________________
४७
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા થાય, તે રીત, તે પ્રક્રિયા, તે ઉપાય, તે સાધન જ મોક્ષનો પંથ છે. બીજો પંથ હોઈ શકે નહિ.
ધીરજથી વાતને ખ્યાલમાં લેજો. અહીં નિવૃત્તિની વાત છે. વ્યવહારમાં ૫૮ વર્ષની ઉંમરે નિવૃત્ત થઈએ છીએ, ઘરમાં ઉપાધિ વધે છે. ઘણા લોકોને ફડફડાટ થાય કે આ નિવૃત્ત થશે એટલે સુખેથી રહેશે નહિ અને બીજાને રહેવા નહિ દે.આ નિવૃત્તિનો અર્થ નથી. છોડીને ચાલ્યા જવું, કપડાં બદલવાં, બાવા બની જવું, કંટાળીને ભાગી છૂટવું, કામ ન કરવું, આ નિવૃત્તિનો અર્થ નથી. પદાર્થ અને વસ્તુથી નિવૃત્ત થવાનું નથી. નિવૃત્તિનું ક્ષેત્ર જુદું છે. રાગ, દ્વેષ અને અજ્ઞાનથી, નિવૃત્ત થવાનું છે. આપણો રાગ કેટલે અંશે ઘટ્યો? આપણો દ્વેષ કેટલો ઘટ્યો? આપણું અજ્ઞાન કેટલું ઘટ્યું? આ બધું કેટલું ઓછું થયું? અધ્યાત્મિક ક્ષેત્રમાં નિવૃત્તિ એટલે રાગ, દ્વેષ અને અજ્ઞાનથી નિવૃત્તિ.
સાબુ સારો છે કે નહિ તેની પરીક્ષા કરવા મેલાં કપડાં ઉપર સાબુ લગાડી, થોડી વાર રહેવા દઈએ છીએ. સાબુ લગાડ્યા પછી કપડાંનો મેલ કપાય તો સાબુ સારો. યશોવિજયજી મહારાજે કહ્યું
રાગ દ્વેષ મળ ગાળવા, ઉપશમ જલ ઝીલો,
આતમ પરિણતિ આદરી, પર પરિણતિ પીલો. આત્મતત્ત્વ વિચારીએ મળ ઘણી જગ્યાએ ભેગો થાય છે. પેટમાં ય મળ થાય છે, કપડામાં ય મળ ભેગો થાય છે, ઘરમાં ય મળ ભેગો થાય છે અને આત્મામાં ય મળ ભેગો થાય છે. બાકી બીજા બધા મળ તો ઠીક છે, પરંતુ આત્મામાં જે મળ ભેગો થાય છે, તે બહુ મોટો પ્રશ્ન છે. રાગદ્વેષરૂપી મળ ગાળવા કયાં જવું? કોઈ સાબુ, નદી કે તળાવ ત્યાં કામ નહિ લાગે. એક જ ઉપાય છે. ઉપશમ જલ ઝીલો. ઉપશમ નામની નદી છે, સમતા નામની નદી છે, સમભાવ નામની નદી છે. એ નદીમાં ડૂબકી મારો તેમ નહિ, ઝીલો. ઝીલો એટલે સતત સ્નાન કરો. જેમ પક્ષીઓ અને તરવૈયાઓ પાણીમાં ઝીલે છે, તેમ જીવનમાં સતત સમતામાં, સમભાવમાં ઝીલો. રાગ-દ્વેષનો મળ કાઢવા માટે જ્ઞાનરૂપી સાબુ લગાડો. જ્ઞાનરૂપી સાબુ અજ્ઞાનરૂપી મળને કાપે છે.
જ્ઞાન શું કામ કરે ? જ્ઞાન આવે છે એ રાગનું ભાન કરાવે છે, દ્વેષનું ભાન કરાવે છે. ટૂંકમાં એમ કહેવાય કે જ્ઞાન આવે એટલે રાગ, દ્વેષ જાય. એને બીસ્તર, પોટલાં બાંધીને જવું પડે. જ્ઞાન આવે અને રાગ દ્વેષ ન જાય તો સમજવું કે જ્ઞાન નથી આવ્યું પણ વાયડાઈ, વકતૃત્વ, ઓરેટરી આવી છે. વાચાજ્ઞાન આવ્યું છે, અહંકાર મજબૂત થયો છે. જેમ શાકવાળાં શાક લઈએ એટલે કોથમીર, મરચાં લટકામાં આપે તેમ વાચાજ્ઞાન સાથે અહંકાર લટકામાં મળે છે. આ લટકામાં આવેલો અહંકાર આપણને રોકે છે. જ્ઞાન એ છે કે જે રાગ, દ્વેષના મળને દૂર કરે, અજ્ઞાનના મળને દૂર કરે.
ઉપશમ જલ ઝીલો' કપડામાં સાબુ લગાડ્યા પછી ધોકા મારવા પડે છે. પહેલા સાબુ લગાડવાનો, બરાબર લગાડવાનો, થોડીવાર રાખવાનો પણ ખરો, પણ સાબુ કપડામાં કાયમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org