________________
XXI
સત્યનાં સ્વીકારમાં જે ભ્રમિત કરે તેને કહેવાય છે દર્શનમોહ અને આત્માને જાણ્યા પછી પોતાનો ઉપયોગ આત્મામાં ઠેરવી શકતો નથી તે ચારિત્રમોહ. આ બન્ને ભાવો ક્ષીણ થાય અથવા પ્રશાંત થાય ત્યારે જ્ઞાનદશા પ્રગટે છે.
ગાથા - ૧૪૦ વાચાજ્ઞાની જે માત્ર વાણીથી ડાહી ડાહી વાતો કરે પણ આચરણમાં કાંઈ નથી તેને કહેવાય વાચાજ્ઞાની. શાસ્ત્રોની ઊંચામાં ઊંચી વાતો કરે પણ તેની નજર હોય જગતનાં પદાર્થો ઉપર અને પોતાના શરીર તથા કુટુંબ ઉપર, મોહ હજુ વિરમ્યો નથી અને જ્ઞાનની કોરી વાતો કરે તે પંડિતો વાચાજ્ઞાની છે. પોતે તરે નહિ અને બીજાને તારે નહિ.
ગાથા - ૧૪૨ દેહાતીત : દેહથી રહિત, આત્મમય જેની દશા વર્તે છે, દેહમાં રહેવા છતાં જે આત્મા સાથે જ જોડાયેલો છે તેને કહેવાય દેહાતીત. દેહથી જુદો છે તેવી દશામાં રહેનાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org