________________
શબ્દાર્થ
XIII
મોક્ષપંથ : રાગ, દ્વેષ અને અજ્ઞાન જેવાં કર્મના ઉદયમાં ન તણાતાં, સર્વ પદાર્થથી પોતાનું સ્વરૂપ ભિન્ન જાણી તેમાં સ્થિર થવું તે મોક્ષપંથ છે.
ગાથા - ૧૦૧ સતુઃ જેનું અસ્તિત્વ છે તે. સત્ એટલે હોવાપણું. આ હોવાપણું કાયમ છે, અવિનાશી છે. અસ્તિત્વ દરેક પદાર્થનું સ્વાધીન, સ્વતંત્ર, અકારણ અને સદાજીવી છે.
ચૈતન્યમય : ચૈતન્ય એટલે જોવું અને જાણવું એ બે ક્રિયા જેનામાં છે તેને ચૈતન્ય કહેવાય. જોવું અને જાણવું, તે બે ક્રિયામાં ડૂબીને રહેવું, તે મય થઈ જવું, બીજી કોઈ પ્રતિક્રિયા નહિ. આત્મા આવું તત્ત્વ છે તેથી તેને ચૈતન્યમય કહેવાય છે. | સર્વાભાસ રહિત : આભાસ એટલે જે વસ્તુ નથી તેનો ભાસ થવો. રૂપ, રસ અને ગંધથી આત્મા ભિન્ન, પ્રાણ, શ્વાસોચ્છવાસ અને શરીરથી ભિન્ન, રાગાદિ વિભાવો અને શુભભાવોથી પણ ભિન્ન, દેહ અને તેના થકી થતાં સંયોગો આ બધું આત્મામાં નથી છતાં આત્માને આભાસ થાય છે કે આ બધું હું છું અને મારું છે. આવા સર્વ આભાસોથી રહિત આત્મા છે. આત્મા દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મથી રહિત છે.
ગાથા - ૧૦૨ કર્મના આઠ પ્રકાર : જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, વેદનીય, નામ, આયુષ્ય, ગોત્ર અને અંતરાય કર્મ આમ આઠ પ્રકાર છે.
મોહનીય કર્મ બધા કર્મોમાં મોહનીય કર્મ મુખ્ય છે, જે જીવને મોહિત કરે છે. બાકી બધાં કર્મો છે તે કર્મો કરાવતાં નથી. સત્તર પાપને કરાવનાર અઢારમું પાપ મિથ્યાત્વ છે તેને દર્શન મોહનીયકર્મ કહે છે. મોહનીયકર્મનાં મુખ્ય બે ભાગ છે. દર્શનમોહનીય અને ચારિત્ર મોહનીય. મોહનીયકર્મનો નશો દારૂના નશા જેવો છે. જે બધાને મોહ, મમત્વ અને આસક્તિનો નશો કરાવે છે. દર્શન મોહનીય કર્મનું મુખ્ય કામ ઊંધી માન્યતા કરાવવાનું છે. સંસારમાં સુખ નથી તેમ જાણવા છતાં અનેક જન્મોના સંસ્કારને કારણે ફરી ફરી ત્યાં જાવ તેનું કારણ ચારિત્રમોહ છે. દર્શન મોહનીય આત્માના બોઘને નાશ કરે છે, અને ચારિત્ર મોહનીય વીતરાગતાનો નાશ કરે છે. જો મોહનીય કર્મનો નાશ થાય તો સાતે કર્મોને જતાં વાર લાગતી નથી. | દર્શન મોહઃ મિથ્યાત્વ, ચિત્તજડ ગ્રંથિ, વિપરીત માન્યતા. ઊંધી માન્યતા જગતનાં પદાર્થો પ્રત્યે ગાઢ આસક્તિ.
ભોગ અને પરિગ્રહની તીવ્ર ભૂખ તેનું નામ દર્શનમોહ. પોતાના છંદે કામ કરાવનાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org