________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૬ ૩
પ્રવચન ક્રમાંક - ૧૦૯
ગાથા ક્રમાંક - ૧૩૮ દયા અને શાંતિનું તાત્વિક સ્વરૂપ
દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય;
હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. (૧૩૮) ટીકા - દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ અને વૈરાગ્ય એ ગુણો મુમુક્ષુના ઘટમાં સદાય સુજાગ્ય એટલે જાગ્રત હોય, અર્થાત્ એ ગુણો વિના મુમુક્ષુપણું પણ ન હોય. (૧૩૮)
સમાપ્તિનાં અંતિમ સૂત્રો એકાગ્ર બનીને, તન્મય બનીને, સ્વસ્થ અને જાગૃત બનીને, આળસ, નિદ્રા, બેદરકારી દૂર કરીને સમજીએ અને વિચારીને જીવનમાં ઉતારીએ. શંકરાચાર્યજીએ એક સ્તોત્રમાં કહ્યું છે કે જગતમાં ત્રણ વસ્તુઓ દુર્લભ છે અને તમને નવાઈ લાગશે કે તમારા લીસ્ટમાં જે વસ્તુઓ છે તેમાંની આમાં એક પણ નથી. પૈસો, ડોલર, સોનું, ચાંદી, હીરા માણેક, મોતી, ગાડીઓ, મકાનો, મહેલાતો જાત જાતના શેર એવું કંઈ નથી. કુટુંબ, સાજન સંબંધીઓ, માન, પ્રતિષ્ઠા, મોભો એવો એક પણ શબ્દ નથી. તેમને એ દુર્લભ નથી લાગ્યું. આ બધું કોમન છે. નાના હોય ત્યારે રૂપ, બળ, બુદ્ધિ, આવડત એ પણ હોય પરંતુ તેમાં પણ અસાધારણતા નથી. બત્રીશ વર્ષની ઉંમરે શંકરાચાર્યજીએ દેહ ત્યાગ કર્યો. તેમણે નવ વર્ષની ઉંમરે ઉપનિષદ્ ઉપર ટીકા લખી. ૧૨ વર્ષની ઊંમરે એમણે બ્રહ્મસૂત્રો રચ્યાં. આવા શંકરાચાર્યજીએ કહ્યું કે અમારી પરિભાષામાં ત્રણ વસ્તુઓ દુર્લભ છે. એક મનુષ્યત્વ દુર્લભ. આ દેહની કિંમત થઈ શકે તેમ નથી, બીજું મહાન પુરુષનો યોગ દુર્લભ છે અને ત્રીજું મુમુક્ષુતા દુર્લભ છે, અત્યંત દુર્લભ છે.
(૧) છ ખંડનો માલિક ચક્રવર્તી પોતાની તમામ સંપત્તિ આપી દે તો પણ માનવજીવનના એક ક્ષણની પણ કિંમત થઈ શકે તેમ નથી. આખા જીવનની વાત તો જવા દો. આખું જીવન નહિ, એક ક્ષણ. આપણે તો કલાકો, દિવસો, અને વર્ષો ગુમાવીએ છીએ. કયાં ગયા હતા? ચોપાટી. શું કરી આવ્યાં ? ભેળપુરી ખાઈ આવ્યાં. તમને વિચાર નથી આવતો કે આટલું કિંમતી જીવન આ માટે છે ? છ ખંડની સંપત્તિ આપો તો પણ જેનું મૂલ્ય ન થાય એવી કિંમતી પ્રત્યેક ક્ષણ છે. મનુષ્યત્વ દુર્લભ છે. આ મનુષ્યદેહમાં તીર્થકરોનો ભેટો થાય છે. આ દેહમાં જ્ઞાની અને સંત પુરુષોનો ભેટો થાય છે. આ મનુષ્ય જીવનમાં મોક્ષની વાત સાંભળવા મળે છે. આ મનુષ્ય જીવનમાં તમામ આધ્યાત્મિક ક્ષેત્રો સર કરી શકાય છે અને આ માનવજીવનમાં અનાદિકાળનો સંસાર પણ સમાપ્ત કરી શકાય છે. રાગ દ્વેષનો ક્ષય કરી શકાય છે. આવી ક્ષમતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org