________________
૩૬૨
પ્રવચન ક્રમાંક - ૧૦૮, ગાથા ક્રમાંક-૧૩૭ ખરાં? મીઠાઈનો ટૂકડો સામે આવે તો પાણી છૂટે છે ખરું? કોઈ પદાર્થને જોતાં અંદર આકર્ષણ થાય છે? ઘેલછા જાગે છે? કોઈ બોલ્યું હોય તો અંદર ખટકે છે ખરું ? અને કોઈ અપમાન કરે તો મારવા દોડું તેમ થાય છે ? એવું થતું હોય તો સમજી લેજો કે આ માત્ર વાતો જ છે. વાતોથી કંઈ વળતું નથી.
હવે પછી ૧૩૮ મી ગાથા જોવાની છે. તેમાં સાત ખજાનાની વાત છે. મુમુક્ષુનો વૈભવ છે. સાત સૂત્રો પૂરાં કરવાનાં છે આ સાતે સાત સૂત્રો જીવનમાં જોવા જેવા છે કે મુમુક્ષુ કેવો હોય? સૌ પોતાને મુમુક્ષુ સમજે છે. અહીં તો બધા મુમુક્ષુઓ છે. સભામાં તો બધાને મુમુક્ષુ ભાઈઓ અને બહેનો ! એમ કહેવું જ પડે, એમ તો ન કહેવાયને કે પાંચથી છ મુમુક્ષુઓ છે, બીજા બધા નહિ. ચાલો, “હોય મુમુક્ષુ જીવ તે પામે અવશ્ય મોક્ષ'. મુમુક્ષતા અદ્ભુત અવસ્થા છે.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org