________________
શબ્દાર્થ
અજ્ઞાન ઃ પોતે હાજર હોવા છતાં પર પદાર્થમાં પોતાપણું માનવું તે અજ્ઞાન છે. અજ્ઞાન અંધકાર સમાન છે. જ્ઞાન પ્રકાશતાં અજ્ઞાન નાશ પામે છે.
XII
ગાથા - ૯૯
બંધ : બંધાવવું. આસક્તિ અને મમત્વને કારણે જીવને કર્મનો બંધ થાય છે. બંધનું મોટું કારણ વિપરીત બુદ્ધિ છે. રાગ, દ્વેષ, મમત્વ કરવાનાં કારણે કાર્મણવર્ગણાના પુદ્ગલોનું આત્માના પ્રદેશોમાં એકમેક થઈ મળી જવું. અંદર જે પ્રકારે ભાવ થાય તે પ્રકારે કર્મબંધ થાય છે. બંધ થવાથી આત્માનો મૂળભુત સ્વભાવ પ્રગટ થઈ શકતો નથી. ભવઅંત ઃ ભૂ એટલે વારંવાર થવું. વારંવાર જન્મવું અને વારંવાર મરવું, તેનો અંત થવો તેને ભવઅંત કહે છે.
છેદક દશા : બંધના પાંચ કારણો છે, તે છેદવા તેવી દશાને છેદકદશા કહે છે. વિપરીત બુદ્ધિને સમ્યગ્દર્શન દૂર કરે છે. અવિરતિ ને વિરતિ દૂર કરે છે. કષાયને અકષાય ભાવ, મંદકષાય દૂર કરે છે. પ્રમાદને અપ્રમાદ દૂર કરે છે. મન વચન કાયાના યોગને મન વચન કાયાની નિવૃત્તિ દૂર કરે છે.
::
મોક્ષપંથ : જે વખતે રાગની પર્યાય દેખાય તે વખતે બળ વાપરી આ રાગથી ચૈતન્ય જુદું છે તે પ્રકારનો ભાવ આપવો તે સાધના છે અને આવી સાધના તે મોક્ષનો પંથ છે. કેવળ શુદ્ધ આત્માના સ્વરૂપની નિરંતર અનુભૂતિ એ મોક્ષની રીત છે. પોતાપણાનું તાદાત્મ્ય જો પોતા વિષે જોડાય તો પરિભ્રમણ દશા ટળે. ટૂંકમાં નિજમાં નિજ બુદ્ધિ થવી ને પોતાના સ્વરૂપમાં સ્થિર થવું, તે મોક્ષપંથની રીત છે.
ગાથા - ૧૦૦
રાગ ઃ રાગ એટલે રંગ, રાગ એટલે રસ, રાગ એટલે ખેંચાણ, આકર્ષણ, પ્રલોભન. રાગ એટલે મઝા, સુખ, રાગ એટલે ડૂબી જવું. રાગ જેટલો નુકસાન કરે છે તેના કરતાં પણ રાગની મીઠાશ વધારે નુકસાનકારી છે. રાગનું મારણ ઉદાસીનતા છે. પદાર્થ, વસ્તુ અને સંયોગો ઉપરથી ઉપર ઊઠવું અને તેમાં આસક્ત ન થવું તે રાગનું મારણ છે. પર વસ્તુને મૂલ્ય આપવું, તેના પ્રત્યે ખેંચાણ અને આસક્તિ થવી તેનું નામ રાગ.
:
દ્વેષ : ધિક્કાર ભાવ, ઘૃણા, નફરત, અરુચિ, અપ્રીતિ, અનિષ્ટ પદાર્થ પ્રત્યે અણગમો. દ્વેષભાવ તે ક્રોધનો એક પ્રકાર છે.
કર્મની ગ્રંથ ઃ રાગ, દ્વેષ અને અજ્ઞાનના એકત્વથી જે ગાંઠ બંધાય તેને કર્મગ્રંથિ કહે છે. આ ત્રણેના એકત્વથી જે રસાયણ તૈયાર થાય તેને કહેવાય કર્મની ગાંઠ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org