________________
४६
પ્રવચન ક્રમાંક - ૭૧, ગાથા ક્રમાંક-૧૦૦
પ્રવચન ક્રમાંક - ૭૧
ગાથા ક્રમાંક - ૧૦૦
મોક્ષનો પંથ
રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ;
થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ. (૧૦૦) ટીકા - રાગ, દ્વેષ અને અજ્ઞાન, એનું એકત્વ એ કર્મની મુખ્ય ગાંઠ છે; અર્થાત્ એ વિના કર્મનો બંધ ન થાય; તેની જેથી નિવૃત્તિ થાય તે જ મોક્ષનો માર્ગ છે. (૧૦૦)
સાધના વિષેના અને અધ્યાત્મ વિષેના જે કાંઈ વાસ્તવિક પ્રશ્નો હોય, તે બધા પ્રશ્નોનો કૃપાળુદેવે એક સાથે અહીં ઉકેલ આપ્યો છે. એક એક શબ્દ ખોલવા જેવો છે. એક એક શબ્દનો મર્મ સમજવા જેવો છે. ધર્મમાં મતભેદ હોઈ શકે જ નહિ અને ધર્મમાં અલગ અલગ વાત હોઈ શકે નહિ. આકાશ એક છે, સૂર્ય એક છે, ચંદ્ર એક છે, નદીનાં નીર એક છે, ફૂલની સુગંધ એક છે, કોયલનો ટહુકાર એક છે. જ્યાં જાવ ત્યાં આ વસ્તુ એક છે. એ પ્રમાણે ગમે તે અવસ્થામાં ધર્મ એક છે. ધર્મ શબ્દ પોતે સ્વયં સંપૂર્ણ છે. સાધકે એ જાણવું પડશે કે ધર્મ કરવો એટલે શું કરવું? શું પ્રક્રિયા છે તેની? શું રીત છે તેની? આ સમજવા માટે પાયાની બે વાતો સમજી લેવી જરૂરી છે.
રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ;
થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ. પરમકૃપાળુદેવ જકાર શબ્દ વાપરતા નથી. ૨૦ વર્ષની ઉંમરે કહ્યું કે હે એકાંતવાદીઓ તમે તમારી વાત સાધનાની ભૂમિકા ઉપર શાંતિ પૂર્વક કહી શકતા નથી, માટે હઠમાં આવીને તમે જકાર શબ્દ વાપરીને તમારી વાત કરો છો.
આપણી પાસે સમજણ અધૂરી હોય, ધીરજ, તર્ક અને બુદ્ધિ પણ ન હોય ને કહીએ છીએ. કાશીમાં એક પંડિત ભણીને ઘેર આવ્યો. તેણે કાશીના બધા પંડિતોને હરાવ્યા. મા વિચક્ષણ હતી, તેણે કહ્યું, બેટા ! બહુ મોટું કામ કહેવાય કે આટલા મોટા પંડિતોને તેં હરાવ્યા પણ કઈ રીતથી તે હરાવ્યા? તેમણે કહ્યું મારી રીત એક જ હતી. તેઓ જે કંઈ પણ કહે ત્યારે હું કહું કે હું આ વાત માનતો નથી. આ મારી રીત. આ જે આગ્રહ છે, જે હઠાગ્રહ છે, જે માનવું છે તે બાજુએ મૂકીને જો વિચાર કરવામાં આવે તો જે શબ્દનો પરમકૃપાળુદેવ વાંધો લેતા હતા તે “જ' શબ્દ અહીં મૂક્યો છે. તે જ મોક્ષનો પંથ છે. સાધનાની ભૂમિકામાં સ્પષ્ટપણે કહીએ છીએ કે આ જ મોક્ષનો પંથ છે. બીજો કોઈ પંથ નથી. આવી શ્રદ્ધા છે, આવી અનુભૂતિ છે, આવી પ્રતીતિ છે. માટે “જ” શબ્દ બોલે છે, તે શબ્દ પાછળ અનુભવનું બળ બોલે છે. માટે તે શબ્દ મહત્ત્વનો થઈ પડ્યો. “તે જ મોક્ષપંથ', કયો મોક્ષનો પંથ ? જે સાધનથી, જે પ્રક્રિયાથી, જે ઉપાયથી, જે રીતથી રાગની, દ્વેષની અને અજ્ઞાનની નિવૃત્તિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org