________________
XIV
દર્શનમોહ. બીજાનું મન શંકાશીલ થાય અને તેને સંદેહ કરાવે તેવું કાર્ય કરે તે દર્શનમોહ. તત્ત્વના વિચારને અનુસરી ચાલવું નહિ તે દર્શનમોહ. આત્માનો સ્વીકાર કરવા છતાં મૃત્યુનો ભય લાગે તે દર્શનમોહ. દર્શનમોહ ઉપર વિજય મેળવવા ખૂબ જ પુરુષાર્થ માંગી લે છે. દર્શનમોહ તૂટે પછી જ સમ્યગદર્શન થાય.
બોધ : સદ્દગુરુનો ઉપદેશ, બોધમાં બે વસ્તુ છે. જ્ઞાન પણ છે અને અનુભવ પણ છે. બોધ અંદર ઘટતી ઘટના છે, જેના પરિણામથી રાગદ્વેષ ઓછા થવા માંડે છે.
વીતરાગતાઃ કષાયોથી રહિત અવસ્થા. ચારિત્રમોહનીય કર્મનું બળ જેટલા અંશે છૂટે તેટલા અંશે વિતરાગતા પ્રાપ્ત થાય. વીતરાગતા આત્માની અવસ્થા છે.
ગાથા - ૧૦૯-૧૦૮ સર્વાગતા: સંપૂર્ણપણે સ્વીકાર.
કષાયઃ કષ એટલે સંસાર અને આય એટલે વૃદ્ધિ. ક્રોધ, માન, માયા, લોભ એ ચાર પ્રકારનાં કષાયો સંસારની વૃદ્ધિ કરાવે છે. આત્માના કલુષિત પરિણામોને કષાય કહે છે, જે આત્માના સ્વભાવિક ગુણોને અવરોધે છે.
ઉપશાંત : કષાયોની માત્રા ઓછી થવી, મોળા પડવું.
ખેદઃ ખેદ એટલે નિરાશા નહિ પણ જ્યારે કોઈ પણ વસ્તુ કે કાર્યને સમજવા છતાં, જાણવા છતાં, કડવા અનુભવો થવા છતાં તેનો ત્યાગ કરવો મુશ્કેલ થાય છે ત્યારે તેના માટે જે મનમાં જ થાય છે તેના માટે ખેદ શબ્દ વપરાય છે. કરવું હોય છતાં થઈ ન શકે
તે ખેદ,
અંતરદયા: ભૂખ્યાને અન્ન આપવું, તરસ્યાને પાણી આપવું તે બહારની દયા છે. પરંતુ અંતરદયા એ છે કે હું મારા આત્માને આ ભવભ્રમણમાંથી ક્યારે મુક્તિ અપાવીશ? અને જગતનાં જીવો અજ્ઞાનનાં કારણે, રાગદ્વેષના કારણે, મોહનાં કારણે દુઃખી થાય છે તેઓ ક્યારે છૂટશે? આવી જ્ઞાની પુરુષોને અંતરમાં દયા આવે છે. જગતનાં જીવો પાસે સુખનું ધામ છે પણ એ બિચારાં જાણતાં નથી એવી લાગણી થાય તે અંતરદયા.
ગાથા - ૧૦૯ અંતર શોધઃ આધ્યાત્મિક યાત્રા. આપણામાં જે કષાયો રૂપી કચરો છે તે જાણીને તેને દૂર કરવાનાં કામમાં લાગી જવું. વિભાવો દૂર કરી સ્વભાવને જાળવવાનું કામ કરવું. * જીજ્ઞાસુ : જીજ્ઞાસા એટલે જાણવાની ઇચ્છા. અહીં તત્ત્વને જાણવાની આંતરિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org