________________
૪૧ ૨
- પ્રવચન ક્રમાંક - ૧૧૪, ગાથા ક્યાંક-૧૪૧-૧૪૨ તો બરાબર સમજમાં આવશે. તેનાથી સંતોષ અને સુખ મળશે પણ આનંદ માટે તો સ્વાનુભવ જ જોઇશે. જીવનના આધ્યાત્મિક ક્ષેત્રમાં અનુભવનું જ મહત્ત્વ છે.
હેમચંદ્રાચાર્ય મહારાજે યોગશાસ્ત્રની રચનામાં એમ કહ્યું કે અમે આ શાસ્ત્રની રચના કરી રહ્યા છીએ. એ શાસ્ત્રોરૂપી સાગરમાંથી દોહન કરી અમને જે પ્રાપ્ત થયું તે આ એક પરિબળ અને અમારા સદ્ગુરુ પાસેથી, પરંપરાથી અમને જે બોધ મળ્યો તે બીજું પરિબળ. અમે જે શાસ્ત્ર રચના કરી તેનો આધાર આ બંને પરિબળો છે. શ્રત મોપેથિી , સંકલાયાન્ગ સરો: શાસ્ત્રરૂપી સમુદ્રમાંથી મંથન કરીને અમારા હાથમાં જે આવ્યું અને સદ્ગની પરંપરામાં સાધના કરતાં કરતાં અમારા સદ્ગરના સદ્ગુરુએ જે અનુભવ કર્યો તે પ્રત્યક્ષ અનુભવ એમણે અમને વારસામાં ભાષા દ્વારા આપ્યો એ અનુભવના બળ ઉપર અને એક ત્રીજું પરિબળ સ્વવેવનાશપ-અમે જાતે અનુભવ કર્યો. એ અનુભવ કર્યા પછી અમે આ શાસ્ત્રની રચના કરી રહ્યા છીએ. આ બહુ અદ્ભુત વાત છે. “સ્વસંવેદન જ્ઞાન લહી કરિવો, ઠંડો ભ્રમક વિભાવો.' સ્વસવેદન જ્ઞાન પ્રાપ્ત કર્યા સિવાય સાધકની યાત્રા પૂરી થતી નથી અને આવું સ્વસંવેદન જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો સાધકને પ્રચંડ પુરુષાર્થ કરવો પડે.
મહર્ષિ પતંજલીએ કહ્યું કે અમે યોગનાં આઠે આઠ અંગોને વર્ણવવાના છીએ. તમે શ્રવણ કરશો,પણ શ્રવણ કર્યા પછી એ વૃત્તિઓનો વિરોધ કરવા માટે, પોતાના સ્વરૂપમાં કરવા માટે તમારે બે કામ કરવાં પડશે. ‘ભ્યાસવૈરાગ્યાખ્યાં તનિરોધ:’ | શબ્દો ખ્યાલમાં લેજો. આ વૃત્તિઓનો નિરોધ કરવાનો છે. તે એમને એમ નહિ થાય. વૃત્તિઓ ઘણી બળવાન છે અને આપણે તેને બળ આપીએ છીએ અને પોષીએ છીએ. આ વૃત્તિઓને પોષવાથી તે આપણી માલિકણ બની બેઠી છે. હવે તમે વૃત્તિઓને જવાનું કહેશો તો સહેલાઈથી તે જાય તેમ નથી. સાદી વાત છે. કૂતરાને રોટલાનો કટકો નાખો તો એ એમ સમજે છે કે સીક્યોરીટી ગાર્ડ તરીકે તેની નિમણૂંક થઈ ગઈ છે. આખી રાત ત્યાં બેઠું હોય, ચોકી કરે અને સવારે માલિક કહેશે કે હઠ, તો ઊભું નહિ થાય અને જોયા કરે કે આ આગળ શું પગલાં લે છે ? તમે તેની પાછળ દોડો તો પણ પાછું વળી જોયા કરશે કયાં સુધી આવ્યા ? આ કૂતરાને સહેજ પોપ્યું.
ત્યાં આવી અવસ્થા થઈ ગઈ, તો આપણે તો વૃત્તિઓને અનંતકાળથી પોષી છે, તેમાં રસ લીધો છે અને સામર્થ્ય વાપર્યું છે, તેમાં ગાંડાતૂર બની ગયા છીએ, તેમાં લોભાણા છીએ અને અટવાઈ ગયા છીએ. એક દિવસ આ વૃત્તિઓને કાઢવાનો પ્રસંગ આવશે ત્યારે ઘણી મુશ્કેલી પડશે. સ્વામી રામતીર્થ કહેતા હતા કે ખીલા જેટલા ઊંડા ખોડશો તેટલી કાઢતા મુશ્કેલીઓ પડશે. વૃત્તિઓ જેટલી પોષશો તેનું નિરાકરણ કરતી વખતે તેટલી મુશ્કેલીઓ પડશે. આપણો તો આખો માર્ગ વૃત્તિઓને શાંત કરી, ક્ષય કરવાનો માર્ગ છે.
વૃત્તિનિરોધ: I “વૃત્તિનિરોધ ?' તે પતંજલીનો શબ્દ, વૃત્તિઓનો સંક્ષય એ હરિભદ્રસૂરિજી મહારાજનો શબ્દ અને વૃત્તિઓનો લય તે ભકિતમાર્ગનો શબ્દ. બધામાં ઘટના તો એ જ ઘટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org