________________
૩૬૦
પ્રવચન ક્રમાંક - ૧૦૮, ગાથા ક્રમાંક-૧૩૭ શરીર, ધન અને પદાર્થો પ્રત્યે જેને આસકિત રહી નથી. જ્ઞાન આવતા એક ક્ષણમાં ઉદાસીનતા આવી ગઈ. ઉદાસીનતા એટલે પ્રસન્નતા, મસ્તી, આનંદ, ખુમારી, આહૂલાદ. હવે તેને ખબર પડી છે કે હું અવિનાશી છું, મરતો નથી પણ આ શરીર મરે છે.
યહ જીવ હે સદા અવિનાશી, મર મર જાય શરીરા ઉસકી ચિંતા કછુ નહિ કરના, હોઈ અપને ઘર્મ ધીરા, હું અવિનાશી ભાવ જગતને, નિશ્ચયે સબ હે વિનાશી,
એસી ધાર ધારણા, ગુરુગમ અનુભવ મારગ પાસી. જ્ઞાન આવી ધારણા કરાવે કે હું અવિનાશી છું, જગતનાં બધા પદાર્થો વિનાશી છે. તેનો નાશ પણ થાય અને વિખરાઈ જાય. એ ચાલ્યાં જાય કે આપણે તેને છોડીને જવું પડે. આ બધું સ્વાભાવિક છે. એમાં વિષાદ શું કરવા જેવો છે? તમને થશે કે તમે વધારે પડતી વાત કરો છો. નવલાખનો હાર ગળામાંથી જાય ત્યારે કોઈ તમને આવીને કહે કે એની ચિંતા શા માટે કરો છો ? એ તો નાશવંત છે, તો તમે કહેશો ને કે તમને શું ખબર પડે. નવ લાખ રૂપિયાનો છે.
આત્માનો અનુભવ કરવો છે, તે માટે માર્ગ જોઈએ. ગુરુની જરૂર અહીં છે. ગુરુ મોહમાંથી મુક્ત થવા રસ્તો બતાવે છે. સમજણ આપે છે. તમામ ધર્મ સાધના મોહ જવા માટે છે. તમને કોઈ પૂછે શા માટે માળા ગણો છો ? મોહને દૂર કરવા. શા માટે તપ કરો છો ? મોહને દૂર કરવા શા માટે મંદિરે જાઓ છો અને શા માટે સ્વાધ્યાય કરો છો ? તો મોહને દૂર કરવા. “મુખથી જ્ઞાન કથે', આત્મા અસંગ છે, જ્ઞાતા છે, દ્રષ્ટા છે, અકર્તા છે, એ બંધાતો નથી, મૂકાતો નથી, આવી હજારો વાતો કરે પણ “અંતર છૂટયો ન મોહ', અંતરથી મોહ છૂટ્યો નથી અને પોતાને જ્ઞાની માને, જ્ઞાની કહેવડાવે તે પામર છે. આથી વધારે ફટકો આપી શકાય નહિ. પોતાને જ્ઞાની માને અને અને બીજા પાસે જ્ઞાની છું તેમ કહેવરાવે તે પામર છે. જ્ઞાન હોય અને મોહ રહે ? પરંતુ આના કરતાં પણ વધારે દુઃખ થાય તેવી વાત એ છે કે આવો જ્ઞાની સાચા જ્ઞાનીનો દ્રોહ કરે છે. દ્રોહ કરવો એટલે વિશ્વાસઘાત કરવો, તેને વગોવવો, તેની નિંદા કરવી, તિરસ્કાર કરવો. તેને ઉતારી પાડવો. તેને મૂલ્ય ન આપવું. એ જ્ઞાનીને મૂલ્ય આપી શકતો નથી કેમ કે પોતે જ્ઞાની છે તેમ માને છે. કોઇનો દ્રોહ કરશો નહિ, પણ જો જ્ઞાનીનો દ્રોહ કરશો તો કદી માફ નહિ થાય. બહુ ગંભીરતાથી કહું છું કે જ્ઞાની કહેવરાવવાની કામનાના કારણે સાચા જ્ઞાનીનો દ્રોહ કરે છે. દ્રોહ એટલે દગો, વિશ્વાસઘાત. ફરી, મોઢેથી આત્માની વાત બોલે, એમ કહે કે આત્મા ચોખ્ખું સોનું છે તેને કાટ લાગે ખરો ? અગ્નિ ને ઉધઈ લાગે ? તેમ આત્માને કરમ ન વળગે. બેઠા છે પોતે કર્મ વચ્ચે અને કહે છે આમ. કષાયોને તો જીત્યા નથી, સાપને છંછેડો અને ફંફાડો મારે તેમ તેને સહેજ છંછેડો તો ક્રોધ કરે, પછી ખબર પડે કે ઓહોહો. આ જ્ઞાની છે? મનમાં મોહની વાતો રમતી હોય. સંસારની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org