________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૪૧૧
પ્રવચન ક્રમાંક - ૧૧૪
ગાથા ક્રમાંક - ૧૪૧-૧૪૨ મોક્ષમાર્ગ સમ્યક પ્રચંડ પુરુષાર્થમાં છે.
સ્થાનક પાંચ વિચારીને, છઠે વર્તે છે હ; પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ. (૧૪૧) દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત;
તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. (૧૪૨) ટીકા - પાંચે સ્થાનકને વિચારીને જે છઠું સ્થાનકે વર્તે, એટલે તે મોક્ષનાં જે ઉપાય કહ્યા છે તેમાં પ્રવર્તે, તે પાંચમું સ્થાનક એટલે મોક્ષપદ તેને પામે. (૧૪૧)
પૂર્વ પ્રારબ્ધયોગથી જેને દેહ વર્તે છે, પણ તે દેહથી અતીત એટલે દેહાદિની કલ્પના- રહિત, આત્મામય જેની દશા વર્તે છે, તે જ્ઞાની પુરુષના ચરણકમળમાં અગણિત વાર વંદન હો ? (૧૪૨)
સરળભાષા અને પદ્ય એ મુમુક્ષુ જીવોને વિચારવામાં ઉપયોગી થઈ પડે છે. સૌભાગ્યભાઈએ કહેલું કે આત્માના પર્ષદનો પત્ર તો મળ્યો છે. વારંવાર વાંચીએ છીએ પણ અમારી બુદ્ધિ એટલી બધી કયાં છે કે અમે સૂક્ષ્મતાથી સમજી શકીએ. યાદ રાખી શકીએ ? તેમને વિનંતી કરેલ કે પદ્યમાં હોય તો કંઠસ્થ કરવામાં સુગમ થાય તેથી આત્મસિધ્ધિ મૂળ તો તેમના માટે જ લખાણી ને મોટી ઉંમરે તેમને આ પ્રાપ્ત થઈ પણ કહેવત છે ને શેરડી પાછળ એરંડા પી જાય. સૌભાગ્યભાઈ શેરડી જેવા અને આપણે એરંડા જેવા, એમના નિમિત્તે આપણને આત્મસિદ્ધિ પ્રાપ્ત થઈ. - આ પદ્યમાં જૈનદર્શનના પાયાના તમામ સિધ્ધાંતો અત્યંત સરળ ભાષામાં પ્રગટ થયા છે. એકસો એકતાલીશમી ગાથામાં પરમકૃપાળુદેવે પોતે સમાપન કર્યું છે. વિલેપાર્લા મંડળ સમાપનનો પ્રસંગ ઉજવી રહ્યું છે. આ ઉત્સવ તો બે કે ત્રણ દિવસ ચાલશે. પણ ખરું સમાપન તો કૃપાળુદેવે કર્યું છે.
આખી આત્મસિધ્ધિ શ્રવણ કર્યા પછી કામ પૂરું થઈ જતું નથી. પછી જ કામનો પ્રારંભ થાય છે. શ્રવણ કરવું તે મહત્ત્વનું છે પણ શ્રવણ કર્યા પછી બે પગથિયાં અત્યંત મહત્ત્વનાં છે. એક મનન અને બીજું નિદિધ્યાસન. મનન હવે કરવાનું છે અને નિદિધ્યાસન સાધકે પ્રાપ્ત કરવાનું છે. પરંતુ એ બધાની સાથે આત્મસિધ્ધિમાં જે સિધ્ધાંતોનું પ્રતિપાદન કર્યું છે તે આ લેવલ સુધી રહે તો આનંદ નહિ થાય. સમાધાન થશે. આનંદ તો ત્યારે જ થશે જયારે આમાં પ્રતિપાદિત પદ-આત્મતત્ત્વ તેનો સ્વાનુભવ થાય. શબ્દ સમજી લેજો. તમે જો બુધ્ધિશાળી હશો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org