________________
પ્રવચન ક્રમાંક – ૭૪, ગાથા ક્રમાંક-૧૦૨ પણ નહિ કરી હોય, આ મોહી કેન્દ્ર-ધન તે મળી જાય ને ! આખું જગત ધનની પાછળ છે. સંસાર છોડ્યો હોય છતાં સાધુ પણ ધનની પાછળ. તમારે શું કરવું છે ? મછીંદર પણ ધનમાં સપડાઈ ગયા, પરંતુ ગોરખનાથ ચેલાએ તેને બહાર કાઢ્યાં. હિંદુસ્તાનમાં આવા પણ ચેલાઓ છે. એક દિવસ તેઓ જંગલમા નીકળ્યા ત્યાં મછીંદરે સોનાની ઇંટ જોઈ અને મૂકી થેલીમાં. થોડું આગળ ચાલ્યા અને મછીંદરને ડર લાગવા માંડ્યો. તેણે ગોરખને પૂછ્યું કે અહીં કંઈ ભય જેવું તો નથી ને ? ગોરખને થયું કે મછીંદર કેમ ભયની વાત કરે છે ? સાધુકો ભય કૈસા ? વળી આગળ ગયા એટલે ફરી પૂછ્યું કે ગોરખ ! કંઈ ભય નથી ને ? જ્યાં ગોરખે જોળી ઉપાડી અંદર જોયું તો તેમાં ભય દેખાયો અને પાસેના કૂવામાં સોનાની ઇંટ ફેંકી દીધી. લગભગ તેના વજન જેટલો એક પત્થર થેલીમાં મૂકી દીધો. થોડે ગયા પછી ફરી પૂછ્યું કે ગોરખ ! ભય તો નથી ને ? અરે ! ભય તો કૂવામાં પાછળ ફેંકી દીધો. ત્યારથી કહેવત પડી ગઈ છે કે ચેત મછીંદર ! ગોરખ આયા. ભય કાયાને નહિ પણ માયાને છે.
ધન પછી બીજું કેન્દ્ર, પુરુષ માટે કામવાસના હોય તો સ્ત્રી અને સ્ત્રીને કામવાસના હોય તો પુરુષ. જગતમાં બે જ કેન્દ્રો છે. ધન અને કામવાસના. બાકી બધા ઉપકેન્દ્રો છે. વિરે fશકે ચ સ્થિર વિત્ત એટલે ધન. ધન મોટામાં મોટું કેન્દ્ર અને આપણી સમગ્ર ચેતના તેની આજુબાજુ. ફોનમાં પણ પૂછતા હોઈએ છીએ કે ભાવ વધ્યો ? આ લોકો સાધુઓને પણ પૂછે છે, મહારાજ કંઈ જ્યોતિષ જાણો છો ? આ શેરના ભાવ વધશે ? મહારાજ બિચારો, સંસાર છોડી સાધુ થયો અને તમે એમને પૂછો છો. જૂઓ તો ખરા કે તમે કોને પૂછો છો? અને સાધુ પણ કહેતા હોય છે. હા, સાંજે પાંચસો પાંચ થશે. આ તો એવી નાવ છે કે ચલાવનાર પણ ડૂળ્યો અને બેસનાર પણ ડૂળ્યો. બે કેન્દ્રો છે. પુરુષ સ્ત્રીમાં ઉન્મત્ત બને છે,
સ્ત્રી પુરુષમાં ઉન્મત્ત બને છે અને ધનમાં બધા ઉન્મત્ત બને છે. તેનાથી રાગ દ્વેષ કરે છે અને તે રાગ દ્વેષથી કર્મમળનો સંચય થાય છે. જેમ અળસિયું માટીનો સંચય કરે છે, તેમ આ જીવાત્મા કર્મનો સંચય કરે છે. એટલા માટે હવે એમ કહે છે કે “હણાય તે કહું પાઠ'.
આ કર્મ બંધાવાનો બધો આધાર ભાવ ઉપર છે. આ ભાવની વાત ધ્યાનથી સમજી લેજો. જીવ ભાવ કરે છે. ભાવ જીવમાં થાય છે. કર્મમાં નહિ. ભાવ થાય છે પછી જ કર્મનો બંધ થાય છે. કર્મનું કામ પછી ચાલુ થાય. જેમ તમે કોઈ લેખિત ઓર્ડર આપો કે આ માલ બનાવજો. તમારું લેખિત જાય પછી જ માલ બનાવવાનું કામ ચાલુ થાય. તમારું લેખિત જાય ભાવમાં એટલે પછી જ કર્મ માલ બનાવવાનું ચાલુ કરે. ત્યાં સુધી નહિ. કર્મનો વાંક જ નથી. કર્મ કર્તા નથી, કર્મ કર્મનો કર્તા નથી. પરંતુ ભાવ વગર કર્મો થતાં નથી. સાહેબ ! જરા ધીરજથી સમજો. આ વાત તમારા કામની છે. અમે એમ તો માની શકીએ કે તમે પ્રવચનમાં આવીને બેઠા છો એટલે તમારે મોક્ષમાં તો જવું છે માટે તમારે આટલું તો સમજવું જ પડશે કે કર્મો કંઈ કરતાં નથી. ભાવ થાય એટલે કર્મો બંધાય. પહેલાં ભાવ થાય. આ ભાવ થાય છે તેનું કારણ? પૂર્વ કર્મનો ઉદય અને આપણો પદાર્થો તરફનો ભાવ, તેના તરફનું વલણ, ઢલણ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org