________________
૩૬૪
પ્રવચન ક્રમાંક - ૧૦૯, ગાથા ક્રમાંક-૧૩૮ અને સામર્થ્ય જે જીવનમાં છે તે મનુષ્યત્વ અત્યંત દુર્લભ છે.
(૨) એથી દુર્લભ મહાન પુરુષનો યોગ છે. બાકી બધા સગા સંબંધીઓ, કુટુંબીજનો તો મળશે. શાતા પણ આપશે અને કોઈ વખત ઉકાળા પણ કરાવશે તેવું બની શકે. આવા સંજોગો મળે છે. પ્રાપ્ત પણ થાય છે, પરંતુ મહાન પુરુષોનો યોગ પ્રાપ્ત થતો નથી. આ મહાન પુરુષ શબ્દ મઝાનો છે. મહાન એટલે પરમાત્મા. સાક્ષાત્ પરમાત્મા જેણે અનુભવ્યા છે, એવો અનુભવ કરીને જે આ મનુષ્યદેહમાં જીવી રહ્યો છે તેવા પુરુષને મહાન પુરુષ કહેવાય. એને પરબ્રહ્મ પરમાત્માનો ટચ થયો છે, એને મિલન થયું છે, એને પરમાત્મા સાથે જોડાણ થયું છે. “હે સખી ! મેં આ આંખેથી પરમાત્માને દીઠા, દીઠા તો લાગ્યા મીઠા, અમૃતથી પણ મીઠા. તેની પાસે અમૃતની મીઠાશ તો કંઈ નથી. આ મીઠાશ જેણે અનુભવી, જેણે જોયા, ટચ થયો, જેમને સ્પર્શ થયો તે મહાપુરુષ છે. તમે એ ન જોશો કે તે કેટલાં શાસ્ત્રો ભણ્યો છે ? તમે એ ન જોશો કે ઉંમર કેટલી છે ? તમે એ ન જોશો કે દાઢી કેટલી લાંબી છે? કંઈ ન જોશો. આ ધંધાકીય વ્યવસ્થા છે, પણ આ મહાપુરુષ છે કે જેનામાં પરમાત્મા બીરાજ્યા છે. તે હાલતો ચાલતો પરમાત્મા છે અને તેનો ભેટો થવો દુર્લભ છે.
(૩) એથી પણ અત્યંત દુર્લભ છે મુમુક્ષુતા, મનુષ્યત્વ અને મહાન પુરુષના યોગ કરતાં મુમુક્ષતા અત્યંત દુર્લભ છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટેનું લાઇસન્સ તે મુમુક્ષુતા. એરપોર્ટ પર જાવ તો પાસપોર્ટ બતાવવો પડે. ન હોય તો પરવાનગી ન મળે. ટીકીટ પણ લાઈસન્સ છે. મુમુક્ષુતા વગર જેણે આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે તેણે અંધાધૂંધી મચાવી છે. એ બીઝનેસ છે. અમેરિકામાં કરોડો ડોલરનો ધંધો ધ્યાનનો છે. ધ્યાન અને ડોલરને શું લેવા દેવા છે? એક ભાઈ અમેરિકાથી આવેલા, તેઓ કહેતા હતા કે અમારા ગુરુ મહારાજ પાંચસો ડોલર લઈ ધ્યાન કરાવે છે. ધ્યાન પાંચસો ડોલર જેવું જ હોય ને? મુમુક્ષુતા વગરના અનધિકૃત માણસે અધ્યાત્મક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે, એ અનધિકૃત પ્રવેશ, માટે આટલી અંધાધૂંધી, આટલા મતમતાંતરો અને આટલા મતભેદો, આટલા વિવાદો અને આટલા કલેશો છે. | મુમુક્ષુનો અર્થ બહુ ગંભીર રીતે વિચારવામાં આવે તો રોમે રોમમાંથી જેને મોક્ષની તાલાવેલી જાગી છે તે મુમુક્ષુ. કંઈ પણ ન જોઈએ, પ્રભુ ! અમારે મોક્ષ સિવાય કંઈ પણ ન જોઈએ. નિત્યાનંદજી વૃક્ષ નીચે બેઠા છે અને મહાદેવજી તેમની ભકિતથી પ્રસન્ન થઈ પ્રગટ થયા છે. કૈલાશ છોડી હું તમારી પાસે આવ્યો છું. ભગવાન કહે કિંમતીમાં કિંમતી ચિંતામણી રત્ન હું તને આપવા આવ્યો છું. આના વડે જે માગો તે મળે. નિત્યાનંદજી હાથ જોડી કહે છે કે આપે કૃપા કરી, આપ પધાર્યા, દર્શન આપ્યા, ધન્યવાદ ! એ રત્ન આપ આપની પાસે રાખો, મારે ન જોઈએ. આપી શકતા હો તો મને મોક્ષ આપો. મોક્ષ સિવાય મને કંઈ ન ખપે. આવી જેને મોક્ષ વિષે તીવ્ર તાલાવેલી છે તેને કહેવાય મુમુક્ષુ. જન્મ મરણ ટાળવા છે, આ ધગશ જેને જાગી છે તેને કહેવાય મુમુક્ષુ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org