत्थि वा नत्थि वा पुणो ॥ આ કામ ભોગો હાથમાં આવેલા છે, આવતી કાલની કોને ખબર છે ? આપણને શરીર મળ્યું છે, ઈન્દ્રિયો મળી છે, કામ ભોગનાં સાધનો મળ્યાં છે, ભોગની સામગ્રી મળી છે, ભોગવી શકાય તે પ્રમાણે દેહની બધી અનુકૂળતા મળી છે. આવતી કાલની કોને ખબર છે ? પરલોક છે કે નહિ ? કોને ખબર પુણ્ય-પાપ છે કે નહિ? માટે જે જીવન જીવી રહ્યા છીએ, તે જીવવા દો, એમ નાસ્તિકો કહે છે.
આ જીવનમાં એક મહત્ત્વની વાત મૂકીને આપણા જીવન પરિવર્તનની વાત શાસ્ત્રને કરવી છે. એક જીવન એ બદ્ધ જીવન છે અને બીજું એક જીવન મુક્તજીવન છે. ગમે તેટલી સ્વતંત્રતા આપણને હોય, પણ છેવટે આપણે પરાધીન છીએ અને બંધાયેલા છીએ. આપણા જીવનમાં સ્વતંત્રતા પ્રાપ્ત થાય, એ માટે શાસ્ત્રોનું કહેવું છે કે આ બધા જ ઉપાયો, આ બધી સાધનાઓ એક વિશેષ અવસ્થા પ્રાપ્ત કરવા માટે છે, અને વિશેષ અવસ્થા એ જ આત્માની સહજ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org