________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૪૧૩
છે. વૃતિઓનો નિરોધ કરવો છે અથવા ક્ષય કરવો છે અથવા લય કરવો છે. પરંતુ મુશ્કેલી એ છે કે મોહાધીન અવસ્થામાં, પ્રમાદ અવસ્થામાં અને અજ્ઞાન અવસ્થાઓમાં વૃત્તિઓને ખૂબ ખૂબ પોષી છે. આપણે માત્ર ખાતા નથી પણ સ્વાદિષ્ટ વસ્તુ હોય તો ખાતાં ખાતાં એટલાં વખાણ કરીએ છીએ કે વૃત્તિ પોષાય છે. એટલે તેનો અર્થ એવો ન કરશો કે રોતાં રોતાં ખાવ. તમે ખાવ છો અને એમ પણ કહો છો કે વસ્તુ બહુ સારી બની છે. જીંદગીમાં પહેલી વાર આવો સ્વાદ, આવો રસ, શું મઝા આવી ગઇ ! બસ, વૃત્તિઓ રાજી થાય છે.
આપણે વૃત્તિઓને રાજી કરી પોષી છે અને મહત્ત્વ આપ્યું છે તેથી તે વૃત્તિઓ આપણા માથા ઉપર ચડી ગઇ છે. હવે તમને સદ્ગુરુ મળ્યા અને તે એમ કહે છે કે વૃત્તિઓનો નિરોધ કરો. તમને વાત બેસી પણ જાય છે અને પ્રારંભ પણ કરો છો પણ વૃત્તિઓ જતી નથી. માનવિજયજી મહારાજે એક સરસ ઉદાહરણ આપ્યું છે. પ્રાચીન કાળના શહેરોમાં મોટા મોટા દરવાજાઓ હતા. આજે પાટણમાં પણ છે. લાકડાના મોટા દરવાજા અને બહાર ખીલા મારેલા હોય અને એ દરવાજા રાત્રે બંધ થઇ જાય. ખોલવો હોય તો ખૂલે નહિ. એ દરવાજો ખોલવો હોય તો આડો ઊંટ રાખવો પડે અને હાથીને મદિરા પાઇને ઉન્મત કરે એટલે જોરથી ઊંટ ઉપર ઘા કરે. ઊંટ તો પતી જ જાય અને હાથી ઘા કરે ત્યારે દરવાજા ખૂલી જાય. આવા દરવાજા ખોલવા કઠિન છે. પ્રભુ ! અમે આ વૃત્તિના દરવાજા ખોલવા બેઠા છીએ. હાથમાં સાંઠીકડું લીધું છે અને ઘા કરી રહ્યાં છીએ કે દરવાજો ઉઘડ, ઉઘડ, પણ એમ દરવાજો ન ખૂલે. અમારી બધી સાધનાઓ સાંઠીકડાના ઘા જેવી છે, તો આ વૃત્તિઓના દરવાજા કઇ રીતે ખૂલે ?
આ વર્ણન જે કરીએ છીએ તે કંઇ મૂંઝવવા નથી કરતા, પણ સાબદા થવા માટે કરીએ છીએ. તમારે એ વિચારવું પડશે કે વૃત્તિઓનું સામ્રાજ્ય તોડવું હોય તો પ્રચંડ પુરુષાર્થ કરવો પડશે. એમ કહેવાય છે કે એક બાજુ ૨૩ તીર્થંકરનાં કર્મો હતા. તેમનો કાળ લાંબો હતો. બીજી બાજુ ભગવાન મહાવીરનાં કર્મો ઘણાં હતાં ને કાળ ટૂંકો હતો. એવા ટૂંકા કાળમાં નિબિડ એવા કર્મોનો ભગવાન મહાવીરે સાડા બાર વર્ષમાં ક્ષય કર્યો, કારણકે તેમનો પુરુષાર્થ પ્રચંડ હતો. ‘મારો માર્ગ માત્ર વિચાર, સમજણ કે જ્ઞાનમાં નથી, મારો માર્ગ માત્ર શ્રવણ કે કથનમાં નથી. મારો માર્ગ સમ્યક્ પ્રકારે પ્રચંડ પુરુષાર્થમાં છે,' એમ ભગવાન મહાવીર કહેતા હતા. જેટલી તમારી તાકાત અને જેટલી તમારી શકિત તે પૂરી વાપરો. જ્ઞાની પુરુષો કહે કે વધારે અપેક્ષા અમે રાખતા નથી. વૃત્તિઓને પોષવા જેટલું બળ તમે વાપરો છો તેટલું જ બળ વૃત્તિઓનો નિરોધ કરવા વાપરો.
વૃત્તિ દૂર કેમ કરવી ? બે શબ્દો છે. અભ્યાસ અને વૈરાગ્યથી એ વૃત્તિઓનો નિરોધ થાય છે. સમ્યક્ પ્રકારે, સમજણપૂર્વક, વિવેકપૂર્વકનો સતત પુરુષાર્થ કરવો અને એવો અભ્યાસ કરવો હોય તો લક્ષ, ધૂન, ઘ્યાન એક જ હોય. ગીત અને સંગીત એક જ હોય, ઉદ્દેશ એક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org