________________
શબ્દાર્થ
શબ્દાર્થ ભાગ-૩
સંકલનઃ શ્રીમતી ભારતીબેન નિરંજનભાઈ મહેતા
આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૯૨ થી ૧૪૨ (શબ્દોનાં સવિસ્તાર અર્થ)
ગાથા - ૨ મોક્ષ આત્માના શુદ્ધપદને મોક્ષ કહે છે. આત્મા પરિપૂર્ણ શુદ્ધ બને તે અવસ્થાને મોક્ષ કહે છે. શુભ અને અશુભ કર્મોનો સંપૂર્ણ ક્ષય થાય, આત્માનો વીતરાગ સ્વભાવ પ્રગટ થાય, વારંવાર જન્મવું અને મરવું મટી જાય તેવી દશા પ્રગટ થાય, પ્રાપ્ત થાય તે મોક્ષ છે. મોક્ષ કોઈ સ્થળ નથી પણ આત્માની શુદ્ધ અવસ્થા છે. ત્યાં ખાવા પીવા કે ફરવાનું નથી; પરંતુ કર્મો અને શરીરથી ભિન્ન આત્માની સુખમય અને આનંદમય દશા તે મોક્ષ છે. આવી દશા પ્રાપ્ત થયા પછી આત્મા ઉર્ધ્વગામી થઈ સિદ્ધાલયમાં બિરાજમાન થાય છે. ફરી | જન્મ મરણ નથી અને અત્યંત આનંદ અને સુખ અનુભવે છે.
ગાથા - ૯૦ પ્રતીતિઃ શ્રદ્ધા, ખાત્રી. રોમ રોમથી આ સત્ય છે તેમ અંદરથી ઝણકાર આવે તેને કહેવાય છે પ્રતીતિ. અંદર શંકાનું બી ઉત્પન્ન ન થાય તે પ્રકારની આંતરિક અવસ્થા થાય તેને કહેવાય છે પ્રતીતિ.
ગાથા - ૯૮ કર્મભાવઃ જે ભાવમાંથી સંસારની ધારા ઊઠે તે કર્મભાવ કહેવાય છે. કર્મભાવનું બીજું નામ અજ્ઞાન અથવા અંધકાર છે. કર્મના ઉદયમાં આત્મામાં જે કંઈ પ્રક્રિયા થાય તેમાં એકતા સાધવી તે કર્મભાવ છે. સંસારને ચાલુ રાખવાની પ્રક્રિયા એટલે કર્મભાવ ! ક્રોધ, માન, માયા વિ. વિભાવ પરિણામો કર્મભાવ છે.
મોક્ષભાવઃ જે ભાવથી નિર્વાણપદની પ્રાપ્તિ થાય છે. તે મોક્ષભાવ છે. જ્યાં ભાવ છે ત્યાં સાથે આનુસંગિક ક્રિયા પણ હોય છે. ચૈતન્ય સાથે જોડવાનું કાર્ય કરે તે મોક્ષભાવ છે. મોક્ષભાવ એટલે શુદ્ધ ભાવ. પોતાના સ્વરૂપમાં સ્થિરતા થવી તે મોક્ષભાવ છે. ઉદયમાં આવતાં કર્મો અને સંયોગોથી પૂર્ણપણે આત્મા ભિન્ન છે તેવો પ્રત્યેક ક્ષણે અનુભવ કરવો તેને કહેવાય છે આત્મભાવ અથવા મોક્ષભાવ.
જ્ઞાન: નિજ વિષે નિજ બુદ્ધિ થવી તે જ્ઞાન છે. જ્ઞાન પ્રગટ અને પ્રકાશમય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org