________________
૪૧૪
પ્રવચન ક્રમાંક - ૧૧૪, ગાથા ક્રમાંક-૧૪૧-૧૪૨ જ હોય, મનમાં બીજો ભાવ ન હોય. જગતના તમામ બનાવો, જગતની તમામ વ્યકિતઓની તરફનું ધ્યાન પાછું ખેંચી માત્ર વૃત્તિઓના નિરોધમાં જ પોતાનું ધ્યાન હોય તો વૃત્તિઓનો નિરોધ થાય. એટલાં માટે શાસ્ત્રોમાં કહ્યું કે કૃપાનો માર્ગ છે, તેમાં ના નહિ પણ કૃપા પહેલા પુરુષાર્થ જોઈશે. તમારી બધી મહેનત કર્યા પછી જયારે તમને એમ થાય કે અમે અસહાય છીએ, લાચાર છીએ તે વખતે સદ્ગુરુ તમારી મદદમાં આવશે. સદ્ગુરુ કૃપા કરશે. એ કૃપા પ્રાપ્ત કરવા સાધકે પોતે પોતાનો પ્રચંડ પુરુષાર્થ કરવો પડશે. એ પ્રચંડ પુરુષાર્થને કહેવાય છે અભ્યાસ અને આ કાર્ય સિવાય બીજા કાર્યમાંથી રસ ઊડી જવો તેને કહેવાય છે વૈરાગ્ય. આવી એક પ્રેકટીકલ સાધના જીવનમાં કરવી પડશે. ૧૪૧મી એક જ ગાથામાં આખો કાર્યક્રમ આપે છે. તેમને એમ કહેવું છે કે આત્મસિધ્ધિ શાસ્ત્રની રચના થઈ. તેનું વર્ણન થયું, તમે ભણ્યા, તમે સાંભળ્યું, વાંચ્યું. હવે તમે ભણીને શું કરશો ? આ શું કરવું, તેનો જવાબ બરાબર ન મળે તો માત્ર સાંભળવાથી ફાયદો નહિ થાય. એના માટે પ્રચંડ પુરુષાર્થ કરવો પડે.
સ્થાનક પાંચ વિચારીને, છઠે વર્તે જે હ;
પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ. ૧૪૧ છેલ્લી કડી ભારપૂર્વક કહી છે કે અમે કહી રહ્યા છીએ તેમાં સંદેહ નથી, શંકા નથી. તમે આ પ્રમાણે કરશો તો તમારે જે પ્રાપ્ત કરવું છે તે પ્રાપ્ત થઈને જ રહેશે. તમે પ્રાપ્ત કરી શકશો. પાંચ સ્થાનક એટલે, આત્મા છે, એ આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોક્તા છે અને મોક્ષ છે. આ પાંચ સ્થાનકનો ઊંડાણથી વિચાર કરો. જ્ઞાની પુરુષો અને અમે કહીએ છીએ એટલે માની લો એમ અમે કહેતા નથી. અમારું નહિ માનો તો પરિણામ સારું નહિ આવે, તેવી ધમકી પણ આપતા નથી. અમે કહીએ અને તમને વિચારવા જેવું લાગે તો જરૂર વિચાર કરવો. પૂછવા જેવું હોય તો જરૂર પૂછજો. સંદેહમાં રહેશો નહિ. પાંચ સ્થાનક વિચારીને કરવાનું શું? છઠું સ્થાનક આચરણનું છે એટલે મોક્ષના જે ઉપાયો છે તેમાં પ્રવર્તવાનું. જુઓ, આ ફોડ પાડીએ છીએ કે પાંચ સ્થાનક વિચાર માટે છે અને છઠું સ્થાનક આચરણ માટે છે. શબ્દ વાપર્યો છે વર્તે. વર્તે એટલે જીવે, રહે. છઠ્ઠા સ્થાનકમાં મોક્ષના સભ્ય યથાર્થ ઉપાયો વર્ણવ્યા છે તેમાં પ્રવર્તે.
- રાગ દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ;
થાય નિવૃત્તિ જે હથી, તે જ મોક્ષનો પંથ. દોઢસો કે સવાસો વર્ષ પહેલા સર્વ ધર્મ સમભાવ શબ્દ પ્રચલિત ન હતો, બિનસાંપ્રદાયિક્તા શબ્દ પ્રચલિત ન હતો. બધા ધર્મમાં સારભૂત તત્ત્વ જે છે તે આ, એમ વાત પ્રચલિત ન હતી. તે વખતે કૃપાળુદેવે મત, માન્યતા, ગચ્છ, કલ્પના, જાતિ, વેશ બધાને બાજુએ મૂકી આ સીધો માર્ગ બતાવ્યો. મૂળ વાત સમજો. રાગ, દ્વેષ અને અજ્ઞાનનું એકત્વ એ કર્મની ગાંઠ છે. કર્મની ગાંઠની એટલે રાગની દૈષની અને અજ્ઞાનની જેનાથી નિવૃત્તિ થાય તે જ મોક્ષનો માર્ગ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org