________________
४८
પ્રવચન ક્રમાંક - ૭૧, ગાથા ક્રમાંક-૧૦૦ રખાય નહિ. મેલ કાઢી નાખવો પડે અને સાથે સાબુ કાઢી નાખવો પડે. મેલ કાઢવા સાબુ અને સાબુને કાઢવા ધોકો લેવો પડે. રાગ-દ્વેષ રૂપી મેલને કાઢવા જ્ઞાનરૂપી સાબુ લગાડવાનો પણ આ વાંચેલું જ્ઞાન, વાચા જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન માત્ર રાખવાનું નથી. એનાથી ઠરેલ જ્ઞાન અંદરની અવસ્થા છે.
મેલ દૂર કરવા વૈરાગ્ય, તીવ્ર વૈરાગ્ય જોઈએ. જ્ઞાન વૈરાગ્ય લાવે, શાંતિ લાવે, પ્રેમ લાવે, અનાસક્તિ, ઉદાસનીતા લાવે. સહિષ્ણુતા, ઉદારતા, મૈત્રી, ક્ષમા, જીતેન્દ્રિયપણું અને નિર્ભયતા લાવે છે. જ્ઞાન એકલું નથી આવતું. જ્ઞાન આવે ત્યારે પોતાની સંપત્તિ, પોતાની સેનાને લઈને આવે છે. જેમાં રાષ્ટ્રપતિ આવવાના હોય તો આગળ ગાડી, પાછળ ગાડી, વચમાં ગાડી એમ બધા ઠાઠ છે તેમ જ્ઞાનનો પણ ઠાઠ છે. જ્ઞાન લુખ્ખું નથી. જ્ઞાન આવશે ત્યારે સાથે વૈરાગ્ય, ત્યાગ, સમતાને લાવશે. મૈત્રીને લાવશે, ઉદાસીનતા, નિર્લોભતા અને અભયને પણ સાથે લાવશે. જ્ઞાન આ કામ કરે છે.
વૈરાગ્યરૂપી ધોકાથી સાબુ અને મેલ નીકળી જાય અને આત્મા ચોખ્ખો થાય. પછી આતમપરિણતિ આદરી, પર પરિણતિ પીલો.” ઘર્મ કરવો હોય તો શું કરવું ? રાગ, દ્વેષ અને અજ્ઞાનની નિવૃત્તિ કરવી. આત્મામાં પરિણમવું, પરિણમવું પણ આત્મામાં, એવી પરિણતિને આદરે અને પર પરિણતિને દૂર કરે તેને કહેવાય છે ધર્મ. જેમ કોઈ વેપારીને પૂછે કે વેપાર કેવો થયો ? તો ૬૦, ૭૦ લાખ રૂપિયાનો વેપાર થયો. પછી પૂછે કે નફો કેટલો થયો? તો કહેશે રોલીંગ થયું પણ નફો નહિ. એમ આપણું રોલીંગ ઘણું થાય છે, પણ નફો બેસતો નથી. નફો ન થાય તો કામ અધૂરું રહે. અજ્ઞાન અને રાગ દ્વેષ ન જાય, ત્યાં સુધી આપણું કામ અધૂરું રહે.
અંબાલાલભાઈએ વિવેચનમાં લખ્યું છે કે રાગ, દ્વેષ અને અજ્ઞાનનું એકત્વ એ કર્મની ગાંઠ છે. પેટમાં પણ ગાંઠ થાય છે, ટી.બી.ની પણ ગાંઠ થાય છે. વાયુ અને કેન્સરની પણ ગાંઠ થાય છે. તેના કરતાં પણ સૌથી ઘેરી ગાંઠ મનમાં થાય છે. આપણે કહેતા હોઈએ છીએ કે તેના મનમાં ગાંઠ પડી ગઈ છે. હવે ઉકેલવી મુશ્કેલ છે. બાપ-દીકરા વચ્ચે, પતિ-પત્ની વચ્ચે, ભાઈ-ભાઈ વચ્ચે અને મિત્ર મિત્ર વચ્ચે પણ ગાંઠ પડે છે અને ગુરુ ચેલા વચ્ચે પણ ગાંઠ પડે છે. ગાંઠ પડે અને નડે છે. મુખ્ય કર્મની ગાંઠ નડે છે. મોટું ઝાડ કાપવાનું હોય તો લોકો કુશળતાથી ડાળાઓ કાપી નાખે છે, પરંતુ કાપતાં કાપતાં વચ્ચે નાની ગાંઠ આવી જાય તો જુવાન છોકરાઓ ધારદાર છીણા લઈને હથોડાના ઘા કરે તો પણ તે ગાંઠ તોડવી મુશ્કેલ પડે છે. ગાંઠ પરાણે તૂટે છે. પેટમાં રહેલી ગાંઠ દવાથી કે ઓપરેશનથી દૂર થાય છે, મનમાં રહેલી ગાંઠ સમજાવટથી દૂર થાય છે પરંતુ કર્મમાં પડેલી ગાંઠ કેમેય દૂર થતી નથી. આ જે મુખ્ય ગાંઠ છે તેના માટે શાસ્ત્રીય શબ્દ છે ગ્રંથિ. આ સંસાર ઊભો છે તે કર્મની ગાંઠના કારણે. મુખ્ય શબ્દ એટલા માટે કહ્યો કે આ ગાંઠ વિના કર્મનો બંધ ન થાય. ગાંઠ હોય તો જ કર્મનો બંધ થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org