________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૬૧ મીઠાશ ભારોભાર હોય, સંસાર સાકર જેવો ગળ્યો લાગતો હોય.
અમે જામનગર ગયેલા. ત્યાં સાંજે પાંચ વાગે એક ભાઈ મળવા આવ્યા. તેઓ કહે, મહારાજશ્રી! મને ભાન થઈ ગયું છે, વૈરાગ્ય થઈ ગયો છે, મારે હવે સંસારમાં રહેવું નથી, મને હાલને હાલ દીક્ષા આપો. મેં કહ્યું હાલ ને હાલ કેવી રીતે અપાય ? તમે તમારે ઘેર જઈ બધાની રજા સંમતિ લઈને આવજો. એટલામાં તેમનાં ઘરવાળાં આવ્યાં. મેં તેમને કહ્યું કે આ દીક્ષાની વાત કરે છે તો કહે, હમણાં જ આપી દો એમને એટલે માથાકૂટ મટી જાય. હું એ જ કહેવા આવી છું. તે ભાઈ કહે ગાંડી છો ? એમ તું કહે એટલે દીક્ષા હું લઈ લઈશ? તો પેલીએ કહ્યું કે ચાલો, ઊભા થાવ, ઘેર હાંડવો તૈયાર છે. જુઓ આ દીક્ષા લેનારો ! અંદરથી મમત્વ ગયું નથી, મોહયુક્ત વર્તે છે, અંતરમાં માયા ભરેલી છે. “મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો ન મોહ”. એને સાચા જ્ઞાની ખટકે છે. એ જ્ઞાનીની સમીપમાં જાય નહિ અને જ્ઞાની ન આવે તો મારી દુકાન બરાબર ચાલે. જ્યાં સુધી સાચા જ્ઞાની હશે ત્યાં સુધી મારો ભાવ નહિ પૂછાય તેથી જ્ઞાની ન હોય તો સારું આવું જે થાય તે જ્ઞાનીનો દ્રોહ કહેવાય.
એક ગુરુ ભગવંત એમના શિષ્યને હિત શિક્ષા આપે, પણ શિષ્યને એ ટકટકારો લાગે. ગુરુ પ્રત્યે એના હૃદયમાં દ્વેષ વધતો ગયો. એક વખત તેઓ યાત્રા કરવા ગયા હતા. યાત્રા કરીને પર્વત ઉપરથી નીચે ઊતરતા હતા. શિષ્ય ગુરુ ઉપર પાછળથી મોટો પત્થર રગડાવ્યો. ગુરુ કુશળ હતા, ખસી ગયા, ને બચી ગયા પણ શિષ્ય ગુરુનો દ્રોહ કર્યો. ગુરુએ કહ્યું કે તારા આવા ભાવથી તું પતન પામીશ, ને એ કુલવાલક શિષ્ય એકલો રહ્યો ને પતન પામ્યો આ થયો જ્ઞાનીનો દ્રોહ. જેનાથી મોક્ષ પ્રાપ્ત થાય તે ભગવાન મહાવીરની પાસે છ-છ મહિના રહેવા છતાં સંગમ પોતે પોતાનો સંસાર વધારી રહ્યો છે. જે નિમિત્તે તરાય તે નિમિત્તે આ જીવ કર્મ બાંધે છે. સાર શું આવ્યો ? “મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો ન મોહ”.
જ્ઞાની કહેવડાવતાં વિચાર કરજો અને જ્ઞાનીની અવહેલના પણ ન કરશો. તમને પોતાને પણ ખબર પડશે કે અંદર મોહ છે કે નહિ? આ જોઈ લેજો. આ મારો આશ્રમ, આ મારા ભક્તો, આ મારો સંપ્રદાય, આ મારો ઉપાશ્રય, આ મારા ચેલા. દીકરા દીકરીનો મોહ છોડયો તો અહીં નવી ઉપાધિ અને નવી માયા થઈ. સ્ત્રી કુટુંબ પુત્ર પરિવાર તે દેખાય તેવી મોટી માયા, પરંતુ શિષ્ય, મંદિર, આશ્રમ આ ઝીણી માયા. મોટી માયા છૂટે, ઝીણી માયા કોરી ખાય. લોકો લીસ્ટ રાખે છે કે મારે કેટલા શિષ્યો છે, પછી ગુરુપૂર્ણિમા હોય ત્યારે જોવે કે કોણ કોણ નથી આવ્યા ? પછી વોરંટ છૂટે કે કેમ ન આવ્યો? આ જ્ઞાની નથી. અંતરમાંથી મોહ છૂટયો નથી તે પામર પ્રાણી છે. પરમકૃપાળુદેવે મધુર ભાષા વાપરી કહ્યું કે તે પામર પ્રાણી માત્ર જ્ઞાનીનો દ્રોહ કરે છે.
આ ૧૩૭મી ગાથામાંથી તારણ કાઢજો તમને કોઈ વખત થાય કે અમે જ્ઞાની થઈ ગયા છીએ, તો પગે પડીએ છીએ, પણ જો જો, અંદર મોહ છે ખરો? કષાયો અને વિકારો છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org